શારજાહઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2020)ની 13ની સીઝનમાં આજે સાંજે દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals)નો સામનો એમએસ ધોનીની ચેન્નઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) સામે શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં થશે. મહેન્દ્ર સિંહ ધોનીએ સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ ત્રણ સ્પિનર ઉતાર્યા હતા. તેમનો આ મૂવ સફળ પણ રહ્યો અને ટીમને જીત મળી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધોની ધીમી થતી પિચો પર એક અલગ કેપ્ટન હોય છે. તેને ખ્યાલ છે કે આ પિચો પર શું કરવાનું છે. ટૂર્નામેન્ટ હવે તે તરફ આગળ વધી ચુકી છે અને મોટાભાગની પિચો ધીમી જોવા મળી રહી છે. તેવામાં ચેન્નઈ બીજી ટીમો પર હાવી થઈ શકે છે. તેની પાસે રવિન્દ્ર જાડેજા, પિયૂષ ચાવલા અને કરણ શર્મા, ઇમરાન તાહિરના રૂપમાં ચાર શાનદાર સ્પિનર છે. તાહિર હજુ સુધી રમ્યો નથી. ડ્વેન બ્રાવો અને શેન વોટસન પણ આ પ્રકારની ધીમી પિચ પર ખતરનાક સાબિત થાય છે. 


શારજાહની પિચ પર શરૂઆતમાં રન બનાવવા સરળ હતા પરંતુ હવે આ પિચ ધીમી થઈ ગઈ છે જે ચેન્નઈ માટે વરદાન છે. ઓછામાં ઓછી છેલ્લી કેટલીક મેચમાં આ જોવા મળ્યું છે. દિલ્હી માટે શિખર ધવન, પૃથ્વી શો અને બાકી બેટ્સમેન કઈ રીતે આ સ્થિતિનો સામનો કરે છે તે જોવાનું રહેશે. 


કેપ્ટન શ્રેયસ અય્યર પાછલી મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો. તેના સ્થાને ધવને આગેવાની કરી હતી. મેચ બાદ ધવને કહ્યુ હતુ કે, અય્યરને ઈજાનો બાદમાં ખ્યાલ આવશે. અત્યાર સુધી સ્થિતિ સ્પષ્ટ નથી અને જો અય્યર નહીં રમે તો દિલ્હી માટે ચિંતાનો વિષય રહેશે. ટીમે પહેલાથી જ અમિત મિશ્રા, ઈશાંત શર્મા અને રિષભ પંતની ઈજાનો સામનો કરી ચુકી છે. અમિત અને ઈશાંત તો બહાર થઈ ગયા છે. પંતની સ્થિતિ સ્પષ્ટ નથી. તેવામાં ધવન, શો, રહાણે, સ્ટોયનિસ, કેરીની જવાબદારી વધી જાય છે. 


Birthday Special: ફ્લાઈંગ શીખ મિલ્ખા સિંહના જન્મદિવસ પર જાણો 10 રસપ્રદ વાતો


ધીમી પિચોનો ફાયદો ઉઠાવવા માટે દિલ્હીની પાસે પણ રવિચંદ્રન અશ્વિન અને અક્ષર પટેલ છે. તો ફાસ્ટ બોલિંગમાં રબાડા અને એનરિક નોર્ત્જેની જોડીએ દમદાર પ્રદર્શન કર્યું છે. તુષાર  દેશપાંડેએ પાછલી મેચમાં પર્દાપણ કર્યુ અને તે સફળ રહ્યો હતો. દિલ્હીની માટે ચિંતાનો વિષય અય્યરની ઈજા અને તેનું રિપ્લેસમેન્ટ છે. 


ચેન્નઈ સંભવિત પ્લેઇંગ ઇલેવન
શેન વોટસન, સેમ કરન, ફાફ ડુ પ્લેસિસ, અંબાતી રાયડૂ, એમએસ ધોની, રવિન્દ્ર જાડેજા, ડ્વેન બ્રાવો, દીપક ચાહર, શાર્દુલ ઠાકુર, પિયૂષ ચાવલા, કરણ શર્મા. 


દિલ્હી સંભવિત ઇલેવન
શિખર ધવન, પૃથ્વી શો, અંજ્કિય રહાણે, શ્રેયસ અય્યર, માર્કસ સ્ટોયનિસ, એલેક્સ કેરી, અક્ષર પટેલ, આર. અશ્વિન, કગિસો રબાડા, એનરિક નોર્ત્જે, તુષાર દેશપાંડે. 


વાંચો આઈપીએલના તમામ સમાચાર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર