નવી દિલ્હીઃ વિશ્વભરમાં ઝડપથી પોતાનો પગ પેસારો કરી રહેલ કોરોના વાયરસનો ખતરો હવે ભારતમાં પણ વધી રહ્યો છે. અટકળો લગાવવામાં આવી રહી છે કે આ ખતરનાક વાયરસને કારણે આઈપીએલની આગામી સિઝન પણ ટળી શકે છે. પરંતુ બીસીસીઆઈએ સ્પષ્ટ કરી દીધું કે તેના અધિકારીઓ સ્થિતિ પર નજર રાખી રહ્યાં છે અને આ લીગનો પ્રારંભ પોતાના નક્કી સમય પર થશે. આ વર્ષે આઈપીએલની શરૂઆત 29 માર્ચથી મુંબઈમાં થશે, જ્યાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ ચેન્નઈ સુપર કિંગ્સ સામે ટકરાશે. આશરે 2 મહિના સુધી ચાલનારી આ લીગની ફાઇનલ 24 મેએ રમાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીસીસીઆઈ સૂત્રોએ જણાવ્યું કે, દેશમાં ફેલાઇ રહેલા કોરોના વાયરસને લઈને બીસીસીઆઈ ગંભીર છે. બોર્ડ સાથે જોડાયેલા સૂત્રોએ કહ્યું, 'આઈપીએલ શરૂ થવામાં હજું સમય છે. હજુ સુધી આઈપીએલ ટાળવાનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. અમે સ્થિતિ પર ગંભીરતાથી નજર રાખી રહ્યાં છીએ અને અમે સાવચેતી રાખીશું.'


Board of Control for Cricket in India (BCCI) Sources on if #IPL2020 will be postponed due to #CoronaVirus: There's still time for IPL. As of now, no decision has been taken. We are monitoring the situation; we will take all the precautions. pic.twitter.com/uTES31RPnS


— ANI (@ANI) March 9, 2020 p>


મીડિયાએ બીસીસીઆઈને તે સવાલ કર્યો હતો કે શું કોરોના વાયરસના ખતરાને જોતા આઈપીએલ 2020નો કાર્યક્રમ આગળ કે ટાળી શકાય છે? અધિકારીઓએ સ્પષ્ટ કર્યું કે, હજુ આવી કોઈ યોજના નથી. પરંતુ તેના અધિકારી સ્થિતિ પર ગંભીર નજર રાખી રહ્યાં છે.


ICC ટી-20 વિશ્વકપ ઇલેવનમાં પૂનમ એકમાત્ર ભારતીય, શેફાલી 12મી ખેલાડી


આ વચ્ચે ભારતમાં પણ 42 લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. આ ખતરનાક વાયરસને કારણે વિશ્વભરમાં ઘણા ખેલ આયોજન રદ્દ થઈ ચુક્યા છે. ઘણા આયોજન દર્શકોની ગેજહાજરીમાં આયોજીત થઈ રહ્યાં છે અને આ વર્ષે ઓગસ્ટમાં યોજાનારી ઓલિમ્પિક ગેમ્સ પર પણ તેનો ખતરો જોવા મળી રહ્યો છે. 


મહામારીનું રૂપ લઈ ચુકેલા આ વાયરસના ચેપથી વિશ્વભરમાં અત્યાર સુધી 3800 લોકોના મોત થઈ ચુક્યા છે. ચીનમાં સર્વાધિક મોત (3 હજારથી વધુ) આ વાયરસને કારણે થયા છે. આ સિવાય ઇટાલીમાં અત્યાર સુધી 366 અને અમેરિકામાં પણ 21 લોકોના મોત થયા છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર