નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના પૂર્વ દિગ્ગજ બેટ્સમેન સચિન તેંડુલકરે જણાવ્યુ કે, તેમના હિસાબથી આ વખતે કઈ ટીમ આઈપીએલ ચેમ્પિયન બની શકે છે. સચિને આકાશ ચોપડાની સાથે યૂટ્યૂબ ચેનલ પર એક ઈન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યુ કે, આ વખતે મુંબઈ ઈન્ડિયન્સ ચેમ્પિયન બનશે. સચિને આકાષ ચોપડાને કહ્યુ કે, મેં હંમેશા બ્લૂ જર્સી પહેરી છે અને જ્યારે મુંબઈ તથા ઈન્ડિયન્સ સાથે આવે તો મુંબઈ ઈન્ડિયન્સ બની જાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ચેટ દરમિયાન આકાશ ચોપડાએ કહ્યુ કે, આ વખતે દિલ્હી કેપિટલ્સની ટીમ પણ ખુબ સંતુલિત છે અને મજબૂત જોવા મળી રહી છે અને મુંબઈ ઈન્ડિયન્સને પડકાર આપી શકે છે. તેના પર સચિને કહ્યુ કે, આ લીગની બધી ટીમો સંતુલિત છે, તેવામાં આ ગતીની ગેમ હશે. સચિને કહ્યુ કે, આઈપીએલની દરેક ટીમ સંતુલિત છે અને ક્રિકેટના આ ફોર્મેટમાં ખુબ ઓછા સમયમાં ઘણુ થાય છે. જ્યારે બેટ્સમેન શોટ્સ રમવાનું શરૂ કરે તો આપણે સલાહ આપીએ કે થોડુ સંભાળીને રમવાની જરૂર છે. તો જ્યારે શોટ રમવામાં વાર લાગે તો આપણે ઈચ્છીએ કે મોટા શોટ લગાવે. 


IPL: નવા લુક સાથે 436 દિવસ બાદ મેદાન પર ઉતર્યો મહેન્દ્ર સિંહ ધોની


સચિને કહ્યુ કે, આ ફોર્મેટ ખુબ રસપ્રદ છે અને તેમાં કોઈપણ ટીમ બાજી મારી શકે છે. આ ટૂર્નામેન્ટ 53 દિવસ ચાલશે જેમાં ખુબ ચઢાવ-ઉતાર જોવા મળશે. પરંતુ જે ટીમની ગતી હશે તે વધુ મેચોમાં વિજય મેળવશે. તમને જણાવી દઈએ કે આ સીઝન યૂએઈમાં રમાઇ રહી છે અને સચિન ટીમ સાથે નથી. પરંતુ સચિને પુત્ર અર્જુન તેંડુલકર વિશે કહ્યુ કે, તે નેટ બોલરની હેસિયતથી યૂએઈ ગયો છે. સચિન મુંબઈ માટે પ્રથમ છ સીઝન રમી ચુક્યો છે, પરંતુ તેના રહેતા ટીમ ક્યારેય ચેમ્પિયન બની શકી નથી. 


વાંચો આઈપીએલના તમામ સમાચાર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર