IPL 2019: ધોનીએ કર્યો ખુલાસો, આ કારણે ન લીધો એક રન
ભારતના પૂર્વ ઓપનિંગ બેટ્સમેન અને પસંદગી સમિતિના પ્રમુખ રહેલા કૃષ્ણમાચારી શ્રીકાંતે કહ્યું કે, વર્તમાન કેપ્ટન વિરાટ કોહલી ક્યારેય જવાબદારીથી ભાગતો નથી જે સારા કેપ્ટનના લક્ષણ છે અને તે મહેન્દ્ર સિંહ ધોનીની સાથે મળીને ભારતને વિશ્વ કપ અપાવી શકે છે.
ન્યૂયોર્કઃ ભારતના પૂર્વ ઓપનિંગ બેટ્સમેન અને પસંદગી સમિતિના પ્રમુખ રહેલા કૃષ્ણમાચારી શ્રીકાંતે કહ્યું કે, વર્તમાન કેપ્ટન વિરાટ કોહલી ક્યારેય જવાબદારીથી ભાગતો નથી જે સારા કેપ્ટનના લક્ષણ છે અને તે મહેન્દ્ર સિંહ ધોનીની સાથે મળીને ભારતને વિશ્વ કપ અપાવી શકે છે. ભારતની 1983 વિશ્વ વિજેતા ટીમના મહત્વની સભ્ય રહેલા શ્રીકાંત 2011માં પસંદગી સમિતિના પ્રમુખ હતા જ્યારે ભારતે 28 વર્ષ બાદ વિશ્વ કપ પર કબજો કર્યો હતો.
‘કિંગ’ કોહલી અને ‘કુલ’ ધોની ભારતને અપાવી શકે છે વિશ્વ કપઃ શ્રીકાંત
તેમનું માનવું છે કે કોહલીની આક્રમકતા અને મહેન્દ્ર સિંહ ધોનીનું શાંત વલણ ભારતને ફરીથી વિશ્વ કપ અપાવી શકે છે. તેમણે કહ્યું, 'અમારી પાસે વિરાટ કોહલીના રૂપમાં શાનદાર કેપ્ટન છે જે મોર્ચાની આગેવાની કરે છે.' તેના વિશે સારી વાત છે કે તે જવાબદારી લે છે. કિંગ કોહલી અને કુલ ધોની મળીને ભારતને ફરી વિશ્વ કપ અપાવી શકે છે.
IPL 2019: ધોની 200 છગ્ગા ફટકારનાર પ્રથમ ભારતીય, ટૂર્નામેન્ટમાં 4 હજાર રન બનાવનાર પહેલો કેપ્ટન
શ્રીકાંતે વિશ્વ કપ માટે ભારતની 15 સભ્યોની ટીમ પર પ્રસન્નતા વ્યક્ત કરતા કહ્યું કે, આ ટીમ ટાઇટલ જીતવા માટે સક્ષમ છે. તેમણે કહ્યું, આ પેશન, શાંત વલણ અને દબાણને સહન કરવાની શક્તિ બધું રાખે છે. ભારતીય ટીમને પોતા પર વિશ્વાસ રાખીને કોઈપણ દબાવ વિના રમવું જોઈએ. તેમણે કહ્યું, જ્યારે આત્મવિશ્વાસની વાત કરીએ તો કપિલ દેવ યાદ આવે છે. પેશન માટે સચિન તેંડુલકર, આક્રમકતા માટે વિરાટ કોહલી અને દ્રઢતા માટે ધોની. શ્રીકાંત અહીં યૂનિસેફની સાથે આઈસીસીના ક્રિકેટ ફોર ગુડ કાર્યક્રમ 'વન ડે ફોર ચિલ્ડ્રન' માટે હાજર હતા.