દુબઈઃ કોરોનાને કારણે આ વર્ષે આઈપીએલ (IPL 2020)ની સીઝનનું આયોજન સંયુક્ત અરબ અમીરાતમાં કરવામાં આવી રહ્યું છે. લીગનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે અને પ્રથમ મેચ 19 સપ્ટેમ્બરે રમાશે. યૂએઈના ત્રણ શહેર- દુબઈ, અબુધાબી અને શારજાબમાં રમાશે. આ ત્રણ શહેરોમાં દુબઈ સૌથી વધુ 24 મેચોની યજમાની કરશે. તો અબુધાબીમાં 20 મેચ રમાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શારજાહમાં સૌથી ઓછી 12 મેચ રમાશે. બીસીસીઆઈએ હજુ પ્લેઓફ અને ફાઇનલ મેચના સ્થળની જાહેરાત કરી નથી. તેણે કહ્યું કે, તે જલદી આ મેચોની તારીખો અને મેદાનના નામોની જાહેરાત કરશે. અબુધાબીમાં સૌથી પહેલી મેચ 19 સપ્ટેમ્બરે મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. આ મેચથી લીગની 13મી સીઝનની શરૂઆત થશે. 


IPL 2020 Schedule: જુઓ ગુજરાતીમાં આઈપીએલનો સંપૂર્ણ કાર્યક્રમ  


અત્યાર સુધી જાહેર કરવામાં આવેલા કાર્યક્રમ પ્રમાણે અબુધાબીમાં છેલ્લી લીગ મેચ 2 નવેમ્બરે દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે રમાશે. તો દુબઈમાં પ્રથમ મેચ 20 સપ્ટેમ્બરે દિલ્હી કેપિટલ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે રમાશે. 


જુઓ કઈ ટીમ કેટલી મેચ ક્યા સ્ટેડિયમમાં રમશે. 


ટીમ દુબઈ અબુધાબી શારજાહ
મુંબઈ ઈન્ડિયન્સ 3 8 3
ચેન્નઈ સુપર કિંગ્સ 7 4 3
દિલ્હી કેપિટલ્સ 7 4 3
સનરાઇઝર્સ હૈદરાબાદ 8 3 3
કોલકાતા નાઈટ રાઇડર્સ 3 8 3
રાજસ્થાન રોયલ્સ 6 5 3
કિંગ્સ ઇલેવન પંજાબ 7 4 3
રોયલ ચેલેન્જર્સ બેંગલોર 7 4 3

દુબઈમાં લીગ તબક્કાની છેલ્લી મેચ એક નવેમ્બરે કોલકત્તા નાઇટ રાઇડર્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાશે. શારજાહમાં પ્રથમ મેચ 22 સપ્ટેમ્બરે રાજસ્થાન રોયલ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે થશે અને અહીં લીગ રાઉન્ડની છેલ્લી મેચ ત્રણ નવેમ્બરે સનરાઇઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાશે. 


વાંચો આઈપીએલના તમામ સમાચાર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર