નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) આઈપીએલની આગીમી સીઝનની શરૂઆત 28 માર્ચથી શરૂ કરવા માંગે છે. પરંતુ ફ્રેન્ચાઈઝીઓને આ તારીખ કઈ જામતી હોય તેવું લાગતું નથી. આઠ ફ્રેન્ચાઈઝીનું કહેવું છે કે આ દરમિયાન બે મોટી સિરીઝ છે. જેના કારણે વિદેશી ખેલાડીઓને મુશ્કેલી થઈ શકે છે. એક ફ્રેન્ચાઈઝીના વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે આઈપીએલ (IPL) નું અધિકૃત કેલેન્ડર પણ જાહેર થયું નથી. આશા છે કે ગવર્નિંગ કાઉન્સિલ પોતાના જૂની રીત પ્રમાણે જશે જેમાં ડબલ હેડર રહેતા હતાં અને લીગ એક એપ્રિલની આસપાસ શરૂ થતી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

IPL 2020 : બેંગ્લુરુની ટીમમાં સૌથી ઓછા 21 ખેલાડી પણ વિરાટ કોહલી છે ખુશખુશાલ કારણ કે....


અત્રે જણાવવાનું કે આગામી માર્ચ મહિનામાં ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝિલેન્ડ 3 ટી20 મેચોની સિરીઝ રમાવાના છે. ઈંગ્લેન્ડ અને શ્રીલંકાની ટીમો પણ બે ટેસ્ટ મેચ રમાવાની છે. આઈપીએલ (IPL) ની આગામી સીઝન માટે ખેલાડીઓની હરાજી થઈ ગઈ છે. કોલકાતામાં 19 ડિસેમ્બરના રોજ થયેલી આ હરાજીમાં 62 ખેલાડીઓ પર બોલી લગાવવામાં આવી હતી. આ સાથે જ તમામ ટીમોની તસવીર પણ સ્પષ્ટ થઈ ગઈ છે. 


IPL 2020 : હરાજી પછી ફ્રેન્ચાઈઝી ટીમોનું બદલાયું સ્વરૂપ, જૂઓ Full Squad


એક ફ્રેન્ચાઈઝીના અધિકારીએ કહ્યું કે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝિલેન્ડની સિરીઝની  છેલ્લી ટી20 મેચ 29 માર્ચે પૂરી થશે. ઈંગ્લેન્ડ અને શ્રીલંકાની બીજી ટેસ્ટનો છેલ્લો દિવસ 31 માર્ચ છે. આ સ્થિતિમાં તમે સીઝનની શરૂઆત તમારા મોટા ખેલાડીઓ વગર કરશો તો તે સારી વાત નહીં રહે. જો આપણે એક એપ્રિલથી શરૂ કરીએ તો સારું રહેશે. આશા છે કે અમે જે કહીએ છીએ તેના પર આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલ ધ્યાન આપશે. 


જુઓ LIVE TV


IPL 2020: માત્ર 17 કરોડ ખિસ્સામાં લઈને બેસેલી સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમે ખાસ બાબત પર કર્યું હતું ફોકસ


એક અન્ય અધિકારીએ કહ્યું કે ગત વર્ષ અમારા ખેલાડીઓ અંતમાં જતા રહ્યાં હતાં. અને આ વખતે અમે અમારા ટોચના 4 ખેલાડીઓ વગર સીઝનની શરૂઆત કરી શકીએ છે. જેના પર આઈપીએલના ગવર્નિંગ કાઉન્સિલે ધ્યાન આપવું જોઈએ. કારણ કે અમે સારી શરૂઆત કરવાનું પસંદ કરીશું અને સીઝનની શરૂઆતમાં સારી લય મેળવવા માંગીશું. આઈપીએલની આવનારી સીઝનની તારીખો પર નિર્ણય ગવર્નિંગ કાઉન્સિેલે લેવાનો છે કે તેઓ માર્ચ 28થી લીગની શરૂઆત કરવા માગે છે કે પછી એક એપ્રિલથી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube