નવી દિલ્હીઃ કિંગ્સ ઇલેવન પંજાબ (KXIP)ને પોતાની પ્રથમ મેચમાં દિલ્હી કેપિટલ્સ  (Delhi Capitals)ના હાથે સુપર ઓવરમાં હાર મળી. ત્યારબાદ તેણે આગામી મેચમાં શાનદાર વાપસી કરતા રોયલ ચેલેન્જર્સ બેંગલોર (Royal Challengers Bangalore)ને 97 રને પરાજય આપ્યો હતો. તો રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals)એ 216 રન બનાવી ચેન્નઈ સુપર કિંગ્સ  (Chennai Super Kings)ને 16 રને હરાવ્યું હતું. આ બંન્ને પાવરપેક ટીમો શારજાહમાં ટકરાશે. યૂએઈના ત્રણેય સ્ટેડિયમોમાં આ સૌથી નાનું છે અને તેવામાં આ મુકાબલામાં રનનો વરસાદ થવાની આશા કરવી જોઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કિંગ્સ ઇલેવન  (KXIP)એ અત્યાર સુધી ક્રિસ ગેલ (Chris Gayle)ને આ આઈપીએલમાં તક મળી નથી. શારજાહમાં ગેલને તક મળી શકે છે. જો ગેલને ઉતારવામાં આવે તો મયંક અગ્રવાલ (Mayank Agarwal) અને કેએલ રાહુલ (KL Rahul)ની ઓપનિંગ જોડીનું શું થશે? આ બંન્નેએ અત્યાર સુધી બંન્ને મેચોમાં ખુબ સારૂ પ્રદર્શન કર્યું છે. જો ગેલને તક મળે તો પૂરન બહાર થઈ શકે છે. 


રોયલ્સ માટે પણ સારા સમાચાર છે. તેના ધમાકેદાર બેટ્સમેન જોસ બટલર (Jos Buttler)એ ક્વોરેન્ટીન પૂરો કરી લીધો છે અને તે રમવા માટે તૈયાર છે. બટલરને મિડલ ઓર્ડરમાં સ્થાન ન આપી શકાય. કેપ્ટન સ્ટીવ સ્મિથ અને યશસ્વી જાયસવાલ  (Yashasvi Jaiswal)ની ઓપનિંગ જોડી બાદ ત્રીજા સ્થાને સંજૂ સેમસને ધમાકો બોલાવ્યો છે. બટલર મિડલ ઓર્ડરમાં આવીને બેટિંગ ક્રમને અલગ મજબૂતી આપશે. જો બટલર આવશે તો બહાર કોણ જશે તે મહત્વનો સવાલ છે. પણ લાગે છે કે ડેવિડ મિલર અંતિમ-11મા જગ્યા બનાવી શકશે નહીં. 


ધોનીનો વર્લ્ડ રેકોર્ડ તૂટ્યો, ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટરે મેળવી ખાસ સિદ્ધિ  


સંભવિત ઇલેવન
રાજસ્થાન રોયલ્સ
સ્ટીવ સ્મિથ (કેપ્ટન), યશસ્વી જાયસવાલ, સંજૂ સેમસન, જોસ બટલર (વિકેટકીપર), રોબિન ઉથપ્પા, રિયાન પરાગ, શ્રેયસ ગોપાલ, જોફ્રા આર્ચર, ટોમ કરન, રાહુલ તેવતિયા, જયદેવ ઉનડકટ. 


કિંગ્સ ઇલેવન પંજાબ
કેએલ રાહુલ (કેપ્ટન/વિકેટકીપર), ક્રિસ ગેલ, મયંક અગ્રવાલ, કરૂણ નાયર, ગ્લેન મેક્સવેલ, સરફરાઝ ખાન, મઝીબ ઉર રહમાન, રવિ બિશ્નોઈ, મોહમ્મદ શમી, શેલ્ડન કોટ્રેલ, મુરુગન અશ્વિન.


વાંચો આઈપીએલના તમામ સમાચાર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર