CSK સાથે સુરેશ રૈનાની સફર સમાપ્ત? હોટલના રૂમથી શરૂ થઈ વિવાદની શરૂઆત
સુરેશ રૈના વિશે કહેવામાં આવ્યું કે, તે `અંગત કારણો`થી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માંથી હટી ગયો છે પરંતુ લાગે છે કે ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ની સાથે તેની લાંબી સફર સમાપ્ત થઈ ગઈ છે કારણ કે આ ફ્રેન્ચાઇઝી 2021 સીઝન પહેલા તેની સાથે નાતો તોડી શકે છે.
નવી દિલ્હીઃ સુરેશ રૈના વિશે કહેવામાં આવ્યું કે, તે 'અંગત કારણો'થી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માંથી હટી ગયો છે પરંતુ લાગે છે કે ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ની સાથે તેની લાંબી સફર સમાપ્ત થઈ ગઈ છે કારણ કે આ ફ્રેન્ચાઇઝી 2021 સીઝન પહેલા તેની સાથે નાતો તોડી શકે છે.
ચેન્નઈની ટીમ દુબઈમાં છે. તેની ટીમમાં કોવિડ-19ના 13 મામલા સામે આવ્યા જેમાં ટીમના મુખ્ય બે ખેલાડી દીપક ચાહર અને ઋતુરાજ ગાયકવાડ પણ સામેલ છે. આઈપીએલ સૂત્રો અનુસાર હાલમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતી લેનાર રૈનાના આ નિર્ણયમાં તેણે પણ મહત્વની ભૂમિકા ભજવી છે.
પરંતુ હવે સામે આવ્યું કે, ટીમ મેનેજમેન્ટ એકાંતવાસ દરમિયાન આ 32 વર્ષીય ખેલાડીના વ્યવહારથી ખુશ નહતો જેનાથી સીએસકેના માલિક અને બીસીસીઆઈના પૂર્વ અધ્યક્ષ એન શ્રીનિવાસન નારાજ હતા. આઈપીએલ સૂત્રોએ પીટીઆઈને કહ્યું, 'સીએસકેના નિયમો અનુસાર કોચ, કેપ્ટન અને મેનેજરને હોટલમાં રહેવા માટે સૂઇટ્સ મળ્યા છે, પરંતુ ટીમ જે હોટલમાં રોકાણી છે તેમાં રૈનાને પણ સુઇટ મળે છે. વાત માત્ર એટલી હતી કે તેના રૂમમાં બાલકની નહતી.'
સૂત્રોએ કહ્યું, 'આ મુદ્દો હતો, પરંતુ મને નથી લાગતું કે આ વાપસી (ભારત પરત ફરવા) માટે મોટું કારણ હતું. ટીમમાં કોવિડ મામલા વધવા પણ મોટો મુદ્દો હોઈ શકે છે.'તેમણે કહ્યું કે, સ્થિતિને જોતા રૈના એપ્રિલ 2021થી શરૂ થનાર આગામી આઈપીએલ પહેલા ચેન્નઈની ટીમમાંથી બહાર થઈ શકે છે. શું રૈનાની આ સત્રમાં વાપસીની સંભાવના છે, જેનાથી સ્થિતિ બદલી છે. તેના પર સૂત્રએ કહ્યું, તે આ સીઝનમાં ઉપલબ્ધ નહીં રહે અને સીએસકેએ જે સત્તાવાર નિવેદન જારી કર્યું છે, તેમાં તે સ્પષ્ટ છે કે કંઇક એવી વાત છે જે શીર્ષ અધિકારીઓને યોગ્ય લાગી નથી.
IPL 2020: શા માટે સુરેશ રૈનાએ છોડી ટૂર્નામેન્ટ? ટીમ માલિક શ્રીનિવાસને કર્યો મોટો ખુલાસો
તેમણે કહ્યું, 'તેની ખુબ ઓછી સંભાવના છે કે જે ખેલાડી નિવૃત થઈ ચુક્યો હોય અને સંભવતઃ કોઈ પ્રકારની ક્રિકેટ રમશે નહીં તે સીએસકેમાં વાપસી કરશે. તે ફરી હરાજીમાં સામેલ થશે અને કોઈ ટીમ તેને લઈ શકે છે. સીએસકેએ ઋતુરાજ ગાયકવાડ પર બોલી લગાવી હતી અને તેને આશા છે કે તે આઇસોલેશનમાંથી પરત આવ્યા બાદ ફિટ હશે અને બે ટેસ્ટ નેગેટિવ આવ્યા બાદ પ્રેક્ટિસ કરી શકશે.' આઈપીએલ સૂત્રએ કહ્યું, 'સીએસકેએ રૈનાના સ્થાને કોઈ ખેલાડીની માગ કરી નથી. તેમણે હજુ કોઈ નિર્ણય લીધો નથી.'
અટકળો લગાવવામાં આવી રહી છે કે રૈનાએ જૈવ સુરક્ષિત વાતાવરણનું ઉલ્લંઘન કર્યું હતું. આ મામલામાં રૈનાની માફીથી ખાસ પ્રભાવ પડશે નહીં કારણ કે ટીમ ભવિષ્ય વિશે વિચારી રહી છે. સૂત્રએ કહ્યું, માફી માગવા વિશે હું નથી જાણતો પરંતુ સીએસકે હવે ઋતુરાજને ભવિષ્ય માટે તૈયાર કરવા ઈચ્છશે તથા ધોની (મુખ્ય કોચ સ્ટીફન) ફ્લેમિંગ તે પ્રમાણે પોતાની રણનીતિ બનાવશે. રૈનાએ સીએસકે તરફથી 164 મેચમાં સર્વાધિક 4527 રન બનાવ્યા છે. આઈપીએલમાં તેના નામે 5368 રન નોંધાયેલા છે અને તે ટી20 ટૂર્નામેન્ટમાં સર્વાધિક રન બનાવવાના મામલામાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલી (5412) બાદ બીજા સ્થાન પર છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube