મહાજન અને વિજયવર્ગીયના ઇન્કાર બાદ ઇંદોરનાં ભાજપ ઉમેદવાર અંગે સસ્પેંન્સ

મધ્યપ્રદેશના ઇંદોર લોકસક્ષા વિસ્તારના ભાજપ ઉમેદવારની જાહેરાત મુદ્દે લાંબા સમયથી ચાલી રહેલ રહસ્ય યથાવત્ત છે

Updated By: Apr 18, 2019, 10:06 PM IST
મહાજન અને વિજયવર્ગીયના ઇન્કાર બાદ ઇંદોરનાં ભાજપ ઉમેદવાર અંગે સસ્પેંન્સ

ઇંદોર : મધ્યપ્રદેશનાં ઇંદોર લોકસભા ક્ષેત્રમાં ભાજપ ઉમેદવારની જાહેરાત મુદ્દે લાંબા સમયથી ચાલી રહેલા રહસ્ય હાલ યથાવત્ત છે. પખવાડિયામાં લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજન અને ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય અલગ-અલગ કારણોથી આ સીટોથી ચૂંટણી નહી લડવાની જાહેરાત કરી ચુક્યા છે. ત્યાર બાદ અન્ય નેતાઓનાં ઉમેદવાર મુદ્દે પાર્ટીમાં માથાપચ્ચી ચાલી રહી છે. 

Video: સાધ્વી પ્રજ્ઞાની હૃદય દ્રાવક જેલયાત્રા, યાદ કરતા તેઓ પણ રડી પડ્યા

ભાજપ સુત્રોએ ગુરૂવારે જણાવ્યું કે, ઇંદોરની ટિકિટની દાવેદારી મુદ્દે ઇંદોર વિકાસ અધિકરણ (આઇડીએ)નાં પૂર્વ ચેરમેન શંકર લાલવાનીનું નામ કાલે બુધવારે ઝડપથી આગળ વધ્યું હતું પરંતુ સિંધી સમુદાયનાં આ નેતા મુદ્દે પાર્ટીનાં એક સ્થાનીક જુઠનાં કથિત વિરોધ બાદ ઇંદોર સીટના ઉમેદવારની જાહેરાત થતા થતા રઇ ગયા. સુત્રોએ જોકે જણાવ્યું કે, ભાજપ ઇંદોર લોકસભા ક્ષેત્રમાં પોતાના ઉમેદવારની જાહેરાત ઝડપથી કરી શકે છે અને આ તબક્કામાં ચોકાવનારુ કોઇ નામ પણ સામે આવી શકે છે. 

ઇંદોર સીટથી ભાજપે ચૂંટણી ટિકિટનાં સ્થાનીક દાવેદાર તરીકે શહેરમાં મહાપૌર તથા પાર્ટીનાં સ્થાનીક ધારાસભ્ય માલિની લક્ષ્મણસિંહ ગૌડ, ભાજપનાં અન્ય ધારાસભ્ય રમેશ મૈંદોલા અને પૂર્વ લોકસભા સાંસદ કૃષ્ણમુરારી મોધેનાં નામ પણ ચર્ચામાં છે. બીજી તરફ કોંગ્રેસે ઇંદોર ક્ષેત્રથી પોતાનાં વરિષ્ઠ નેતા પંકજ સંઘવીને ઉમેદવાર જાહેર કર્યા છે. જ્યાં તેમની સામે ભાજપનું 30 વર્ષ જુનો ગઢ ભેદવાની મુશ્કેલ પરિસ્થિતી છે. 

દિગ્વિજય સિંહે બદલો લેવા મારી વિરુદ્ધ કાર્યવાહી કરી: સાધ્વી પ્રજ્ઞા સિંહ

ભાજપનાં વરિષ્ઠ નેતા અને લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજન (76) આ સીટથી વર્ષ 1989થી 2014ની વચ્ચે સતત આઠ વખત ચૂંટણી જીતી ચુક્યા છે. જો કે 75 વર્ષથી વધારે ઉંમના નેતાઓને ચૂંટણી નહી લડાવવાનાં ભાજપનાં નિર્ણય મુદ્દે મીડિયામાં સમાચારો આવ્યા બાદ તેમણે પાંચ એપ્રીલની જાહેરાત કરી હતી તે ઉમેદવાર ચૂંટણી મેદાનમાં નથી ઉતર્યા. 

લખનઉમાં પ્રચાર વિવાદ, શત્રુઘ્નએ કહ્યું મને પાર્ટી પ્રત્યે પ્રેમ પરંતુ પરિવાર પ્રથમ

ઇંદોરનાં એક દિગ્ગજ નેતા અને ભાજપ મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય પણ પોતાની જાતને આ સીટથી ચૂંટણી ટિકિટની દાવેદારીથી અલગ કરી ચુક્યા છે. વિજયવર્ગીયએ પશ્ચિમ બંગાળનાં ભાજપ પ્રભારી તરીકે પોતાના હાલની જવાબદારીનો હવાલો ટાંકતા બુધવારે ટ્વીટ કરીને કહ્યું કે, તેમણે ચૂંટણી નહી લડવાનો નિર્ણય કર્યો છે. ભાજપે મધ્યપ્રદેશની 29માંથી 28 લોકસભા સીટો પર પોતાનાં ઉમેદવાર જાહેર કરી દીધા છે, જ્યારે રાજ્યનાં સત્તારુઢ કોંગ્રેસ તમામ 29 સીટો પર પોતાનાં ઉમેદવારોની જાહેરાત કરી ચુક્યું છે.