અબુધાબીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2020મા મંગળવાર 6 ઓક્ટોબરે મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ અબુધાબીના શેખ ઝાયદ સ્ટેડિયમમાં રમાશે. આ બંન્ને ટીમો વચ્ચે લીગની બીજી મેચ 25 ઓક્ટોબરે હશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજસ્થાન રોયલ્સે આઈપીએલ 2008નું ટાઇટલ જીત્યું હતું તો મુંબઈની ટીમ ચાર વખતની ચેમ્પિયન છે. બંન્ને ટીમ આ સીઝનમાં સારૂ રમી રહી છે અને તેવામાં આ મુકાબલો રોમાંચક થવાની આશા છે. મુકાબલા પહેલા આંકડાની નજરથી જોઈએ કે કુલ મળીને કઈ ટીમ કોના પર ભારે છે. 


હેડ ટૂ હેડ
મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મુકાબલા ટક્કરના રહ્યાં છે. બંન્ને ટીમોએ કુલ 21 મેચ રમી છે અને 10-10 જીતી છે. 2009મા સાઉથ આફ્રિકામાં રમાયેલી આઈપીએલમાં તેની એક મેચ રદ્દ થઈ ગઈ હતી. 


છેલ્લા પાંચ મુકાબલા
રાજસ્થાન રોયલ્સની ટીમ અહીં રોહિતની ટીમ પર હાવી દેખાઈ રહી છે. રોયલ્સે મુંબઈ વિરુદ્ધ છેલ્લી પાંચમાંથી ચાર મેચ જીતી છે. 


છેલ્લી પાંચ મેચનો રેકોર્ડ
રાજસ્થાન રોયલ્સ 5 વિકેટથી જીત્યું
રાજસ્થાન રોયલ્સ 4 વિકેટથી જીત્યું
રાજસ્થાન રોયલ્સ 7 વિકેટે જીત્યું
રાજસ્થાન રોયલ્સ 3 વિકેટથી જીત્યું
મુંબઈ ઈન્ડિયન્સ 8 રને જીતી ગઈ


વિરાટ કોહલી કરવાનો હતો મોટી ભૂલ પણ યાદ આવી ગઈ 'ચેતવણી', સચિને પણ કર્યુ ટ્વીટ


બેટ્સમેનનો રેકોર્ડ
બંન્ને ટીમો વચ્ચે રમાયેલી મેચોમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓની વાત કરીએ તો મુંબઈ તરફથી અંજ્કિય રહાણે ટોપ પર છે. તેણે રોયલ્સ વિરુદ્ધ 409 રન બનાવ્યા છે. તો સંજૂ સેમસને રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા મુંબઈ વિરુદ્ધ 431 રન ફટકાર્યા છે. 


બોલિંગનો રેકોર્ડ
બોલિંગની વાત કરીએ તો ધવલ કુલકર્ણી મુંબઈનો સૌથી સફળ બોલર રહ્યો છે. તેણે રોયલ્સ વિરુદ્ધ 17 વિકેટ ઝડપી છે તો શેન વોટસને મુંબઈ વિરુદ્ધ 13 વિકેટ ઝડપી છે. 


સંભવિત ઇલેવન
રાજસ્થાન રોયલ્સઃ
જોસ બટલર, સ્ટીવ સ્મિથ, સંજૂ સેમસન, રોબિન ઉથપ્પા, રાહુલ તેવતિયા, મહિપાલ લોમરોર, રિયાન પરાગ, ટોમ કરન, જોફ્રા આર્ચર, શ્રેયસ ગોપાલ, જયદેવ ઉનડકટ/અંકિત રાજપૂત.


મુંબઈ ઈન્ડિયન્સઃ ક્વિન્ટન ડિ કોક, રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશાન, હાર્દિક પંડ્યા, ક્રુણાલ પંડ્યા, કીરોન પોલાર્ડ, ટ્રેન્ટ બોલ્ટ, જેમ્સ પેટિન્સન, રાહુલ ચાહર, જસપ્રીત બુમરાહ. 


વાંચો આઈપીએલના તમામ સમાચાર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર