નવી દિલ્હીઃ રાજસ્થાન રોયલ્સે મુંબઈ ઈન્ડિયન્સને હરાવીને અંતિમ ચારની રેસને રોમાંચક બનાવી દીધી છે. પરંતુ ચાર વખતની ચેમ્પિયન ટીમને પ્લેઓફમાં પહોંચવાની  સંભાવનાઓ પર તેનાથી કોઈ ફર્ક પડ્યો નથી. ટીમે પોતાની ત્રણ મેચમાં માત્ર એક જીતની જરૂર છે અને તે પ્લેઓફની ટિકિટ મેળવી લેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રોયલ્સની ટીમ 10 પોઈન્ટ સાથે છઠ્ઠા સ્થાને છે. તે 14 પોઈન્ટની સાથે હજુપણ પ્લેઓફમાં પહોંચી શકે છે. રોયલ્સની બે મેચ બાકી છે અને તે બંન્ને મેચ જીતશે તો અંતિમ ચારમાં પહોંચવાની તેની આશા યથાવત રહેશે. રવિવારે રાજસ્થાને મુંબઈને હરાવીને ચેન્નઈ સુપર કિંગ્સને અંતિમ ચારની રેસમાંથી બહાર કરી દીધી છે. આઈપીએલના ઈતિહાસમાં પ્રથમવાર ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ પ્લેઓફમાં પહોંચી શકી નથી. 


બેન સ્ટોક્સની સદીની મદદથી રાજસ્થાનની ટીમે પોતાની પ્લેઓફની આશા જીવંત રાખી છે. પરંતુ હજુ તેની પ્લેઓફની ટિકિટ કોલકત્તા નાઇટ રાઇડર્સ, કિંગ્સ ઇલેવન પંજાબ અને સનરાઇઝર્સ હૈદરાબાદના પ્રદર્શન પર નિર્ભર રહેશે. રાજસ્થાન રોયલ્સે બાકી બે મેચ કિંગ્સ ઇલેવન પંજાબ અને કોલકત્તા નાઇટ રાઇડર્સ સામે રમવાની છે. 


કિંગ્સ ઇલેવન પંજાબ પાંચમાં અને કોલકત્તા નાઇટ રાઇડર્સ ચોથા સ્થાન પર છે. કોલકત્તાની ટીમની ત્રણ મેચ બાકી છે અને તેના 12 પોઈન્ટ છે. પ્લેઓફનું સ્થાન પાક્કુ કરવા માટે તેની માટે સારૂ રહેશે કે તે ત્રણેય મેચ જીતે. આજે કિંગ્સ ઇલેવન પંજાબ અને કોલકત્તા વચ્ચે મેચ રમવાની છે. જો કિંગ્સ નાઇટ રાઇડર્સને હરાવી દે છે અને ત્યારબાદ બંન્ને ટીમ પોતાની આગામી બંન્ને મેચ હારે તો રાજસ્થાન રોયલ્સ બાકી બે મેચ જીતીને ક્વોલિફાઇ કરી શકે છે. કારણ કે રાજસ્થાનના કુલ 14 પોઈન્ટ થઈ જશે અને કિંગ્સ ઇલેવન પંજાબ તથા કોલકત્તાના 12-12 પોઈન્ટ હશે. 


સનરાઇઝર્સ હૈદરાબાદની શું છે શક્યતા
સનરાઇઝર્સ હૈદરાબાદની વાત કરીએ તો તેના 11 મેચોમાં 8 પોઈન્ટ છે. તેનો માર્ગ મુશ્કેલ લાગી રહ્યો છે. તેની બાકી ત્રણેય મેચ ટેબલમાં ટોપ ત્રણ ટીમો સામે છે. તેણે આ ત્રણેય મેચ સારા અંતરથી જીતવી પડશે જેથી રનરેટના આધાર પર તેની આશા જીવિત રહે. જો હૈદરાબાદ કે પંજાબના 14 પોઈન્ટ થઈ જાય તો રાજસ્થાન માટે તક ઓછી થઈ જશે. રોયલ્સની નેટ રનરેટ -0.505 છે અને પ્લોઓફમાં સામેલ બાકી ટીમોથી ખરાબ છે. પરંતુ તેનો  મુકાબલો માત્ર કોલકત્તા નાઇટ રાઇડર્સ (0.476) સામે ચોથા સ્થાન માટે છે. 


ટોપ 3મા સામેલ બધી ટીમો- મુંબઈ ઈન્ડિયન્સ, દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોના 14-14 પોઈન્ટ છે અને પ્લેઓફમાં સ્થાન પાક્કુ કરવા તેને માત્ર એક જીતની જરૂર છે. તે એક જીત વગર પણ ક્વોલિફાઇ કરી શકે છે પરંતુ કોઈ ટીમ આવો ખતરો લેવા ઈચ્છશે નહીં. 


રાજસ્થાનની બાકીની મેચ
30 ઓક્ટોબર - કિંગ્સ ઇલેવન પંજાબ
1 નવેમ્બર - કોલકાતા નાઈટ રાઇડર્સ


સનરાઇઝર્સ હૈદરાબાદની બાકીની મેચ
27 ઓક્ટોબર - દિલ્હી રાજધાનીઓ
31 ઓક્ટોબર - રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
03 નવેમ્બર - મુંબઇ ઇન્ડિયન્સ


કોલકાતા નાઈટ રાઇડર્સની બાકીની મેચ
26 ઓક્ટોબર - કિંગ્સ ઇલેવન પંજાબ
29 ઓક્ટોબર  - ચેન્નાઈ સુપર કિંગ્સ
1 નવેમ્બર - રાજસ્થાન રોયલ્સ


કિંગ્સ ઇલેવન પંજાબની બાકી મેચ
26 ઓક્ટોબર - કોલકાતા નાઈટ રાઇડર્સ
30 ઓક્ટોબર - રાજસ્થાન રોયલ્સ
1 નવેમ્બર - ચેન્નાઈ સુપર કિંગ્સ


વાંચો આઈપીએલના તમામ સમાચાર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર