દુબઈઃ આઈપીએલ-2020ની સીઝન ખુબ રોમાંચક રહી છે. સીઝનની 56મી અને અંતિમ લીગ મેચ બાદ પ્લેઓફની ચોથી ટીમનો નિર્ણય થયો છે. સનરાઇઝર્સ હૈદરાબાદે મુંબઈ ઈન્ડિયન્સને હરાવીને પ્લેઓફની ટિકિટ મેળવી લીધી છે. આ સાથે પ્લેઓફની ચારેય ટીમ નક્કી થઈ ગઈ છે. મુંબઈ ઈન્ડિયન્સ, દિલ્હી કેપિટલ્સ, સનરાઇઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમ પ્લેઓફમાં પહોંચી ગઈ છે. મુંબઈ અને દિલ્હી ક્વોલિફાયર-1 અને હૈદરાબાદ અને બેંગલોર વચ્ચે એલિમિનેટર રમાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ છે પ્લેઓફનો કાર્યક્રમ
5 નવેમ્બર ગુરૂવારઃ ક્વોલિફાયર-1 (મુંબઈ ઈન્ડિયન્સ vs દિલ્હી કેપિટલ્સ)
6 નવેમ્બર, શુક્રવારઃ એલિમિનેટર (સનરાઇઝર્સ હૈદરાબાદ vs બેંગલોર)
8 નવેમ્બર, રવિવારઃ ક્વોલિફાયર-2 
10 નવેમ્બરઃ ફાઇનલ


વાંચો આઈપીએલના તમામ સમાચાર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર