નવી દિલ્હી : મુંબઇએ ફિરોઝ શાહ કોટલા, દિલ્હી મેદાનમાં રમાઇ રહેલી ટી-20 આઇપીએલની મેચમાં દિલ્હીને 40 રનથી પરાજીત કરી દીધું હતું. મુંબએ પહેલી બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટનાં નુકસાને 168 રન બનાવ્યા હતા. જવાબમાં 169 રનોનું લક્ષ્યાંક પ્રાપ્ત કરવા માટે ઉતરેલી દિલ્હીની ટીમે 20 ઓવરમાં 9 વિકેટનાં નુકસાને 128 રન બનાવ્યા છે. હાર્દિક પંડ્યા મેન ઓફ ધ મેચ બન્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસનો નવો દાવ: ન્યાયનું વચન કરતા 10 કરોડ પરિવારોને રાહુલ ગાંધીનો પત્ર

મુંબઇ ઇન્ડિયન્સનો દાવ
હાર્દિક પંડ્યાએ હંમેશાની જેમ અંતિમ ક્ષણોમાં પોતાની સ્ફોટક ઇનિંદ રમતા 15 બોલમાં 32 રન બનાવ્યા હતા. જેનાં કારણે રમતની વચ્ચે રન બનાવવા માટે સંઘર્ષ કરી રહેલ મુંબઇ ઇન્ડિયન્સ કોટલાની ધીમી પીચ પર દિલ્હી કેપિટલની વિરુદ્ધ 5 વિકેટનાં નુકસાને 168 રન બનાવવામાં સફળ રહી હતી. હાર્દિકે ક્રિઝ પર પગ મુક્યો ત્યારે સ્કોર ચાર વિકેટે 1.4 રન હતો પરંતુ આ ઓલરાઉન્ડરે બે ચોક્કા અને 3 છગ્ગાની મદદથી મુંબઇના સમર્થકોને ફરી ઉત્સાહથી ભરી દીધા હતા. 
મહાજન અને વિજયવર્ગીયના ઇન્કાર બાદ ઇંદોરનાં ભાજપ ઉમેદવાર અંગે સસ્પેંન્સ

દિલ્હીના બંન્ને સ્પિનર અમિત મિશ્રા (3 ઓવરમાં 18 રન આપીને 1 વિકેટ) અને અક્ષર પટેલ (17 પર 1 )એ સાત ઓવરમાં 35 રન આપ્યા. મુંબઇ ત્રણ સ્પિનરો સાથે ઉતર્યું હતું. એવામાં દિલ્હી માટે લક્ષ્ય સુધી પહોંચવું મુશ્કેલ થઇ ગયું હતું. કૈગિસો રબાડા ફરીથી દિલ્હીનો સૌથી સફળ બોલર રહ્યો અને તેણે 38 રન આપીને 2 વિકેટ ઝડપી લીધી હતી.