મુંબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2021) ની ચોથી મેચમાં આજે રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ આમને સામને છે. આ મેચમાં રાજસ્થાને ટોસ જીતી પ્રથમ બોલિંગનો નિર્ણય કર્યો છે. રાજસ્થાન તરફથી ચાર ખેલાડીઓએ પોતાનું પર્દાપણ કર્યુ છે. જેમાં ભાવનગરના ફાસ્ટ બોલર ચેતન સાકરિયાનો સમાવેશ થાય છે. અનેક સંઘર્ષો બાદ ચેતન સાકરિયા અહીં પહોંચ્યો છે. આજે વિશ્વની સૌથી મોટી લીગમાં રમવાનું તેનું સપનું પણ પૂરુ થયું છે. ચેતન સાકરિયાએ પ્રથમ ઓવરમાં બોલિંગ પણ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોણ છે ચેતન સાકરિયા
ચેતન સાકરિયાની બેઝ પ્રાઇઝ માત્ર 20 લાખ રૂપિયા હતી. પરંતુ તેને 1.20 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો છે. ચેતન સાકરિયા સૌરાષ્ટ્રની ટીમ તરફથી ડોમેસ્ટિક ક્રિકેટમાં રમે છે. તે ડાબોડી ફાસ્ટ બોલર છે. તે નાના ફોર્મેટમાં દમદાર બોલિંગ કરવા માટે જાણીતો છે. હવે તે સૌરાષ્ટ્ર ટીમના કેપ્ટન જયદેવ ઉનડકટ સાથે રાજસ્થાનની ટીમમાં રમશે.


ક્રિકેટર પૃથ્વી શૉની ગર્લફ્રેન્ડ કોણ છે? બોલીવુડ અને ક્રિકેટનું વધુ એક કનેક્શન


સરળ ન હતી સફર
આઈપીએલ સુધી પહોંચવું એ ચેતન સાકરીયા (Chetan Sakariya) માટેનું સ્વપ્ન પૂરું કરવા જેવું હતું, પરંતુ આ પ્રવાસ ખૂબ જ મુશ્કેલ હતો. 2 વર્ષ પહેલા, તેના પિતાએ ટેમ્પો ડ્રાઇવરની નોકરી છોડી દીધી હતી જેથી તે ગુજરાતના વરતેજ (Vartej) શહેરમાં તેના પરિવારની જરૂરિયાતોને પહોંચી શકે. 5 વર્ષ પહેલા તેની પાસે ટીવી ન હતું. ત્યારે ચેતન મિત્રના ઘરે ક્રિકેટ મેચ જોતો હતો.


RCB ની સાથે UAE ગયો હતો
આઈપીએલ 2020 (IPL 2020) માં ચેતન સાકરીયા (Chetan Sakariya) આરસીબી (RCB) સાથે યુએઈ (UAE) ગયો હતો. નેટ બોલર તરીકે આ ટીમમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ ભૂમિકામાં, તેણે કોચિંગ સ્ટાફ સિમોન કૈટિચ (Simon Katich) અને માઇક હેસનને (Mike Hesson) પોતાના મુરીદ બનાવ્યા હતા.


આઈપીએલના અન્ય સમાચાર વાંચવા માટે ક્લિક કરો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube