દિલ્હી: IPL 2019ની 16મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે દિલ્હી કેપિટલ્સને 5 વિકેટે હરાવીને ટુર્નામેન્ટની સતત ત્રીજી મેચ જીતી છે. 130 રનનો પીછો કરતા સનરાઇઝર્સ હૈદરાબાદે 18.3 ઓવરમાં 131 રન કર્યા હતા. તેમના માટે વિકેટ કીપર ઓપનર જોની બેરસ્ટો શાનદાર શરૂઆત અપાવતા 28 બોલમાં 48 રન કર્યા હતા. તે સિવાય અન્ય ખેલાડીઓ નિયમિત અંતરે આઉટ થતા રહ્યા હતા પણ સ્કોરબોર્ડનું દબાણ ન હોવાથી હૈદરાબાદે સરળતાથી મેચ જીતી હતી. દિલ્હી માટે રાહુલ તેવટિયા, અક્ષર પટેલ, સંદીપ લામીછાને, કગીસૉ રબાડા અને ઇશાંત શર્માએ 1-1 વિકેટ લીધી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હી કેપિટલ્સે 20 ઓવરના અંતે 8 વિકેટ ગુમાવીને 129 રન કર્યા છે. અને હૈદરાબાદને 130 રનનો ટાર્ગેટ આપ્યો હતો. દિલ્હી ઇનિંગ્સ દરમિયાન નિયમિત વિકેટ ગુમાવતું રહ્યું હતું. તેમના માટે શ્રેયસ ઐયરે સૌથી વધારે 43 રન કર્યા હતા. અને અક્ષર પટેલે 13 બોલમાં 23 રન કરી નોટઆઉટ રહ્યો હતો. અન્ય કોઈ બેટ્સમેન 20 રનનો આંકડો પણ પાર કરી શક્યો નોહતો. સનરાઇઝર્સ હૈદરાબાદ માટે ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ નાબી અને સિદ્ધાર્થ કોલે 2-2 લીધી હતી. જયારે રાશિદ ખાન અને સંદીપ શર્માએ 1-1 વિકેટ મળી હતી.


VIDEO: સ્ટેડિયમમાં તખ્તી સાથે ઉભા હતા દાદી, ધોનીને માહિતી મળતા દોડતો સ્ટેડિયમમાં પહોંચ્યો


ઇન્ડિયન પ્રીમિયર લીગ 2019ની 16મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટ્ન ભુવનેશ્વર કુમારે દિલ્હીના ફિરોઝશાહ કોટલા સ્ટેડિયમ ખાતે ટોસ જીતીને બોલિંગ લીધી છે. હૈદરાબાદે પોતાની ટીમમાં કોઈ ફેરફાર કર્યો ન હતો. જયારે દિલ્હીની ટીમમાં 3 ફેરફાર કરવામાં આવ્યા હતા. ઇશાંત શર્મા, અક્ષર પટેલ અને રાહુલ તેવટિયા ને હનુમા વિહારી, હર્ષલ પટેલ અને આવેશ ખાનની જગ્યા મળી હતી. 


બંન્ને ટીમોના પ્લેઇંગ ઇલેવન 


દિલ્હીની ટીમ: શિખર ધવન, પૃથ્વી શૉ, શ્રેયસ ઐયર (કેપ્ટ્ન), ઋષભ પંત(વિકેટકીપર), કોલીન ઇન્ગ્રામ, ક્રિસ મોરિસ, સંદીપ લામીચાને, કગીસૉ રબાડા, ઇશાંત શર્મા, અક્ષર પટેલ અને રાહુલ તેવટિયા


હૈદરાબાદની ટીમ: ડેવિડ વોર્નર, જોની બેરિસ્ટો(વિકેટકીપર), મનીષ પાંડે, વિજય શંકર, મોહમ્મદ નાબી, યુસુફ પઠાણ, રાશિદ ખાન, ભુવનેશ્વર કુમાર (કેપ્ટ્ન), દિપક હુડા, સંદીપ શર્મા અને સિદ્ધાર્થ કોલ