IPL 2020: મુંબઈ ઈન્ડિયન્સ માટે ખરાબ સમાચાર, આઈપીએલમાંથી બહાર થઈ શકે છે રોહિત શર્મા
સોમવારે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જનારી ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી. ત્રણે ફોર્મેટની ટીમ જાહેર કરવામાં આવી જેમાં રોહિત શર્માનું નામ સામેલ નથી. ટીમની પસંદગી બાદ મુખ્ય પસંદગીકારે તે વાત જણાવી કે મુંબઈના કેપ્ટનની ઈજા ગંભીર છે.
નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગની 13મી સીઝનમાં આ સમયે વર્તમાન ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સની ટીમ ટોપ પર ચાલી રહી છે. ટીમને આ વખતે પણ ટૂર્નામેન્ટ જીતવાની દાવેદાર માનવામાં આવી રહી છે. પ્લેઓફમાં ક્વોલિફાઇ થવાથી માત્ર એક જીત દૂર મુંબઈના ફેન્સ માટે ખરાબ સમાચાર છે. ટીમનો નિયમિત કેપ્ટન રોહિત શર્મા હાલની સીઝનમાંથી બહાર થઈ શકે છે.
સોમવારે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જનારી ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી. ત્રણે ફોર્મેટની ટીમ જાહેર કરવામાં આવી જેમાં રોહિત શર્માનું નામ સામેલ નથી. ટીમની પસંદગી બાદ મુખ્ય પસંદગીકારે તે વાત જણાવી કે મુંબઈના કેપ્ટનની ઈજા ગંભીર છે. ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર પસંદ કરવામાં આવેલી ટીમમાં રોહિત ન હોવાનો મતલબ સ્પસ્ટ છે કે તે હાલ ફિટ નથી.
બીસીસીઆઈના પસંદગીકારોએ જણાવ્યું કે, રોહિત શર્માની ઈજા પર ભારતીય ક્રિકેટ બોર્ડની મેડિકલ ટીમ નજર રાખી રહી છે. જો તે સમય પર ફિટ થાય તો તેને ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. પરંતુ તે જણાવવામાં આવ્યું નથી કે રોહિત ટીમ સાથે ઓસ્ટ્રેલિયા ટ્રાવેલ કરશે કે નહીં.
IND vs AUS: ઓસ્ટ્રેલિયાના પ્રવાસ માટે ભારતીય ટીમ જાહેર, સિરાજ, વરૂણ ચક્રવર્તીને મળી તક
રોહિત શર્મા છે ઈજાગ્રસ્ત
પંજાબ વિરુદ્ધ ડબલ સુપર ઓવર વાળા મુકાબલા દરમિયાન રોહિત શર્મા ઈજાગ્રસ્ત થયો હતો. ત્યારબાદ કીરોન પોલાર્ડે ચેન્નઈ અને પછી રાજસ્થાન વિરુદ્ધ ટીમની આગેવાની કરી હતી. રોહિતની ઈજાને લઈને અત્યાર સુધી ફ્રેન્ચાઇઝી તરફથી કોઈ અપડેટ આવ્યું નથી.
રાહુલને મળી મોટી જવાબદારી
ઓસ્ટ્રેલિયાના પ્રવાજે જનારી વનડે અને ટી20 ટીમમાં કેએલ રાહુલને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ટીમમાં તેને વિકેટકીપર તરીકે વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. સંજૂ સેમસનને બીજા વિકેટકીપર તરીકે જગ્યા આપવામાં આવી છે. વનડેમાં રાહુલ એકમાત્ર વિકેટકીપર બેટ્સમેન છે. રિષફ પંતને લિમિટેડ ઓવર ફોર્મેટમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube