દુબઈઃ બોલરોની નિષ્ફળતાને કારણે અત્યાર સુધી લચર પ્રદર્શન કરનારી કિંગ્સ ઇલેવન પંજાબ અને સનરાઇઝર્સ હૈદરાબાદ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2020)મા આજે જ્યારે આમને-સામને હશે. બંન્ને ટીમોનું અત્યાર સુધી પ્રદર્શન સાધારણ રહ્યું છે. કિંગ્સ ઇલેવન પંજાબે અત્યાર સુધી પાંચ મેચોમાં ચાર મેચ ગુમાવી છે અને સનરાઇઝર્સને ત્રણમાં હાર અને બે મેચમાં જીત મળી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પંજાબની બોલિંગ ચિંતાનો વિષય
કિંગ્સ ઇલેવનનો મજબૂત પક્ષ તેની ઓપનિંગ જોડી છે. કેપ્ટન કેએલ રાહુલ શાનદાર ફોર્મમાં છે અને તેણે બે અડધી સદી અને એક સદી ફટકારી છે. જ્યારે મયંક અગ્રવાલ એક સદી-એક અડધી સદી ફટકારી ચુક્યો છે. આ બંન્નેએ અત્યાર સુધી બેટિંગમાં મુખ્ય જવાબદારી નિભાવી છે. નિકોલસ પૂરન પણ સારી ભૂમિકા નિભાવી રહ્યો છે પરંતુ મેક્સવેલ અત્યાર સુધી આશા પ્રમાણે પ્રદર્શન કરી શક્યો નથી. સારી બેટિંગ છતાં કિંગ્સ ઇલેવનને પોતાની નિરાશાનજક બોલિંગને કારણે હાર મળી છે. 


મોહમ્મદ શમીને છોડીને તેનો કોઈ અન્ય બોલર સતત સારૂ પ્રદર્શન કરી શક્યો નથી. રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ તેના બોલર 223 રનના સ્કોરનો બચાવ કરી શક્યા નહીં. ચેન્નઈ સુપર કિંગ્સ વિરુદ્ધ પાછલી મેચમાં તેને 178 રનનો લક્ષ્ય આપવા છતાં 10 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. તેવામાં હવે તેણે સનરાઇઝર્સ હૈદરાબાદનો સામનો કરવાનો છે જેના ટોપ ક્રમમાં જોની બેયરસ્ટો, ડેવિડ વોર્નર, મનીષ પાંડે અને કેન વિલિયમસન જેવા બેટ્સમેન છે. આ બધા કિંગ્સની બોલિંગની નબળાઇનો ફાયદો ઉઠાવવા ઈચ્છશે. 


હૈદરાબાદને પડશે ભુવીની ખોટ
સનરાઇઝર્સ હૈદરાબાદે રવિવારે મુંબઈ ઈન્ડિયન્સ સામે 34 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. મધ્યમક્રમી નિષ્ફળતાને કારણે હૈદરાબાદે પ્રથમ બે મેચ ગુમાવી હતી. તેવામાં એક ઓલરાઉન્ડરના સ્થાને વિલિયમસનને અંતિમ ઇલેવનમાં સામેલ કરવો પડ્યો જેથી તેનો મધ્યમક્રમ મજબૂત થઈ ગયો. કેપ્ટન વોર્નરે પાંચમાં બોલર તરીકે અભિષેક શર્મા અને અબ્દુલ સમદ પર વિશ્વાસ વ્યક્ત કરવો પડ્યો છે. તેનાથી તેને ફાયદો થયો અને સતત બે મેચ જીતી હતી. 


પરંતુ મુખ્ય ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર ઈજાગ્રસ્ત થવાને કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થતા ટીમને ઝટકો લાગ્યો છે. ભુવનેશ્વરની ગેરહાજરીમાં હૈદરાબાદની બોલિંગ નબળી લાગી રહી છે. ટી નટરાજનને છોડી સંદીપ શર્મા અને સિદ્ધાર્થ કૌલ મોંઘા સાબિત થયા છે. તેવામાં વોર્નરે મુંબઈ સામે કેન વિલિયમસન પાસે બોલિંગ કરાવવી પડી હતી. આવી સ્થિતિમાં કિંગ્સ ઇલેવન પંજાબ સામે રાશિદ ખાન અને ટી નટરાજન પર વધુ દબાવ રહેશે. સનરાઇઝર્સની પાસે વેસ્ટ ઈન્ડિઝના ફેબિયાન એલેન અને મોહમ્મદ નબીને અંતિમ ઇલેવનમાં સામેલ કરવાનો વિકલ્પ છે, પરંતુ તેવામાં કેનને બહાર કરવો પડશે. 


કિંગ્સ ઇલેવન પંજાબઃ કેએલ રાહુલ, કરૂણ નાયર, મનદીપ સિંહ, મયંક અગ્રવાલ, નિકોલસ પૂરન, સરફરાઝ ખાન, ક્રિસ ગેલ, દર્શન નાલકંડે, હરપ્રીત બ્રાર, કૃષ્ણપ્પા ગૌતમ, અર્શદીપ સિંહ, હાર્ડસ વિઝ્લોન, જે સુચિથ, મોહમ્મદ શમી, મુઝીબ ઉર રહેમાન, મુર્ગન અશ્વિન, ગ્લેન મેક્સવેલ, શેલ્ડન કોટ્રેલ, ક્રિસ જોર્ડન, રવિ બિશ્નોઇ, પ્રભસિમરન સિંઘ, દીપક હૂડા, જેમ્સ નીશમ, તાજિંદર ઢિલ્લોન અને ઇશાન પોરેલ.


સનરાઇઝર્સ હૈદરાબાદઃ ડેવિડ વોર્નર, જોની બેયરસ્ટો, કેન વિલિયમ્સન, મનીષ પાંડે, શ્રીવત્સ ગોસ્વામી, રિદ્ધિમાન સાહા, અભિષેક શર્મા, મોહમ્મદ નબી, વિજય શંકર, બેસિલ થંમ્પી, ભુવનેશ્વર કુમાર, બિલી સ્ટેનલેક, ખલીલ અહેમદ, રાશિદ ખાન, સંદીપ શર્મા, શાહબાઝ નદીમ, સિદ્ધાર્થ કૌલ , ટી નટરાજન, વિરાટ સિંહ, પ્રિયમ ગર્ગ,  બી સંદીપ, ફેબિયન એલન, સંજય યાદવ અને અબ્દુલ સમાદ, જેસન હોલ્ડર.


વાંચો આઈપીએલના તમામ સમાચાર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર