IPL 2019 Team: પંજાબે ખરીદ્યા સૌથી વધુ ખેલાડી, જાણો હવે આ છે ટીમની સ્થિતિ
IPL Auction 2019: જયપુરમાં મંગળવાર (18 ડિસેમ્બર) થયેલી હરાજીમાં 60 ખેલાડીઓ પર બોલી લાગી. ત્યારબાદ તમામ ટીમોની તસ્વીર બદલી ગઈ છે.
નવી દિલ્હીઃ આઈપીએલ (Indian Premier League)માં મંગળવારે 351 ખેલાડીઓની હરાજી બાદ ટીમોની તસ્વીર બદલી ગઈ છે. હરાજીમાં આઠ ફ્રેન્ચાઇઝીએ 60 ખેલાડીઓની ખરીદી કરી છે. જ્યારે બાકીના ખેલાડીઓ વેંચાયા વિના રહ્યાં હતા. સૌથી વધુ 13 ખેલાડીઓ પર કિંગ્સ ઇલેવન પંજાબે દાવ લગાવ્યો છે. તો જ્યારે આ ટીમ મેદાનમાં ઉતરશે તો તેના અડધાથી વધુ ખેલાડી નવા હશે. જાણો કેવી છે ટીમની તસ્વીર....
પ્રીતિ ઝિંટાના માલિકી હકવાળી આ ટીમે નવેમ્બરમાં સૌથી વધુ 11 ખેલાડીઓને રિલીઝ કરી દીધા હતા. તેણે યુવરાજ સિંહ, અક્ષર પટેલ, એરોન ફિન્ચ, મોહિત શર્મા, બરિંદર સરન, બેન દ્વારશૂસ, મનોજ તિવારી, અક્ષદીપ નાથ, પ્રદીપ સાહૂ, મયંક ડાંગર અને મંજૂર ડારનો કરાર પૂરો કરી લીધો હતો. જ્યારે પોતાના ખેલાડી માર્કસ સ્ટોઇનિસને બેંગલુરૂ સાથે ટ્રાન્સફર કરી તેના બદલે મંદીપ સિંહને ટીમમાં સામેલ કર્યો હતો. ત્યારબાદ તેની ટીમમાં રવિચંદ્રન અશ્વિન, લોકેશ રાહુલ, ક્રિસ ગેલ, એંડ્રયૂ ટાઈ, મયંક અગ્રવાલ, અંકિત રાજપૂત, મુજીબ ઉર રહમાન, કરૂણ નાયર અને ડેવિડ મિલર બાકી રહ્યાં હતા.
'SENA'માં કોહલીની 11 સદી, માત્ર એક ટેસ્ટમાં જીત્યું ભારત
આશા પ્રમાણે લગાવ્યો દાવ
કિંગ્સ ઇલેવન પંજાબે મંગળવાર (18 ડિસેમ્બર) થયેલી હરાજીમાં આશા પ્રમાણે સૌથી વધુ 13 ખેલાડીઓ ખરીદ્યા હતા. તેમાં વરૂણ ચક્રવર્તી, સૈમ કરન, મોહમ્મદ શમી, પ્રભુસિમરન સિંહ, અદ્નિવેશ અયાચી, હરપ્રીત બરાર, મુરૂગન અશ્વિન સામેલ છે. કિંગ્સ ઇલેવન પંજાબે વરૂણ ચક્રવર્તીને 8.4 કરોડમાં ખરીદ્યો હતો. વરૂણ સૌથી મોંઘો ખેલાડી બન્યો છે. પંજાબની ટીમ યુવા ઓલરાઉન્ડર સૈમ કરનને પણ પોતાની સાથે જોડવામાં સફળ રહી હતી.
આગામી વર્ષે જ્યારે આઈપીએલ રમાશે ત્યારે વિરેન્દ્ર સહેવાગ પણ પંજાબની ટીમ સાથે જોવા મળશે નહીં. પ્રીતિ ઝિંટાની આ ફ્રેન્ચાઇઝીએ સહેવાગની જગ્યાએ ન્યૂઝીલેન્ડના માઇકલ હેસનને કોચ બનાવ્યા છે.
IPL Auction 2019 : હરાજીમાં પસંદ કરાયેલી ત્રીજો કાશ્મીરી ક્રિકેટર બન્યો ડાર
હવે આવું છે ટીમનું કોમ્બિનેશન
ઓપનરઃ લોકેશ રાહુલ, ક્રિસ ગેલ, મયંક અગ્રવાલ.
મિડલ ઓર્ડર, કરૂણ નાયર, ડેવિડ મિલર, મંદીપ સિંહ, સરફરાઝ ખાન,
ઓલરાઉન્ડર, મોઇજેઝ હેનરિક્સ, સૈમ કરન, વરૂણ ચક્રવર્તી, અગ્નિવેશ અયાચી, દર્શન નાલકંડે, હરપ્રીત બરાર.
વિકેટકીપરઃ નિકોલસ પૂરન, પ્રભુસિમરન સિંહ.
ફાસ્ટ બોલરઃ એંડ્રયૂ ટાઈ, મોહમ્મદ શમી, અંકિત રાજપૂત, હરદુસ વિલજોન, અર્શદીપ સિંહ.
સ્પિનરઃ રવિચંદ્રન અશ્વિન, મુજીબ ઉર રહમાન, મુરગન અશ્વિન.