હૈદરાબાદઃ આઈપીએલને વિશ્વની સૌથી મોંઘી ક્રિકેટ લીગ માનવામાં આવે છે. આઈપીએલની 12મી સિઝનના ફાઇનલ મેચ બાદ પ્રાઇઝ મની તરીકે કરોડો રૂપિયાનો વરસાદ થો છે. સૌથી મહત્વની વાત છે કે આઈપીએલની પ્રથમ સિઝનથી લઈને આઈપીએલની 12મી સિઝન સુધી પ્રાઇઝ મનીની કુલ રકમમાં 300 ટકાનો વધારો થયો છે. પહેલા જે કુલ પ્રાઇઝ મની હતી તે હવે માત્ર ચેમ્પિયન ટીમને મળે છે.  ચાલો એક નજર કરીએ, આઈપીએલની પ્રાઇઝ મનીમાં થયેલા ફેરફાર અને આ સાથે આ વર્ષમાં કોને કેટલી રકમ મળી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વર્ષે પ્રાઇઝ મનીના નામ પર કુલ 55 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. જેમાંથી 20 કરોડ રૂપિયા વિજેતા ટીમ મુંબઈ ઈન્ડિયન્સના ખાતામાં ગયા છે. ગત વર્ષે કુલ પ્રાઇઝ મની 50 કરોડ રૂપિયા હતી, જે આ વર્ષે વધારીને 55 કરોડ રૂપિયા કરવામાં આવી છે. 



એવોર્ડ પ્રાઇઝ મની (રૂપિયામાં) કોને મળી
પરફેક્ટ કેચ ઓફ ધ સિઝન 10 લાખ કીરોન પોલાર્ડ
સ્ટાઇલિશ પ્લેયર ઓફ ધ સિઝન 10 લાખ કેએલ રાહુલ
ગેમ ચેન્જર ઓફ ધ સિઝન 10 લાખ રાહુલ ચહર
ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ સિઝન 10 લાખ શુભમન ગિલ
પર્પલ કેપ (સૌથી વધુ વિકેટ) 10 લાખ ઇમરાન તાહિર
ઓરેન્જ કેપ (સૌથી વધુ રન) 10 લાખ ડેવિડ વોર્નર
માસ્ટ વૈલ્યૂએબલ પ્લેયર ઓફ સિઝન 10 લાખ આંદ્રે રસેલ
રનર્સ-અપ 12.5 કરોડ ચેન્નઈ સુપર કિંગ્સ
વિજેતા 20 કરોડ મુંબઈ ઈન્ડિયન્સ
સુપર સ્ટ્રાઇકર ઓફ ધ સિઝન કાર અને ટ્રોફી આંંદ્રે રસેલ
ફેરપ્લે એવોર્ડ ટ્રોફી સનરાઇઝર્સ હૈદરાબાદ
ફેાસ્ટેસ્ટ ફિફ્ટી 1 લાખ હાર્દિક પંડ્યા
બેસ્ટ ગ્રાઉન્ડ (7+ મેચ માટે) 50 લાખ હાૈદરાબાદ
બેેસ્ટ ગ્રાઉન્ડ (7થી ઓછી મેચ માટે 25 લાખ પંજાબ

આ સિવાય ફાઇનલ મેચની પ્રાઇઝ મની કંઇ આ રીતે રહી


એવોર્ડ પ્રાઇઝ મની (રૂપિયામાં) કોને મળ્યા
મેન ઓફ ધ મેચ 1 લાખ જસપ્રીત બુમરાહ
સુપર સ્ટ્રાઇકર ઓફ ધ મેચ 1 લાખ ફાફ ડુ પ્લેસિસ
સ્ટાઇલિશ પ્લેયર ઓફ ધ મેચ 1 લાખ કીરોન પોલાર્ડ
ગેમ ચેન્જર ઓફ ધ મેચ 1 લાખ રાહુલ ચહર

2008માં કુલ પ્રાઇઝ મની 20 કરોડ રૂપિયા હતી, જેમાંથી વિજેતા ટીમને 4.8 કરોડ રૂપિયા મળ્યા હતા. 2015માં પ્રાઇઝ મની વધીને કુલ 40 કરોડ રૂપિયા થઈ, જેમાંથી વિજેતા ટીમને 15 કરોડ રૂપિયા મળ્યા હતા. 2018માં કુલ પ્રાઇઝ મની 50 કરોડ રૂપિયા હતી, જેમાંથી વિજેતા ટીમને 20 કરોડ રૂપિયા મળ્યા હતા. આ વર્ષે કુલ પ્રાઇઝ મની 55 કરોડ સુધી પહોંચી ગઈ છે, જેમાં વિજેતા ટીમને 20 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. 


વાંચો આઈપીએલના તમામ સમાચાર