નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2020નો પ્રારંભ થવામાં માત્ર ગણતરીના દિવસો બાકી છે. 19 સપ્ટેમ્બરથી વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગનો પ્રારંભ થઈ જશે. આ લીગની સાથે એમએસ ધોની એક વર્ષ કરતા વધુ સમય બાદ મેદાન પર જોવા  મળશે. આઈપીએલનો પ્રથમ મુકાબલો ચેન્નઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાશે. આવો ટૂર્નામેન્ટ શરૂ થતાં પહેલા તમને જણાવીએ એમએસ ધોનીના તે 7 રેકોર્ડ જેને જાણીને તમે ચોંકી જશો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. સૌથી વધુ જીત
એમએસ ધોની આઈપીએલમાં એકમાત્ર કેપ્ટન છે, જેના નામે આ ટૂર્નામેન્ટમાં 100 જીત છે. ધોની ચેન્નઈ સુપર કિંગ્સ સિવાય પુણે સુપરજાયન્ટ્સની આગેવાની કરી ચુક્યો છે. 


2. સપોર્ટ સ્ટાફ ધોનીની આગેવાનીમાં રમ્યો
એમએસ ધોની એકમાત્ર કેપ્ટન છે જે પોતાની ટીમના બધા કોચનો કેપ્ટન રહી ચુક્યો છે. ચેન્નઈ સુપર કિંગ્સના હેડ કોચ સ્ટીફન ફ્લેમિંગ, બોલિંગ કોચ લક્ષ્મીપતિ બાલાજી, બેટિંગ કોચ માઇક હસી, આ બધા ખેલાડી ધોનીની આગેવાનીમાં રમી ચુક્યા છે. 

IPL 2020: જુઓ તમામ ટીમોનું લિસ્ટ, ક્યા-ક્યા ખેલાડીઓ છે સામેલ


3. સૌથી વધુ સ્ટમ્પિંગ
એમએસ ધોની આઈપીએલમાં સૌથી વધુ સ્ટમ્પિંગ કરનાર વિકેટકીપર છે. ધોનીના નામે 38 સ્ટમ્પિંગનો રેકોર્ડ છે. બીજા નંબર પર 30 સ્ટમ્પિંગની સાથે કોલકત્તાનો કેપ્ટન દિનેશ કાર્તિક છે. 


4. સૌથી વધુ ફાઇનલ
એમએસ ધોનીના નામે સૌથી વધુ આઈપીએલ ફાઇનલ રમવાનો રેકોર્ડ છે. એમએસ ધોની અત્યાર સુધી 12માંથી 9 ફાઇનલ રમી ચુક્યો છે. ધોનીએ ચેન્નઈ તરફથી 8 ફાઇનલ અને રાઇઝિંગ પુણે સુપર જાયન્ટ્સ તરફથી એક ફાઇનલ રમી છે. 

IPL 2020, Team Preview: રૈના-ભજ્જીની ગેરહાજરીમાં ધોનીની ટીમ તૈયાર, ચેન્નઈની ચોથા ટાઇટલ પર નજર


5. વિકેટ પાછળ સૌથી વધુ શિકાર
વિકેટની પાછળ સૌથી વધુ શિકારના મામલામાં પણ ધોની સૌથી આગળ છે. ધોનીના નામે કુલ 94 કેચ અને 38 સ્ટમ્પિંગ છે. એટલે કે તે વિકેટકીપર તરીકે 132 શિકાર કરી ચુક્યો છે. 


6. 20મી ઓવરમાં સૌથી વધુ રન
એમએસ ધોનીના નામે આઈપીએલ મેચોની 20મી ઓવરમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ છે. 20 ઓવરમાં ધોનીએ 564 રન બનાવ્યા છે. બીજા નંબરે વિન્ડિઝનો કીરોન પોલાર્ડ છે, જેના નામે 281 રન છે. 


7. સૌથી વધુ આગેવાની કરી
એમએસ ધોની આઈપીએલમાં સૌથી વધુ મેચોમાં આગેવાની કરનાર ખેલાડી પણ છે. ધોનીએ 128 મેચોમાં આગેવાની કરી છે. તેણે 114 મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સની કમાન સંભાળી છે. 


વાંચો આઈપીએલના તમામ સમાચાર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર