દુબઈઃ કોલકત્તા નાઇટ રાઇડર્સ (KKR)એ જો ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2020)મા પોતાનું અભિયાન પાટા પર બનાવી રાખવું હોય તો તેણે શાનદાર ફોર્મમાં ચાલી રહેલ રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ બુધવારે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં સર્વશ્રેષ્ઠ રમત રમવી પડશે. બંન્ને ટીમો આ સ્ટેડિયમમાં 13મી સીઝનમાં પ્રથમવાર રમશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રોયલ્સને શરૂઆતથી ડાર્ક હોર્સ માનવામાં આવી રહી હતી અને તેણે ટૂર્નામેન્ટની શરૂઆતમાં પોતાનું આ લક્ષણ જગજાહેર કરી દીધું. પાછલી મેચમાં તેણે કિંગ્સ ઇલેવન પંજાબ વિરુદ્ધ 224 રનના રેકોર્ડ લક્ષ્યને હાસિલ કર્યો હતો. રોયલ્સે પોતાની બંન્ને મેચ જીતી છે અને આસાનીથી 200 રનના આંકડાને પાર કર્યો છે. 


ફોર્મમાં રાજસ્થાનના બેટ્સમેન
રાજસ્થાનની આ સફળતાઓમાં સંજૂ સેમસન અને રાહુલ તેવતિયાનું મહત્વનું યોગદાન રહ્યુ છે, જે અત્યાર સુધી સ્ટાર ખેલાડીઓ પર ભારે પડ્યા છે. હરિયાણાના ઓલરાઉન્ડર તેવતિયાએ કિંગ્સ ઇલેવન વિરુદ્ધ પાછલી મેચમાં 31 બોલ પર 53 રન બનાવીને મેચનું પાસું પલ્ટી નાખ્યું હતું. તેવતિયાએ એક સમયે 19 બોલ પર માત્ર 8 અને પછી 23 બોલ ર 17 રન બનાવ્યા હતા, પરંતુ અચાનક તેની અંદરનો આક્રમક બેટ્સમેન જાગી ઉઠ્યો અને તેણે ફાસ્ટ બોલર શેલ્ડન કોટ્રેલની એક ઓવરમાં પાંચ સિક્સ લગાવીને મેચનો નક્શો બદલી નાખ્યો હતો. 


તો કેરલનો વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસને સતત બે અડધી સદી ફટકારી છે અને તેની સ્ટ્રાઇક રેટ 214.86ની રહી છે. તો કેપ્ટન સ્મિથે પણ બે મેચમાં બે અડધી સદી ફટકારી છે. તો ઓપનિંગ બેટ્સમેન જોસ બટલર પાસે ટીમને મોટી ઈનિંગની આશા છે. 


કોલકત્તાને રસેલ તથા મોર્ગન પાસે આશા
જો કેકેઆરને રોયલ્સની બરોબરી કરવી હોય કે તેનાથી આગળ નિકળવુ હોય તો તેના સૌથી મોટા સ્ટાર આંદ્રે રસેલ અને ઈંગ્લેન્ડના વિશ્વ કપ વિજેતા કેપ્ટન ઇયોન મોર્ગને પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવુ પડશે. મોર્ગન અને રસેલને અત્યાર સુધી ઓછી તક મળી છે, કારણ કે તેને બેટિંગ ક્રમમાં પાંચમાં અને છઠ્ઠા સ્થાને ઉતારવામાં આવ્યા છે. 


કેકેઆર ટીમ મેનેજમેન્ટ આ મેચમાં તેને ઉપરના ક્રમમાં ઉતારી શકે છે. કેકેઆરનો પ્રથમ મેચમાં મુંબઈ સામે પરાજય થયો હતો. પરંતુ તેણે બીજી મેચમાં હૈદરાબાદને હરાવી વાપસી કરી હતી. પ્રતિભાશાળી ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલની અણનમ અડધી સદી અને મોર્ગનની તોફાની ઈનિંગની કેકેઆરે બે ઓવર બાકી રહેતા  145 રનના લક્ષ્યને હાસિલ કરી લીધો હતો. 


કોલકત્તા નાઇટ રાઇડર્સઃ દિનેશ કાર્તિક, આંન્દ્રે રસેલ, સુનીલ નરેન, કુલદીપ યાદવ, શુભમન ગિલ, લોકી ફર્ગ્યુસન, નીતીશ રાણા, રિંકુ સિંઘ, પ્રસિદ્ધ કૃષ્ણા, સંદીપ વોરિયર, કમલેશ નાગેરકોટી, શિવમ માવી, સિદ્ધેશ લાડ, પેટ કમિન્સ, ઇઓન મોર્ગન, ટોમ બેન્ટન, રાહુલ ત્રિપાઠી, વરૂણ ચક્રવર્તી, ક્રિસ ગ્રીન, એમ સિદ્ધાર્થ, નિખિલ નાઈક.


રાજસ્થાન રોયલ્સઃ સ્ટીવ સ્મિથ, જોસ બટલર, મનન વોહરા, રિયાન પરાગ, સંજુ સેમસન, શશાંક સિંઘ, બેન સ્ટોક્સ, મહિપાલ લોરમોર, અંકિત રાજપૂત, જોફ્રા આર્ચર, મયંક માર્કંડેય, રાહુલ તેવાટીયા, શ્રેયસ ગોપાલ, વરૂણ આરોન, જયદેવ ઉનડકટ, યશસ્વી જયસ્વાલ, રોબિન ઉથપ્પા, કાર્તિક ત્યાગી, આકાશ સિંઘ, અનુજ રાવત, અનિરુધ જોશી, ડેવિડ મિલર, ઓશાને થોમસ, એન્ડ્રુ ટાઇ અને ટોમ કરન.


વાંચો આઈપીએલના તમામ સમાચાર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર