ચેન્નઈઃ ચેન્નઈમાં આઈપીએલની હરાજી શરૂ થઈ છે. આજે અહીં સૌથી મોટો ઈતિહાસ રચાયો છે. આફ્રિકાનો ઓલરાઉન્ડર ક્રિસ મોરિસ આઈપીએલ ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. ક્રિસ મોરિસને રાજસ્થાન રોયલ્સે 16.25 કરોડની રકમ આપીને ખરીદ્યો છે. આ પહેલા આઈપીએલમાં સૌથી મોંઘા ખેલાડી તરીકે યુવરાજ સિંહનું નામ હતું. યુવરાજને 2014મા દિલ્હી કેપિટલ્સે 16 કરોડમાં ખરીદ્યો હતો. તો ગયા વર્ષે પેટ કમિન્સ સૌથી મોંઘો ખેલાડી બન્યો હતો. તેને 15.50 કરોડમાં કોલકત્તા નાઇટ રાઇડર્સે ખરીદ્યો હતો. હવે ક્રિસ મોરિસે આ બધા રેકોર્ડ તોડી દીધા છે. મહત્વનું છે કે આ સીઝનમાં મોરિસે તેની બેઝ પ્રાઇઝ 75 લાખ રૂપિયા રાખી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્રિસ મોરિસે બનાવ્યો રેકોર્ડ
આજની હરાજીમાં સાઉથ આફ્રિકાના ક્રિસ મોરિસે ઈતિહાસ બનાવી દીધો છે. તે આઈપીએલની હરાજીમાં વેચાનાર (ભારતીય-વિદેશી) સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. તેને ગયા વર્ષે આરસીબીએ 10 કરોડમાં ખરીદ્યો અને ત્યારબાદ રિલીઝ કરી દીધો હતો. હવે તેને મોટી રકમ મળી છે. તેણે આઈપીએલની હરાજીના તમામ રેકોર્ડ તોડી દીધા છે. 


IPL auction 2021: મેક્સવેલ આ વખતે વિરાટ કોહલી સાથે ધૂમ મચાવશે, મળી મોટી રકમ 

3. બેન સ્ટોક્સ- ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સને 1017ની હરાજીમાં પુણે સુપરજાયન્ટ્સે 14.5 કરોડ રૂપિયા આપીને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો.


4. યુવરાજ સિંહઃ દિલ્હી ડેયરડેવિલ્સે યુવરાજ સિંહને 2014ની સીઝનમાં 14 કરોડ રૂપિયા આપીને ખરીદ્યો હતો. 


5. બેન સ્ટોક્સઃ યુવરાજની જેમ બેન સ્ટોક્સે આ લિસ્ટમાં બીજીવાર સ્થાન મેળવ્યુ છે. સ્ટોક્સને 2018ની હરાજીમાં રાજસ્થાન રોયલ્સે 12.5 કરોડ આપીને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. 


6. દિનેશ કાર્તિકઃ વિકેટકીપર દિનેશ કાર્તિકને 2014ની હરાજીમાં મોટી રકમ મળી હતી. દિલ્હીએ તેને 12.5 કરોડ રૂપિયા આપીને લીધો હતો. 


7. જયદેવ ઉનડકટઃ જયદેવ ઉનડકટ આઈપીએલના ઈતિહાસમાં સૌથી મોંઘો ભારતીય ફાસ્ટ બોલર છે. સૌરાષ્ટ્રના આ બોલરે 2017મા પુણે તરફથી રમતા હેટ્રિક ઝડપી હતી. ત્યારબાદ 2018ની હરાજીમાં રાજસ્થાને તેને 11.5 કરોડ આપીને સામેલ કર્યો હતો. 


IPL auction 2021: સ્ટીવ સ્મિથ આ વર્ષે દિલ્હી કેપિટલ્સમાં, જાણો કેટલા રૂપિયામાં વેચાયો  


8. ગૌતમ ગંભીરઃ પૂર્વ ભારતીય બેટ્સમેન ગૌતમ ગંભીરને કોલકત્તાએ 2011ની સીઝનમાં 11.4 કરોડ આપીને ટીમમાં સામેલ કર્યો હતો. 


9. કેએલ રાહુલઃ કેએલ રાહુલને કિંગ્સ ઇલેવન પંજાબે 2018ની હરાજીમાં 11 કરોડ રૂપિયા આપ્યા હતા. 


10. મનીષ પાંડેઃ ટીમ ઈન્ડિયાના યુવા બેટ્સમેન મનીષ પાંડેને 2018માં સનરાઇઝર્સ હૈદરાબાદે 11 કરોડ રૂપિયા આપી પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube