DC vs SRH: પ્લેઓફમાં સ્થાન પાક્કુ કરવા આજે હૈદરાબાદ સામે ટકરાશે દિલ્હી, જાણો સંભવિત 11
આઈપીએલની 13મી સીઝનની 47મી મેચમાં આજે દિલ્હી કેપિટલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ આમને-સામને હશે.
દુબઈઃ આઈપીએલની 13મી સીઝનની 47મી મેચમાં આજે દિલ્હી કેપિટલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ આમને-સામને હશે. દિલ્હી આ મહત્વની મેચમાં જીત મેળવી પ્લેઓફમાં જગ્યા પાક્કી કરવાનો પ્રયાસ કરશે. તેણે છેલ્લી બંન્ને મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. દુબઈમાં આ મુકાબલો સાંજે 7.30 કલાકે શરૂ થશે.
કોલકત્તા નાઇટ રાઇડર્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વિરુદ્ધ હાર બાદ દિલ્હીને હવે પોતાના પોઈન્ટની સંખ્યા 16 પર પહોંચાડવા માટે એક જીતની જરૂર છે. જેથી તે ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી જશે.
બીજીતરફ સનરાઇઝર્સની પ્લેઓફમાં પહોંચવાની આશા જો-તો પર ટકેલી છે. ડેવિડ વોર્નરની આગેવાની વાળી ટીમના 11 મેચોમાં 8 પોઈન્ટ છે અને તે ટેબલમાં સાતમાં સ્થાને છે. પ્લેઓફમાં પહોંચવા માટે તેને ન માત્ર બધી મેચ જીતવી પડશે, પરંતુ બાકી મેચોમાં પણ અનુકૂળ પરિણામની આશા કરવી પડશે.
દિલ્હીની પાસે આક્રમક બેટિંગ અને મજબૂત બોલિંગ છે. તે કોઈ એક ખેલાડી પર નિર્ભર નથી કારણ કે અલગ-અલગ સમય પર તેના ખેલાડીઓએ સારૂ પ્રદર્શન કરી ટીમને સારી સ્થિતિમાં પહોંચાડી છે.
પરંતુ છેલ્લી ત્રણ મેચોમાં શિખર ધવનને છોડીને દિલ્હીના બાકીના બેટ્સમેનો સારૂ પ્રદર્શન કરી શક્યા નથી. ચેન્નઈ વિરુદ્ધ સદી ફટકારી ટીમને જીત અપાવનાર ધવને પંજાબ સામે સદી ફટકારી પરંતુ અન્ય બેટ્સમેનો નિષ્ફળ રહેતા ટીમે હારનો સામનો કરવો પડ્યો હતો.
બોલિંગમાં દક્ષિણ આફ્રિકાના કગિસો રબાડા (23 વિકેટ) અને એનરિક નોર્ત્જે (14)એ દમદાર પ્રદર્શન કર્યું છે. તો જરૂર સમયે અક્ષર પટેલ અને અશ્વિને પણ સ્પિન વિભાગની કમાન સંભાળી છે.
સનરાઇઝર્સની ટીમ આ મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબ વિરુદ્ધ મનોબળ તોડનારી હારની સાથે ઉતરશે. તેની ટીમ પાછલી મેચમાં 127 રનનો લક્ષ્ય હાસિલ કરવામાં નિષ્ફળ રહી હતી. ઓપનિંગ બેટ્સમેન વોર્નર અને બેયરસ્ટો આઉટ થયા બાદ ટીમ મુશ્કેલીમાં આવી ગઈ હતી.
સંભવિત ઇલેવનઃ
સનરાઇઝર્સ હૈદરાબાદઃ ડેવિડ વોર્નર, જોની બેયરસ્ટો, મનીષ પાંડે, વિજય શંકર, પ્રિયમ ગર્ગ, જેસન હોલ્ડર, રાશિદ ખાન, અબ્દુલ સમદ, ટી નટરાજન, સંદીપ શર્મા, ખલીલ અહમદ.
દિલ્હી કેપિટલ્સઃ શિખર ધવન, અંજ્કિય રહાણે, શ્રેયસ અય્યર, રિષભ પંત, શિમરન હેટમાયર, માર્કસ સ્ટોયનિસ, અક્ષર પટેલ, આર અશ્વિન, કગિસો રબાડા, એનરિક નોર્ત્જે, તુષાર દેશપાંડે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube