IPL 2020 : હરાજી પછી ફ્રેન્ચાઈઝી ટીમોનું બદલાયું સ્વરૂપ, જૂઓ Full Squad
ઓસ્ટ્રેલિયાનો પેટ કમિન્સ(Pet Cummins) સૌથી મોંઘો વેચાયો હતો. તેને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) દ્વારા રૂ.15.50 કરોડમાં ખરીદવામાં આવ્યો છે. ભારતીય ખેલાડીઓમાં પિયુષ ચાવલાને (Piyush Chawala) સૌથી વધુ રકમ મળી છે, જેને ચેન્નઈ સુપરકિંગ્સે (CSK) 6.75 કરોડમાં ખરીદ્યો હતો. આઈપીએલ ટ્રેડ વિન્ડો અંતર્ગત આ વખતે 8 ફ્રેન્ચાઈઝી દ્વારા 73 ખેલાડીને રીલીઝ કરાયા હતા, જેમાંથી 62 ખેલાડીને ખરીદવામાં આવ્યા છે.
Trending Photos
નવી દિલ્હીઃ ભારતની સૌથી લોકપ્રિય લીગ આઈપીએલની(IPL) આગામી સિઝનની તસવીર હવે સ્પષ્ટ થઈ ગઈ છે. આઈપીએલ-2020(IPL-2020) માટે ગુરૂવારે કોલકાતામાં 338 ખેલાડીઓની હરાજી(Auction) થઈ હતી, જેમાં 8 ફ્રેન્ચાઈઝી ટીમે 62 ખેલાડી પર બોલી લગાવી હતી. જેમાં 32 ખેલાડીઓને રૂ.1 કરોડથી વધુની રકમ મળી. બાકીના 30 ખેલાડીને રૂ.20 લાખથી ઉપરનો કરાર મળ્યો છે. હરાજીમાં વેચાયેલા 62 ખેલાડીમાં 29 વિદેશી છે.
આ હરાજીમાં ઓસ્ટ્રેલિયાનો પેટ કમિન્સ(Pet Cummins) સૌથી મોંઘો વેચાયો હતો. તેને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) દ્વારા રૂ.15.50 કરોડમાં ખરીદવામાં આવ્યો છે. ભારતીય ખેલાડીઓમાં પિયુષ ચાવલાને (Piyush Chawala) સૌથી વધુ રકમ મળી છે, જેને ચેન્નઈ સુપરકિંગ્સે (CSK) 6.75 કરોડમાં ખરીદ્યો હતો. આઈપીએલ ટ્રેડ વિન્ડો અંતર્ગત આ વખતે 8 ફ્રેન્ચાઈઝી દ્વારા 73 ખેલાડીને રીલીઝ કરાયા હતા, જેમાંથી 62 ખેલાડીને ખરીદવામાં આવ્યા છે. ખેલાડીઓની હરાજીના કારણે બધી ફ્રેન્ચાઈઝી ટીમમાં ફેરફાર થઈ ગયો છે. જાણો નવી ટીમ કેવી રચાઈ છે.
મુંબઈ ઈન્ડિયન્સ (MI) :
રોહિત શર્મા(કેપ્ટન), શેરફેન રધરફોર્ડ, સૂર્યકુમાર યાદવ, અનમોલ પ્રિત સિંહ, સૌરભ તિવારી, હાર્દિક પંડ્યા, જયંત યાદવ, કીરોન પોલાર્ડ, કૃણાલ પંડ્યા, અનુકૂલ રાય, ઈશાન કિશન, ક્વિન્ટન ડી. કોક, આદિત્ય તારે, નાથન કુલ્ટર નાઈલ, ધવલ કુલકર્ણી, જસપ્રીત બુમરાહ, લસિથ મલિંગા, ટ્રેન્ટ બોલ્ટ, મિશેલ મેકગ્લેન, રાહુલ ચાહર, મોહસિન ખાન, પ્રિન્સ બલવંત સિંહ, દિગ્વિજય દેશમુખ.
ચેન્નઈ સુપરકિંગ્સ (CSK) :
એમ.એસ. ધોની(કેપ્ટન), પીયુષ ચાવલા, સેમ કરન, જોશ હેઝલવૂડ, આર.સાઈ. કિશોર, સુરેશ રૈના, અંબાતી રાયડુ, શેન વોટ્સન, રવિન્દ્ર જાડેજા, કેદાર જાધવ, ફાફ ડૂ પ્લેસિસ, ડ્વેન બ્રાવો, દીપક ચાહર, હરભજન સિંહ, ઈમરાન તાહિર, શાર્દુલ ઠાકુર, કે.એમ. આસિફ, કર્ણ શર્મા, એન. જગદીશન, મોનુ કુમાર, મિશેલ સેન્ટનર, લનગી એનગિડી, ઋતુરાજ ગાયકવાડ, મુરલી વિજય.
કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) :
દિનેશ કાર્તિક(કેપ્ટન), નીતિશ રાણા, રિન્કુ સિંહ, શુભમન ગિલ, આન્દ્રે રસેલ, સુનીલ નરેન, સિદ્ધેશ લાડ, હેરી ગર્ને, કુલદીપ યાદવ, શિવમ માવી, પ્રસિદ્ધ કૃષ્ણ, સંદીપ વોરિયર, લોકી ફર્ગ્યુસન, કમલેશ નાગરકોટી, પેટ કમિન્સ, ઈયોન મોર્ગન, વરૂણ ચક્રવર્તી, ટોમ બેન્ટન, રાહુલ ત્રિપાઠી, પ્રવીણ તાંબે, એમ. સિદ્ધાર્થ, ક્રિસ ગ્રીન, નિખિલ નાઈક.
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) :
વિરાટ કોહલી(કેપ્ટન), એ.બી. ડિવિલિયર્સ, ગુરકીરત સિંહ, દેવદત્ત પિડિક્કલ, શિવમ દુબે, પવન નેગી, મોઈન અલી, વોશિંગટન સુંદર, પાર્થિવ પટેલ, યુજવેન્દ્ર ચહલ, મોહમ્મદ સિરાઝ, ઉમેશ યાદવ, નવદીપ સૈની, ક્રિસ મોરિસ, એરોન ફિન્ચ, ડેલ સ્ટેન, કેન રિચર્ડસન, ઈસુરુ ઉદાના, જોશુઆ ફિલિપ, પવન દેશપાંડે, શાહબાઝ અહેમદ.
સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) :
કેન વિલિયમ્સન(કેપ્ટન), ડેવિડ વોર્નર, મનીષ પાંડે, વિરાટ સિંહ, પ્રિયમ ગર્ગ, અબ્દુલ સમદ, ભુવનેશ્વર કુમાર, ખલીલ અહેમદ, સંદીપ શર્મા, સિદ્ધાર્થ કોલ, બિલી સ્ટેનલેક, ટી. નટરાજ, અભિષેક શર્મા, શાહબાઝ નદીમ, મિશેલ માર્શ, ફેબિયન એલન, વિજય શંકર, મોહમ્મદ નબી, રાશિદ ખાન, સંજય યાદવ, જોની બેરસ્ટો, ઋદ્ધિમાન સાહા, શ્રીવત્સ ગોસ્વામી.
દિલ્હી કેપિટલ્સ (DC) :
શ્રેયસ ઐયર(કેપ્ટન), અજિંક્ય રહાણે, શિખર ધવન, જેસન રોય, અક્ષર પટેલ, હર્ષલ પટેલ, આર. અશ્વિન, માર્કસ સ્ટોઈનિસ, ક્રિસ વોક્સ, ઋષભ પંત, એલેક્સ કેરી, શિમરોન હેટમાયર, ઈશાંત શર્મા, અમિત મિશ્રા, આવેશ ખાન, સંદીપ લમિછાને, કેગિસો રબાડા, કીમો પોલ, મોહિત શર્મા અને લલિત યાદવ.
કિંગ્સ ઈલેવન પંજાબ (KXIP) :
કે.એલ. રાહુલ(કેપ્ટન), ક્રિસ ગેલ, કરુણ નાયર, સરફાઝ ખાન, મનદીપ સિંહ, ગ્લેન મેક્સવેલ, જેમ્સ નિશામ, ક્રિસ જોર્ડન, કૃષ્ણપ્તા ગૌતમ, દીપક હુડ્ડા, તેજેન્દર સિંહ ઢિલ્લોં, નિકોલસ પૂરન, પ્રભસિમરન સિંહ, શેલ્ડન કોટ્રેલ, ઈશાન પોરેલ, રવિ વિશ્નોઈ, મોહમ્મદ શમી, મુજીબ ઉર રહેમાન, અર્શદીપ સિંહ, હાર્ડસ વિલ્ઝોન, એ.અશ્વિન, જે. સચિત, હરપ્રીત બ્રાર, દર્શન નિલખંડે.
રાજસ્થાન રોયલ્સ(RR) :
સ્ટીવન સ્મિથ, બેન સ્ટોક્સ, સંજુ સેમનસ, જોસ બટલર, જોફ્રા આર્ચર, વરૂણ આરોન, મનન વોહરા, રાહુલ તેવતિયા, શશાંક સિંહ, મહિપાલ લોમરાર, રિયાન પરાગ, શ્રેયસ ગોપાલ, અંકિત રાજપુત, મયંક માર્કન્ડેય, રોબિન ઉથપ્પા, જયદેવ ઉનડકટ, યશસ્વી જયસવાલ, કાર્તિક ત્યાગી, એન્ડ્રૂ ટાય, ટોમ કુરેન, અનુજ રાવત, ડેવિડ મિલર, ઓશાને થોમસ, આકાશ સિંહ, અનિરુદ્ધ જોશી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે