નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ  2020 (IPL 2020)મા 52 મેચ પૂરી થઈ ચુકી છે અને પ્લેઓફની રેસ જો-તોની સ્થિતિમાં ફસાયેલી છે. આ વચ્ચે આજે કોલકત્તા નાઇટ રાઇડર્સ અને રાજસ્થાન વચ્ચે મેચ રમાશે. આ મુકાબલો બંન્ને ટીમની છેલ્લી લીગ મેચ હશે. રાજસ્થાન અને કોલકત્તા માટે આ મેચ ખુબ મહત્વની છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજસ્થાનની ટીમ 13 મેચોમાં છ મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાન પર છે. તો કોલકત્તા 13માંથી છ મેચ જીતીને સાતમાં સ્થાને છે. રાજસ્થાને કોલકત્તાને હરાવ્યા બાદ બીજા પરિણામ પોતાના પક્ષમાં રહેવાની આશા કરવી પડશે. તેના માટે કિંગ્સ ઇલેવન પંજાબ અને સનરાઇઝર્સનું હારવું પણ જરૂરી છે. 
    
રાજસ્થાન માટે સૌથી સારી વાત છે કે બેન સ્ટોક્સ ફોર્મમાં આવી ગયો છે. પાછલી બે મેચમાં તેણે એક સદી અને એક અડધી સદી ફટકારી છે. પંજાબ સામે તેણે બે વિકેટ પણ ઝડપી હતી. સંજૂ સેમસન ફોર્મમાં આવી ગયો છે. તો બટલર અને તેવતિયાને પણ નજરઅંદાજ કરી શકાય નહીં. રાજસ્થાનની બોલિંગ થોડી નબળી છે. જોફ્રા આર્ચરે અત્યાર સુધી દમદાર પ્રદર્શન કર્યું છે, પણ તેને અન્ય બોલરોનો સાથ મળ્યો નથી. ટીમે પાછલી બંન્ને મેચમાં દમદાર પ્રદર્શન કરીને જીત મેળવી હતી. તેવામાં આજે પ્લેઇંગ ઇલેવનમાં ફેરફારની શક્યતા નથી. 


કોલકત્તાનો માર્ગ ખરાબ રનરેટને કારણે ખુબ મુશ્કેલ છે. રાજસ્થાન જો હારે અને કોઈ ટીમ 14 પોઈન્ટ સુધી પહોંચશે નહીં તો તે ક્વોલિફાઇ કરી લેશે. ટીમને પાછલી મેચમાં છ વિકેટે હાર મળી હતી. ટીમના બેટ્સમેનોએ સારૂ પ્રદર્શન કરી રન બનાવવા પડશે. તો મોર્ગને ઉપરના ક્રમે બેટિંગ કરવા આવવું પડશે. આજની મેચમાં આંદ્રે રસેલ રમશે કે નહીં તે પણ એક સવાલ છે. બોલિંગમાં લોકી ફર્ગ્યુસન અને પેટ કમિન્સ પર જવાબદારી રહેશે. ટીમ આ મેચમાં એક ફેરફાર કરી શકે છે. રિંકુ સિંહના સ્થાને પ્રસિદ્ધ કૃષ્ણાને તક મળી શકે છે. 


રાજસ્થાનની સંભવિત પ્લેઇંગ ઇલેવન
રોબિન ઉથપ્પા, બેન સ્ટોક્સ, સ્ટીવ સ્મિથ (કેપ્ટન), સંજૂ સેમસન, જોસ બટલર, રિયાન પરાગ, રાહુલ તેવતિયા, જોફ્રા આર્ચર, શ્રેયસ ગોપાલ, અંકિત રાજપૂત, કાર્તિક ત્યાગી.


કોલકત્તા નાઇટ રાઇડર્સ
શુભમન ગિલ, નીતીશ રાણા, રાહુલ ત્રિપાઠી, દિનેશ કાર્તિક, ઇયોન મોર્ગન, સુનીલ નરેન, પેટ કમિન્સ, રિંકુ સિંહ/પ્રસિદ્ધ કૃષ્ણા, લોકી ફર્ગ્યુસન, કમલેશ નાગરકોટી અને વરૂણ ચક્રવર્તી. 


વાંચો આઈપીએલના તમામ સમાચાર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર