IPL 2020 DC vs RCB: આઈપીએલનો સૌથી રોમાંચક મુકાબલો, જે જીતશે તે પ્લેઓફમાં
આ મેચમાં હારનારી ટીમ પણ પ્લેઓફમાં પહોંચી શકે છે પરંતુ તે માટે તેણે અન્ય ટીમોના પરિણામ પર નિર્ભર રહેવુ પડશે. દિલ્હીની ટીમ ટૂર્નામેન્ટના પ્રથમ તબક્કામાં સૌથી દમદાર નજર આવી રહી હતી પરંતુ ત્યારબાદ તેનું નાટકીય પતન થયું.
અબુધાબીઃ દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર (Delhi Capitals vs Royal Challengers Banglore) ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2020)મા સોમવારે અહીં એકબીજા સામે ઉતરશે તો તેની નજર હારની લય તોડીને પોઈન્ટ ટેબલમાં ટોપ-2મા સ્થાન બનાવવા પર હશે.
કોઈપણ ભોગે જીત
દિલ્હી અને આરસીબીની મેચ એક રીતે ક્વાર્ટર ફાઇનલ જેવી બની ગઈ છે. બંન્ને ટીમ સતત હારથી ચિંતામાં છે. દિલ્હીએ સતત ચાર તો આરસીબીએ ત્રણ મેચ ગુમાવી છે. હવે બંન્ને ટીમો હારનો ક્રમ તોડીને ટોપ-2મા સ્થાન બનાવવા પ્રયાસ કરશે જેથી તેને ફાઇનલમાં જગ્યા બનાવવા માટે બે તક મળી શકે.
હારનારી ટીમ પાસે પણ હશે તક
આ મેચમાં હારનારી ટીમ પણ પ્લેઓફમાં પહોંચી શકે છે પરંતુ તે માટે તેણે અન્ય ટીમોના પરિણામ પર નિર્ભર રહેવુ પડશે. દિલ્હીની ટીમ ટૂર્નામેન્ટના પ્રથમ તબક્કામાં સૌથી દમદાર નજર આવી રહી હતી પરંતુ ત્યારબાદ તેનું નાટકીય પતન થયું. તેણે છેલ્લી જીત બે સપ્તાહ પહેલા મેળવી હતી. તેના બેટ્સમેન ચાલી રહ્યાં નથી અને બોલરો પણ પ્રથમ હાફની જેમ બોલિંગ કરી રહ્યાં નથી.
દિલ્હીની કમી ઓપનિંગ જોડી
દિલ્હીની સૌથી મોટી નબળાઈ ઓપનિંગ જોડીનો અભાવ છે. પૃથ્વી શો અને અંજ્કિય રહાણેએ શિખર ધવન સાથે જોડી બનાવી પરંતુ કોઈ સતત સારૂ પ્રદર્શન કરી શક્યા નથી. ત્યાં સુધી કે ધવન સતત બે મેચમાં સદી ફટકાર્યા બાદ છેલ્લી ત્રણ મેચમાં ચાલી શક્યો નથી. તેણે આ મેચોમાં 0, 0, 6 રન બનાવ્યા છે.
મધ્યમક્રમની જાન છે પંત પરંતુ કરી શક્યો નથી કમાલ
દિલ્હીની ટીમ મધ્યમક્રમમાં પંત પર નિર્ભર છે પરંતુ તે અત્યાર સુધી રંગમાં જોવા મળ્યો નથી. તેણે માત્ર 274 રન બનાવ્યા છે અને તેની સ્ટ્રાઇક રેટ 112.29ની છે. મુંબઈ ઈન્ડિયન્સના હાથે નવ વિકેટની હાર બાદ કેપ્ટન શ્રેયસ અય્યરે ખુલીને રમવાની વાત કરી હતી. તેણે કહ્યુ હતું કે અમારે બેટિંગ ક્રમમાં ફેરફાર વિશે વિચારવુ પડશે અને નિડર વલણ અપનાવવું પડશે. અમારે દરેક વસ્તુ સરળ રાખવી પડશે અને વધુ વિચારવું જોઈએ નહીં.
સતત હારથી દુખી બેંગલોર
આરસીબી પણ સતત હારથી દુખી છે. તેણે શનિવારે સનરાઇઝર્સ હૈદરાબાદના હાથે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. સતત ત્રણ હાર બાદ ટીમની વિરાટ કોહલી અને એબી ડિવિલિયર્સ પર નિર્ભરતા સાથે જોડાયેલી ચર્ચા પરી શરૂ થઈ ગઈ છે. કોહલી અને ડિવિલિયર્સ છેલ્લી બે મેચમાં ચાલી શક્યા નથી જેના કારણે ટીમે મોટી હારનો સામનો કરવો પડ્યો હતો. આરોન ફિન્ચના સ્થાને ઓપનિંગ ક્રમમાં જગ્યા બનાવનાર જોશ ફિલિપે સારી શરૂઆત કરી છે પરંતુ તે મોટા સ્કોરમાં બદલી શક્યો નથી.
હવામાનમાં પણ ફેરફાર
યૂએઈમાં હવામાન ઠંડુ થઈ રહ્યું છે અને તેવામાં ઝાકળની ભૂમિકા વધી ગઈ છે. પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને ટીમ ટોસ જીતી પ્રથમ ફીલ્ડિંગ પસંદ કરી રહી છે કારણ કે બાદમાં બેટિંગ કરવી સરળ છે. કોહલીએ સનરાઇઝર્સ વિરુદ્ધ હારનું એક કારણ તેને પણ માન્યું હતું.
સંભવિત પ્લેઇંગ XI
દિલ્હી કેપિટલ્સઃ શ્રેયસ અય્યર, કગિસો રબાડા, માર્કસ સ્ટોયનિસ, અંજ્કિય રહાણે, રવિચંદ્રન અશ્વિન, શિખર ધવન, શિમરોન હેટમાયર, પૃથ્વી શો, અક્ષર પટેલ, રિષભ પંત, એનરિચ નોર્ત્જે.
રોયલ ચેલેન્જર્સ બેંગલોર
વિરાટ કોહલી, એબી ડિવિલિયર્સ, જોશ ફિલિપ, ક્રિસ મોરિસ, મોહમ્મદ સિરાજ, દેવદત્ત પડિક્કલ, યુજવેન્દ્ર ચહલ, નવદીપ સૈની, ઇસુરૂ ઉડાના, ગુરકીરત સિંહ માન, વોશિંગટન સુંદર.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube