કોહલી પર ભડક્યો ગંભીર- 8 વર્ષમાં એકપણ ટ્રોફી નહીં, કેપ્ટનશિપ કેમ નથી છોડતો?
વિરાટ કોહલીની આગેવાની વાળી રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB)ની આઈપીએલ સફર સમાપ્ત થઈ ગઈ છે. સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ શુક્રવારે એલિમિનેટર મુકાબલો ગુમાવવાની સાથે કોહલીનું ટ્રોફી જીતવાનું સપનું એકવાર ફરી તૂટી ગયું છે.
નવી દિલ્હીઃ વિરાટ કોહલીની આગેવાની વાળી રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB)ની આઈપીએલ સફર સમાપ્ત થઈ ગઈ છે. સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ શુક્રવારે એલિમિનેટર મુકાબલો ગુમાવવાની સાથે કોહલીનું ટ્રોફી જીતવાનું સપનું એકવાર ફરી તૂટી ગયું છે. વિરાટ કોહલીએ 2013મા પૂર્ણ રૂપથી આરસીબીની કમાન સંભાળી હતી. તેની આગેવાનીમાં ટીમ અત્યાર સુધી માત્ર એકવાર 201+મા ફાઇનલમાં પહોંચી, પરંતુ ઉપ વિજેતા રહી હતી.
ભારતના પૂર્વ બેટ્સમેન ગૌતમ ગંભીરને લાગે છે કે વિરાટ કોહલીને રોયલ ચેલેન્જર્સ બેંગલોરના કેપ્ટન પદેથી હટાવી દેવો જોઈએ. ગંભીરે કહ્યુ કે, 8 વર્ષ ઘણો મોટો સમય હોય છે અને જો ટીમ આ સમયગાળામાં એકપણ ટાઇટલ જીતવામાં નિષ્ફળ રહે છે તો કેપ્ટને જવાબદાર હોવું જોઈએ.
કોલકત્તા નાઇટ રાઇડર્સને બે વખત ચેમ્પિયન બનારનાર પૂર્વ કેપ્ટન ગૌતમ ગંભીરે ક્રિકઇન્ફોને લાઇવ ઈન્ટરવ્યૂમાં કહ્યુ, આ તક છે કોહલી આગળ આવે અને આ પરિણામ માટે જવાબદારી લે.
તે પૂછવા પર કે જો તે ફ્રેન્ચાઇઝીના પ્રભારી હોત, તો કેપ્ટન બદલી દેત? ગંભીરે કહ્યુ, '100 ટકા, કારણ કે સમસ્યા જવાબદારી વિશે છે. ટૂર્નામેન્ટમાં 8 વર્ષ (ટ્રોફી વગર)', 8 વર્ષ તો ખુબ લાંબો સમય છે. મને કોઈ અન્ય કેપ્ટન દેખાડો... કેપ્ટનને ભૂલી જાવ, મને કોઈ અન્ય ખેલાડી વિશે જણાવો, જે 8 વર્ષ સુધી કોઈ ટીમની સાથે રહ્યા બાદ ટાઇટલ ન જીતી શક્યો હોય અને ટીમ સાથે યથાવત હોય. આ જવાબદારી હોવી જોઈએ. એક કેપ્ટને જવાબદારી લેવાની જરૂર છે.
ગંભીરે કહ્યુ, આ માત્ર એક વર્ષની વાત નથી... અને ન માત્ર આ વર્ષની. હું વિરાટ કોહલીની વિરુદ્ધ નથી, પરંતુ તેણે સ્વીકાર કરવાની જરૂર છે અને તે કહે- હા, હું જવાબદાર છું, મારી જવાબદારી છે.
તેણે કહ્યું, 8 વર્ષ ખુબ લાંબો સમય હોય છે. જુઓ રવિચંદ્રન અશ્વિનની સાથે શું થયું. બે વર્ષની કેપ્ટનશિપ (કિંગ્સ ઇલેવન પંજાબ માટે)માં તે પરિણામ ન આવી શક્યો અને તેને હટાવી દેવામાં આવ્યો. આપણે એમએસ ધોની વિશે વાત કરીએ, આપણે રોહિત વિશે વાત કરીએ છીએ, વિરાટ વિશે વાત કરીએ છીએ. ના નહીં. ધોનીએ ત્રણ અને રોહિતે ચાર ટાઇટલ જીત્યા છે અને આ કારણ છે કે તેણે લાંબા સમય સુધી આગેવાની કરી. મને વિશ્વાસ છે કે જો રોહિત શર્માએ 8 વર્ષ સુધી કંઈ ન કર્યું હોત તો તેને હટાવી દેવામાં આવ્યો હોત. અલગ-અલગ લોકો માટે અલગ-અલગ માપદંડ ન હોવા જોઈએ.
ગંભીરે કહ્યુ, સમસ્યા અને જવાબદારી શીર્ષથી શરૂ થાય છે. ન મેનેજમેન્ટથી અને ન સપોર્ટ સ્ટાફથી, પરંતુ લીડરથી. તમે નેતૃત્વકર્તા છો, તમે કેપ્ટન છે, જ્યારે તમને શ્રેય મળે છે તો તમારે આલોચના માટે તૈયાર રહેવું જોઈએ. હાલની સીઝનમાં આરસીબીએ પ્રથમ 10માથી સાત મેચ જીતી, જ્યારે છેલ્લી પાંચ મેચ ગુમાવી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube