શારજાહઃ કિંગ્સ ઇલેવન પંજાબની આઈપીએલમાં શરૂઆત ખરાબ રહી. તેને પહેલી મેચમાં હાર મળી, પરંતુ બીજી મેચમાં ટીમે દમદાર વાપસી કરતા જીસ હાસિલ કરી અને હવે ત્રીજી મેચમાં રવિવારે શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સ સામે ટકરાવાનું છે જે પ્રથમ મેચ શાનદાર અંદાજમાં જીતી આત્મવિશ્વાસથી ભરપૂર છે. દિલ્હી અને પંજાબની મેચ સુપર ઓવરમાં પહોંચી અને દિલ્હી જીતવામાં સફળ રહી હતી. બીજી મેચમાં પંજાબે રોયલ ચેલેન્જર્સ બેંગલોર (આરસીબી)ને પરાજય આપ્યો હતો. તે મેચમાં કેપ્ટન લોકેશ રાહુલે સદી (132 રન) ફટકાર્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પંજાબમાં મેક્સવેલ-પૂરનનું ચાલવુ જરૂરી
આરસીબી વિરુદ્ધ ટીમની બેટિંગ અને બોલિંગ બંન્ને ચાલી હતી. ટીમ મેનેજમેન્ટ રાજસ્થાન વિરુદ્ધ રમાનારી મેચમાં તે આશા કરશે કે ટીમ આ પ્રકારનું સંયુક્ત પ્રદર્શન કરે જે રીતે આરસીબી વિરુદ્ધ કર્યું હતું. 


ટીમ માટે જો કોઈ ચિંતાની વાત છે તો મધ્ય ક્રમમાં નિકોલસ પૂરન અને ગ્લેન મેક્સવેલનું ફોર્મ છે. બંન્ને અત્યાર સુધી કંઈ ખાસ કરી શક્યા નથી. અહીં એક ફેરફારની સંભાવના જોવા મળે છે જે ટીમ મેનેજમેન્ટ કરી શકે છે. કરૂણ નાયર પણ વધુ પ્રભાવ છોડી શક્યો નથી. પહેલી મેચમાં તે સસ્તામાં આઉટ થઈ ગયો હતો. બીજી મેચમાં તેણે અંતમાં જઈને કેટલાક શોટ્સ લગાવ્યા અને રાહુલનો સાથ આપ્યો હતો. 


પંજાબની બોલિંગ દમદાર
પંજાબની બોલિંગ અત્યાર સુધી બંન્ને મેચમાં સારી રહી છે. મોહમ્મદ શમીએ ફાસ્ટ બોલિંગમાં ટીમનું સારી રીતે નેતૃત્વ કર્યું છે. અહીં શેલ્ડન કોટ્રેલે બંન્ને મેચોમાં તેનો સારો સાથ આપ્યો છે. પાછલી મેચમાં જિમી નિશામને માત્ર બે ઓવર બોલિંગ કરવાની તક મળી હતી, પરંતુ જે પ્રકારની પ્રતિભા તેનામાં છે તેનાથી તેનો રોલ મહત્વનો છે.


સ્પિનમાં રવિ બિશ્નોઈ ટીમ માટે નવો સિતારો બનતો જોવા મળી રહ્યો છે. આરસીબી વિરુદ્ધ ખાસ રણનીતિ હેઠળ કોચ અનિલ કુંબલેએ બે લેગ સ્પિનરોની નીતિ અપનાવી હતી અને બિશ્નોઈ સાથે મુરૂગન અશ્વિનને ઉતાર્યો હતો. તેમની આ રણનીતિ કામ કરી ગઈ હતી. હવે જોવાનું રહેશે કે ટીમ રાજસ્થાન વિરુદ્ધ કોઈ ફેરફાર કરે છે કે નહીં.


રાદસ્થાનની બેટિંગ મજબૂત
રાજસ્થાનની પહેલી મેચ જોવામાં આવે તો સંજૂ સેમસન અને કેપ્ટન સ્ટીવ સ્મિથનું બેટ બોલ્યુ હતું, પરંતુ આ બંન્ને પહેલા અને બાદમાં કોઈ બેટ્સમેન રન બનાવી શક્યા નહીં. યુવા યશસ્વી જાયસવાલ પોતાની પહેલી મેચમાં સસ્તામાં આઉટ થઈ ગયો હતો. તો આ મેચમાં જોસ બટલર ટીમ સાથે જોડાવાનો છે. જેથી ડેવિડ મિલર બહાર થઈ શકે છે. 


બોલિંગમાં સુધારની જરૂરત
બોલિંગ ટીમ માટે ચિંતા છે. આર્ચરને છોડીને અન્ય બોલર ખાસ પ્રભાવ પાડી શક્યા નથી. રાહુલ તેવતિયાએ જરૂરીયાતના સમયે વિકેટ અપાવી હતી, પરંતુ તે મોંઘો સાબિત થયો હતો. જયદેવ ઉનડકટ, ટોમ કરન અને શ્રેયસ ગોપાલની પણ આ સ્થિતિ હતી. પંજાબ વિરુદ્ધ રાજસ્થાને એક યુનિટ તરીકે બોલિંગ કરવી પડશે. 


વાંચો આઈપીએલના તમામ સમાચાર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર