IPL 2020: 99 રન પર આઉટ થયો ક્રિસ ગેલ, છતાં ટી-20માં રચ્યો આ ઇતિહાસ
આઇપીએલ (IPL 2020)ની 13મી સીઝનમાં કિંગ્સ ઇલેવન પંજાબ (KXIP)ના બેટ્સમેન ક્રિસ ગેલ (Chris Gayle)નું વિસ્ફોટક પ્રદર્શન જોવા મળ્યું. રાજસ્થાન રોયલ્સ સામે રમાઈ રહેલી મેચમાં ગેલ માત્ર 1 રન બનાવીને પોતાની સદી પૂરી કરવામાં ચૂકી ગયો હતો
દુબઈ: આઇપીએલ (IPL 2020)ની 13મી સીઝનમાં કિંગ્સ ઇલેવન પંજાબ (KXIP)ના બેટ્સમેન ક્રિસ ગેલ (Chris Gayle)નું વિસ્ફોટક પ્રદર્શન જોવા મળ્યું. રાજસ્થાન રોયલ્સ સામે રમાઈ રહેલી મેચમાં ગેલ માત્ર 1 રન બનાવીને પોતાની સદી પૂરી કરવામાં ચૂકી ગયો હતો. તેણે બે જીવનદાનનો ફાયદો ઉઠાવતા 63 બોલમાં 8 છગ્ગા અને 6 ચોગ્ગાની મદદથી 99 રન બનાવ્યા. આ સિઝનમાં ગેલે તેની ત્રીજી અડધી સદી પૂરી કરી હતી અને તેને સિક્સરનો મોટો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે.
IPL 2020: KXIP vs RR Live Score Update, ઉથપ્પા-સંજૂએ સંભાળ્યો મોરચો
ગેલ (Chris Gayle)એ રાહુલ તેવતિયાની ઓવરમાં 33 બોલમાં અડધી સદી પૂરી કરી હતી. તેની આઇપીએલ કારકિર્દીની આ 31મી અડધી સદી છે. ગેલે જોકે તે જ ઓવરમાં બોલને લહેરાવ્યો, પરંતુ તેવાતિયા તેના બોલ પર મુશ્કેલ કેચ પકડવામાં નિષ્ફળ ગયો. ત્યારબાદ ગેલ ત્યાગીની ઓવરમાં તેની સાતમી સિક્સર સાથે ટી-20 ક્રિકેટમાં 1000 સિક્સર ફટકારી હતી. આ સ્થાન પ્રાપ્ત કરનાર ગેલ વિશ્વનો પહેલો બેટ્સમેન બન્યો છે.
MI vs RCB: મેચ દરમિયાન વિરાટ કોહલીએ સૂર્યકુમારની સાથે કરી એવી હરકત, થઈ રહી છે ટીકા
આ મેચથી પહેલા ક્રિગ ગેલ (Chris Gayle)ના નામે 993 છગ્ગા નોંધાયેલા હતા. ગેલે 410 ટી-20 મેચમાં આ રેકોર્ડ નોંધાવ્યો છે. હવે તેના નામે 1001 છગ્ગા થઇ ગયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube