નવી દિલ્હીઃ વિસ્ફોટક બેટ્સમેન વિરાટ કોહલીની આગેવાની વાળી ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB)એ ઈન્ડિયન પ્રીમિયર લીગ-2020મા ત્રણ જીત હાસિલ કરી છે. શનિવારે તેણે રાજસ્થાન રોયલ્સને 8 વિકેટથી પરાજય આપ્યો હતો. અબુધાબીમાં આ મેચમાં કેપ્ટન વિરાટ કોહલીએ આખરે પોતાની લય હાસિલ કરી અને 53 બોલમાં 72 રન બનાવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોહલીએ યુવા ઓપનર દેવદત્ત પડિક્કલની સાથે મળીને બેંગલોરને આસાન જીત અપાવી હતી. પડિક્કલે 45 બોલમાં 63 રનની ઈનિંગ રમી હતી. બંન્નેએ બીજી વિકેટ માટે 99 રન જોડ્યા હતા. બેંગલોરને જીત માટે 155 રનની જરૂર હતી. મેચ બાદ કોહલીએ રાજસ્થાનના ઓલરાઉન્ડર રાહુલ તેવતિયા સાથે વાત કરી હતી.


CSKvsKXIP: શું ધોનીની સેનાને મળશે જીત? આજે કિંગ્સ Xi અને સુપર કિંગ્સ વચ્ચે ટક્કર  


તેવતિયાએ રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ માત્ર  બોલ પર  રન બનાવીને પોતાની ટીમને જીત અપાવી હતી. રાજસ્થાન રોયલ્સે કિંગ્સ ઇલેવન પંજાબે આપેલા 224 રનનો લક્ષ્ય હાસિલ કર્યો હતો. 


વાંચો આઈપીએલના તમામ સમાચાર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર