ICC ટી-20 વિશ્વકપ ઇલેવનમાં પૂનમ એકમાત્ર ભારતીય, શેફાલી 12મી ખેલાડી
આઈસીસી ટીમમાં ઓસ્ટ્રેલિયાની એલિસા હીલી, બેથ મૂની, મેગ લેનિંગ, જેસ જોનાસેન અને મેગન શૂટને સ્થાન મળ્યું છે, જ્યારે તેમાં ઈંગ્લેન્ડની ચાર ખેલાડી છે.
Trending Photos
દુબઈઃ લેગ સ્પિનર પૂનમ યાદવ આઈસીસી મહિલા ટી20 વિશ્વકપ ઇલેવનમાં સ્થાન મેળવનારી એકમાત્ર ભારતીય છે. પૂનમે આ વિશ્વકપમાં પાંચ મેચ રમીને કુલ 10 વિકેટ પોતાના નામે કરી, જેમાં 19 રન આપીને 4 વિકેટ તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હતું. પૂનમ સિવાય યુવા ભારતીય સ્ટાર શેફાલી વર્માને 12માં ખેલાડી તરીકે આ ટીમમાં સ્થાન મળ્યું છે. ભારતને હરાવીને ફાઇનલ જીતનારી ઓસ્ટ્રેલિયન ટીમની સર્વાધિક 5 ખેલાડી આઈસીસીની ટીમમાં છે. ઓસ્ટ્રેલિયાએ ફાઇનલમાં ભારતને 85 રને પરાજય આપીને 5મી વખત આ ટાઇટલ પોતાના નામે કર્યું હતું.
આઈસીસીની ટીમમાં ઓસ્ટ્રેલિયાની એલિસા હીલી, બેથ મૂની, મેગ લેનિંગ, જોસ જોનાસન અને મેગન શૂટને સ્થાન મળ્યું છે, જ્યારે તેમાં ઈંગ્લેન્ડની ખેલાડી છે. ટીમની પસંદગી પૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટરો અને કોમેન્ટ્રેટરોની સમિતિએ કરી જેમાં ઇયાન બિશપ, અંજુમ ચોપડા, લીસા સઠાલેકર, પત્રકાર રોફ નિકોલસન અને આઈસીસીની પ્રતિનિધિ હોલી કોલ્પિન સામેલ છે.
Introducing your Women's #T20WorldCup 2020 Team of the Tournament 🌟 pic.twitter.com/Eb4wQUc7Ls
— T20 World Cup (@T20WorldCup) March 9, 2020
યાદવે ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયા પર મળેલી જીતમાં સૂત્રધારની ભૂમિકા નિભાવતા 19 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. તેણે બાંગ્લાદેશ વિરુદ્ધ પણ ત્રણ વિકેટ ઝડપી હતી. બીજી તરફ 16 વર્ષીય શેફાલી વર્માએ 158.25ની સ્ટ્રાઇક રેટથી 163 રન બનાવ્યા હતા. હીલી અને મૂનીએ 2018માં બનાવેલો પોતાનો રેકોર્ડ તોડતા 60ની એવરેજથી મળીને 352 રન બનાવ્યા હતા.
બેટિંગ ક્રમમાં આઈસીસી મહિલા ટી20 વિશ્વકપની ટીમઃ એલિસા હીલી (ઓસ્ટ્રેલિયા), બેથ મૂની (ઓસ્ટ્રેલિયા), નેટ સિવર (ઈંગ્લેન્ડ), હીથર નાઇટ (ઈંગ્લેન્ડ), મેગ લેનિંગ (ઓસ્ટ્રેલિયા, કેપ્ટન), લોરા વોલ્વાટ (દક્ષિણ આફ્રિકા), જેસ જોનાસન (ઓસ્ટ્રેલિયા), સોફી એસેલેસ્ટોન (ઈંગ્લેન્ડ), આન્યા શ્રુબસોલે (ઈંગ્લેન્ડ), મેગન શૂટ (ઓસ્ટ્રેલિયા), પૂનમ યાદવ (ભારત).
12મી ખેલાડીઃ શેફાલી વર્મા (ભારત)
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે