નવી દિલ્હીઃ આઈપીએલ (IPL 2020)મા દિલ્હીની ટીમ દમદાર પ્રદર્શન કરી રહી છે. ટીમે પોતાની પહેલી બે મેચમાં બે જીત મેળવી છે. તો પોઈન્ટ ટેબલમાં પણ દિલ્હીની ટીમ પ્રથમ સ્થાને છે. દિલ્હીના બેટ્સમેન તથા બોલરો ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વચ્ચે દિલ્હી કેપિટલ્સના યુવા કેપ્ટન શ્રેયસ અય્યર  (Shreyas Iyer)એ પોતાના ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં શ્રેયસ પોતાની ટીમના એક ખેલાડીની નકલ ઉતારી રહ્યો છે. વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેન સિમરન હેટમાયર (Shimron Hetmyer) કોઈ સાથે વાત કરી રહ્યો છે આ વચ્ચે અય્યર તેની પાછળ ઉભો રહી જાય છે અને તેની નકલ ઉતારવા લાગે છે. શ્રેયસે આ વીડિયોમાં કેપ્શન લખ્યુ છે ‘Hetty! Always got your back bro’.


IPL 2020 Points Table: દિલ્હી સૌથી ઉપર તો હૈદરાબાદ સૌથી નીચે, જાણો અન્ય ટીમોની સ્થિતિ

મહત્વનું છે કે અબુધાબીમાં આજે દિલ્હી અને હૈદરાબાદની ટીમ આમને-સામને છે. જેમાં દિલ્હીએ ટોસ જીતીને પ્રથમ ફીલ્ડિંગ પસંદ કરી છે.  


વાંચો આઈપીએલના તમામ સમાચાર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર