દુબઈઃ બેટ્સમેનોની નિષ્ફળતાને કારણે પાછલી મેચોમાં અપેક્ષિત પરિણામ હાસિલ ન કરી શકનાર ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અંબાતી રાયડૂ Ambati Rayudu) અને ડ્વેન બ્રાવો (Dwayne Bravo)ના ફિટ થવાથી સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) વિરુદ્ધ આજે અહીં રમાનારી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) મેચમાં વધુ મજબૂતી સાથે મેદાનમાં ઉતરશે. ચેન્નઈની આઈપીએલની ઉદ્ધાટન મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ પર જીતનો નાયક રહેલ રાયડૂ સ્નાયુ ખેંચાઇ જવાને કારણે આગામી બે મેચ ન રમી શક્યો જ્યારે બ્રાવો કેરેબિયન પ્રીમિયર લીગ દરમિયાન ઈજાગ્રસ્ત થયો અને તેણે આઈપીએલની આ સીઝનમાં કોઈ મેચ રમી નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાયડૂ અને બ્રાવો કરશે વાપસી
ચેન્નઈ સુપર કિંગ્સના સીઈઓ કેએસ વિશ્વનાથને ગુરૂવારે કહ્યુ, 'રાયડૂ અને બ્રાવો બંન્ને પસંદગી માટે ઉપલબ્ધ છે.' તેન્નઈ અને સનરાઇઝર્સની ટીમોને આઈપીએલમાં શરૂઆતથી સંતુલિત માનવામાં આવી છે પરંતુ આ વખતે બંન્ને ટીમોએ પ્રથમ ત્રણ મેચમાં બે મેચ ગુમાવી છે. રાયડૂ ફિટ થવાનો મતલબ છે કે તેને ખરાબ ફોર્મમાં રહેલા મુરલી વિજયના સ્થાને લેવામાં આવી શકે છે પરંતુ બ્રાવોના મામલામાં તે ન કહી શકાય કારણ કે તેને અંતિમ ઇલેવનમાં લેવા માટે એમએસ ધોનીએ બેટિંગ ક્રમમાં ફેરફાર કરવો પડશે. 


આ વાત આપી રહી છે સીએસકેને ટેન્શન
કેદાર જાધવનું ખરાબ ફોર્મ ચોક્કસ પણે ધોની માટે ચિંતાનો વિષય હશે, કારણ કે તેનું સ્થાન લેવા માટે ટીમમાં કોઈ યોગ્ય વિકલ્પ નજર આવી રહ્યો નથી. બ્રાવોના સ્થાને સેમ કરનને લેવામાં આવ્યો હતો અને તેણે અત્યાર સુધી ચેન્નઈ તરફથી પ્રથમ ત્રણ મેચમાં પોતાની બોલિંગ અને બેટિંગ બંન્નેથી પ્રભાવિત કર્યાં છે. બ્રાવોને ટીમમાં રાખવા માટે ધોનીએ શેન વોટસન કે જોશ હેઝલવુડમાંથી કોઈ એકને બહાર રાખવા પડશે. 


સનરાઇઝર્સને જોઈએ બિગ હિટર
બીજીતરફ કેન વિલિયસમન આવવાથી સનરાઇઝર્સનો મધ્યમક્રમ મજબૂત થયો જેથી તે બે હાર બાદ પોતાની પ્રથમ જીત મેળવવામાં સફળ રહ્યું. જોની બેયરસ્ટો અને ડેવિડ વોર્નર પણ યોગદાન આપી રહ્યાં છે. સનરાઇઝર્સે સફળતા હાસિલ કરવી હોય તો તેણે મધ્યમક્રમમાં એક સારા 'બિગ હિટર'ની જરૂર છે કારણ કે બેયરસ્ટો, વોર્નર અને વિલિયમસન નિષ્ફળ થવા પર ટીમ  પરેશાનીમાં પડી શકે છે. 


આ ખેલાડીઓ પાસે આશા
કાશ્મીરના અબ્દુલ સમાદે આશા જગાવી છે જ્યારે પ્રિયમ ગર્ગ અને અભિષેક શર્માએ પોતાની રમતમાં સુધાર કરવાની જરૂર છે. જ્યાં સુધી બોલિંગનો સવાલ છે તો બંન્ને ટીમ બોલિંગ વિભાગમાં એક જેવી લાગે છે. ચેન્નઈના દીપક ચાહર, હેઝલવુડ, કરન, જાડેજા અને ચાવલા દુબઈની ધીમી વિકેટ પર ઉપયોગી સાબિત થઈ શકે છે, જ્યારે હૈદરાબાદને ડેથ ઓવરોના નિષ્ણાંતના રૂપમાં ટી નટરાજન મળ્યો છે, જે વિશ્વમાં ટી-20મા નંબર એક બોલર રાશિદ ખાનનો સહયોગી સાબિત થઈ શકે છે. રાશિદે દિલ્હી વિરુદ્ધ ત્રણ વિકેટ ઝડપીને શાનદાર પ્રદર્શન કર્યું હતું. તો ભુવનેશ્વર કુમાર પણ ફોર્મમાં આવી ગયો છે. 


ચેન્નઈ સુપર કિંગ્સઃ એમએસ ધોની, અંબાતી રાયડુ,  દીપક ચાહર, રવિન્દ્ર જાડેજા, શેન વોટસન, ફાફ ડુપ્લેસિસ, કેએમ આસિફ, ડ્વેન બ્રાવો, ઇમરાન તાહિર, જગદીશન નારાયણ, કરણ શર્મા, કેદાર જાધવ, લુંગી એન્ગિડી, મિશેલ સેન્ટનર, મોનુ સિંહ , મુરલી વિજય, ઋુતુરાજ ગાયકવાડ, શાર્દુલ ઠાકુર, સેમ કરન, પિયુષ ચાવલા, જોશ હેઝલવુડ અને સાંઇ કિશોર.


સનરાઇઝર્સ હૈદરાબાદઃ ડેવિડ વોર્નર, જોની બેયરસ્ટો, કેન વિલિયમ્સન, મનીષ પાંડે, શ્રીવત્સ ગોસ્વામી, રિદ્ધિમાન સાહા, અભિષેક શર્મા, મોહમ્મદ નબી, વિજય શંકર, બેસિલ થંમ્પી, ભુવનેશ્વર કુમાર, બિલી સ્ટેનલેક, ખલીલ અહેમદ, રાશિદ ખાન, સંદીપ શર્મા, શાહબાઝ નદીમ, સિદ્ધાર્થ કૌલ , ટી નટરાજન, વિરાટ સિંહ, પ્રિયમ ગર્ગ,  બી સંદીપ, ફેબિયન એલન, સંજય યાદવ અને અબ્દુલ સમાદ, જેસન હોલ્ડર.


વાંચો આઈપીએલના તમામ સમાચાર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર