શારજાહઃ સતત બે મેચમાં રોમાંચત જીતથી આત્મવિશ્વાસથી ભરેલી કોલકત્તા નાઇટ રાઇડર્સ (KKR)ની ટીમ આજે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2020)મા વિરાટ કોહલી (Virat Kohli)ની આગેવાની વાળી રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) વિરુદ્ધ મેચમાં આ લયને જાળવી રાખવા ઈચ્છશે. બંન્ને ટીમોના નામે છ મેચોમાં ચાર જીતની સાથે આઠ પોઈન્ટ છે પરંતુ સારી નેટ રનરેટને કારણે કેકેઆર ટેબલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરથી એક સ્થાન ઉપર ત્રીજા ક્રમે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બેટિંગ છે બંન્નેનું નબળુ પાસુ
કેકેઆર અને આરસીબી બંન્નેની મુશ્કેલી બેટિંગ છે, આ ટીમોના મુખ્ય બેટ્સમેન લય જાળવી રાખવામાં નિષ્ફળ રહ્યાં છે. પરંતુ કેકેઆરે ચેન્નઈ સુપર કિંગ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વિરુદ્ધ પાછલી બે મેચોમાં અંતિમ ઓવરોમાં શાનદાર બોલિંગથી મેચનું પરિણામ પોતાની તરફેણમાં કર્યું હતું. જેથી ટીમના મનોબળમાં ચોક્કસ વધારો થયો હશે. આરસીબીની વિરુદ્ધ પણ બોલરો પોતાનું આ પ્રદર્શનનું પુનરાવર્તન કરવા ઈચ્છશે. 


કોહલી અને કાર્તિકે દેખાડ્યુ ફોર્મ
કેપ્ટન કોહલીની દમદાર બેટિંગથી શનિવારે ચેન્નઈ સુપર કિંગ્સને 37 રનથી પરાજય આપનાર બેંગલોરનો પ્રયત્ન જીતની લયને જાળવી રાખવાનો હશે. કેકેઆર માટે સૌથી મોટી ચિંતાની વાત મોટા શોટ લગાવનાર આંદ્રે રસેલની ઉપલબ્ધતા હશે જે શનિવારે પંજાબ વિરુદ્ધ મેચમાં કેચ લેવાના પ્રયાસમાં ઈજાગ્રસ્ત થઈ ગયો હતો.


વિરાટની ફોર્મમાં વાપસીથી આરસીબી મજબૂત
શરૂઆતી મેચોમાં ખરાબ પ્રદર્શન કરનાર કોહલી ફોર્મમાં આવવાથી આરસીબીને બળ મળ્યું છે. આ 31 વર્ષીય ખેલાડીએ દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ 43 અને પછી ચેન્નઈ વિરુદ્ધ 0 રનની ઈનિંગ રમી. ઓપનિંગ બેટ્સમેન દેવદત્ત પડીક્કલને છોડીને બીજા બેટ્સમેનોના પ્રદર્શનમાં નિરંતરતા જોવા મળી નથી. આરોન ફિન્ચ અને એબી ડિવિલિયર્સ લય હાસિલ કરવા સંઘર્ષ કરી રહ્યાં છે. દક્ષિણ આફ્રિકાના ઓલરાઉન્ડર ક્રિસ મોરિસ આવવાથી ટીમ બોલિંગ વિભાગમાં વધુ મજબૂત બની છે. 


કોલકત્તા નાઇટ રાઇડર્સઃ દિનેશ કાર્તિક, આંન્દ્રે રસેલ, સુનીલ નરેન, કુલદીપ યાદવ, શુભમન ગિલ, લોકી ફર્ગ્યુસન, નીતીશ રાણા, રિંકુ સિંઘ, પ્રસિદ્ધ કૃષ્ણા, સંદીપ વોરિયર, કમલેશ નાગેરકોટી, શિવમ માવી, સિદ્ધેશ લાડ, પેટ કમિન્સ, ઇઓન મોર્ગન, ટોમ બેન્ટન, રાહુલ ત્રિપાઠી, વરૂણ ચક્રવર્તી, ક્રિસ ગ્રીન, એમ સિદ્ધાર્થ, નિખિલ નાઈક.


રોયલ ચેલેન્જર બેંગલુરૂઃ વિરાટ કોહલી, એબી ડી વિલિયર્સ, દેવદત્ત પડ્ડીકલ, પાર્થિવ પટેલ, ગુરકિરતસિંહ, મોઇન અલી, પવન નેગી, વોશિંગ્ટન સુંદર, શિવમ દુબે, મોહમ્મદ સિરાજ, નવદીપ સૈની, ઉમેશ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, ક્રિસ મોરિસ, પવન દેશપાંડે, એરોન ફિંચ , જોશુઆ ફિલીપ, શાહબાઝ અહેમદ, કેન રિચર્ડસન, ડેલ સ્ટેન અને ઇસુરુ ઉડાના.


વાંચો આઈપીએલના તમામ સમાચાર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર