નવી દિલ્હીઃ આ વર્ષે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)નું સમાપન રોમાંચક મેચથી થયું જ્યાં મુંબઈએ ચેન્નઈને એક રનથી હરાવીને ચોથી વખત ટાઇટલ પર કબજો કર્યો હતો. હવે તમામનું ધ્યાન આ મહિનાના અંતમાં શરૂ થઈ રહેલા વિશ્વ કપ પર લાગી જશે. પરંતુ આ આઈપીએલમાં કઈ નવી વસ્તુ અને સિદ્ધિઓ પણ રહી જેથી આ સિઝન લાંબા સમય સુધી યાદ કરવામાં આવશે. આ વખતે કેટલાક સિતારાતો વધુ ચમક્યા તો કેટલાકની ચમક ફીકી પડી. તો તો કેટલાક નવા સિતારા પણ રહ્યાં જે આ આઈપીએલમાં પોતાની ઉંડી છાપ છોડી ગયા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘણા નવા સિતારા મળ્યા આ સિઝનમાં
આ સિઝનમાં આમ તો વધુ ખેલાડીઓએ શરૂઆત કરી અને જે ખેલાડીઓએ શરૂઆત કરી ત્યારે મોટુ નામ નહતા. કેટલાક ખેલાડીઓ ડોમેસ્ટિક ક્રિકેટમાં પોતાની છાપ છોડી તુક્યા હતા તો કેટલાક વિદેશી ખેલાડી આંતરરાષ્ટ્રીય સ્તર પર કેટલાક મેચ રમીને આઈપીએલમાં પોતાની કિસ્મત અજમાવી રહ્યાં હતા. આ વર્ષે પોતાના પ્રદર્શનથી લોકોનું ધ્યાન ખેંચનારા ખેલાડીઓમાં રાહુલ ચહર, રિયાન પરાગ, નવદીપ સૈની, શ્રેયસ ગોપાલ અને અલ્ઝારી જોસેફ મુખ્ય છે. આ નામ ભલે નવા હોય પરંતુ આ આઈપીએલમાં નવા સિતારા તરીકે ઉભર્યાં છે. 


1. રાહુલ ચહર
રાહુલ ચહર મુંબઈની સિતારાથી ભરેલી ટીમમાં એક એવું નામ હતું જે ચમક્યો તો ખુબ ચમક્યો અને તમામનું દિલ જીતી લીધું. રાહુલ ચહર 2017 બાદ આ વર્ષે મુંબઈ માટે મેદાનમાં ઉતર્યો. આમ તો રાહુલે 13 મેચોમાં માત્ર 13 વિકેટ ઝડપી, પરંતુ તેણે સૌથી વધુ ચેન્નઈ વિરુદ્ધ મેચમાં પ્રભાવિત કર્યાં. પોતાના સ્પિનથી પ્લેઓફના ક્વોલિફાયર વનમાં ચેન્નઈના બેટ્સમેનોને ખુબ પરેશાન કર્યાં હતા. સચિને પણ રાહુલની પ્રશંસા કરી હતી. 


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર