અબુધાબીઃ સમાન સ્થિતિનો સામનો કરી રહેલી ચેન્નઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં આજે અહીં આમને સામને હશે તો બંન્ને ટીમોને ખ્યાલ હશે કે આ મેચમાં હાર તેની પ્લેઓફમાં જગ્યા બનાવવાની રહેલી આશાને પણ તોડી શકે છે. સુપર કિંગ્સ અને રોયલ્સ બંન્ને હાલની સીઝનમાં અત્યાર સુધી આશા પ્રમાણે ખરી ઉતરવામાં નિષ્ફળ રહી છે અને બંન્ને ટીમો પોઈન્ટ ટેબલમાં ક્રમશઃ છઠ્ઠા અને સાતમાં સ્થાન પર ચાલી રહી છે. બંન્ને ટીમોના 9 મેચમાં છ પોઈન્ટ છે પરંતુ સુપર કિંગ્સની ટીમ સારી નેટ રનરેટના આધાર પર છઠ્ઠા સ્થાને છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બંન્ને ટીમોએ હવે પાંચ-પાંચ મેચ રમવાની છે અને તેવામાં બંન્નેનો માર્ગ આસાન નથી કારણ કે તેને ખ્યાલ છે કે હવે એક હારનો સામનો કરવાની સ્થિતિમાં નથી. બંન્ને ટીમોએ શનિવારે પોતાની છેલ્લી મેચ ગુમાવી હતી. એમએસ ધોનીની આગેવાની વાળી સુપર કિંગ્સને ટોપમાં રહેલી દિલ્હી કેપિટલ્સ સામે પાંચ વિકેટે હારનો સામનો કરવો પડ્યો જ્યારે રાજસ્થાનને બેંગલોરે હરાવ્યું હતું. 


સુપર કિંગ્સને આ મેચ દરમિયાન મોટો ઝટકો લાગ્યો જ્યારે તેનો સ્ટાર ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવો ગ્રોઇનની ઈજાને કારણે થોડા દિવસ માટે બહાર થઈ ગયો છે. સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ જીત બાદ વાપસી કરનાર ચેન્નઈએ દિલ્હી સામે ખરાબ ફીલ્ડિંગ અને શિખર ધવનની સદીને કારણે હારનો સામનો કરવો પડ્યો હતો. ધવને ઘણા જીવનદાનનો ફાયદો ઉઠાવતા આઈપીએલમાં પોતાની પ્રથમ સદી ફટકારી જ્યારે અક્ષર પટેલે જાડેજાની અંતિમ ઓવરમાં ત્રણ છગ્ગા ફટકારી દિલ્હીની ટીમને જીત અપાવી હતી. સુપર કિંગ્સની ફીલ્ડિંગ ખરાબ રહી હતી. 


રાજસ્થાન રોયલ્સની સ્થિતિ પણ ખુબ ખરાબ છે. ટીમ માટે પરંતુ કેપ્ટન સ્ટીવ સ્મિથની ફોર્મમાં વાપસી સારા સમાચાર છે જેણે શનિવારે 57 રન બનાવ્યા હતા. ટીમ સાથે પાછળથી જોડાનાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ હજુ સુધી આશા પ્રમાણે પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યો છે જ્યારે જોસ બટલરની બેટિંગમાં સાતત્યતાનો અભાવ છે. સંજૂ સેમસન પ્રથમ બે મેચ બાદ સતત ફ્લોપ રહ્યો છે. તો ઉથપ્પાએ પાછલી મેચમાં ફોર્મ હાસિલ કરી લીધું હતું. બોલિંગ પણ રાજસ્થાન માટે ચિંતાનો વિષય છે. જોફ્રા આર્ચર સિવાય કોઈપણ બોલર ખાસ પ્રદર્શન કરી શક્યો નથી.


રાજસ્થાન રોયલ્સઃ સ્ટીવ સ્મિથ, જોસ બટલર, મનન વોહરા, રિયાન પરાગ, સંજુ સેમસન, શશાંક સિંઘ, બેન સ્ટોક્સ, મહિપાલ લોરમોર, અંકિત રાજપૂત, જોફ્રા આર્ચર, મયંક માર્કંડેય, રાહુલ તેવાટીયા, શ્રેયસ ગોપાલ, વરૂણ આરોન, જયદેવ ઉનડકટ, યશસ્વી જયસ્વાલ, રોબિન ઉથપ્પા, કાર્તિક ત્યાગી, આકાશ સિંઘ, અનુજ રાવત, અનિરુધ જોશી, ડેવિડ મિલર, ઓશાને થોમસ, એન્ડ્રુ ટાઇ અને ટોમ કરન.


ચેન્નઈ સુપર કિંગ્સઃ એમએસ ધોની, અંબાતી રાયડુ,  દીપક ચાહર, રવિન્દ્ર જાડેજા, શેન વોટસન, ફાફ ડુપ્લેસિસ, કેએમ આસિફ, ડ્વેન બ્રાવો, ઇમરાન તાહિર, જગદીશન નારાયણ, કરણ શર્મા, કેદાર જાધવ, લુંગી એન્ગિડી, મિશેલ સેન્ટનર, મોનુ સિંહ , મુરલી વિજય, ઋુતુરાજ ગાયકવાડ, શાર્દુલ ઠાકુર, સેમ કરન, પિયુષ ચાવલા, જોશ હેઝલવુડ અને સાંઇ કિશોર.


વાંચો આઈપીએલના તમામ સમાચાર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર