IPL 2021: ખેલાડીઓની હરાજીની તારીખ થઈ જાહેર, ચેન્નાઈમાં યોજાશે મિની ઓક્શન
આઇપીએલ 2021 માટે ખેલાડીઓની (IPL 2021) હરાજીની (Auction) તારીખની જાહેરાત કરવામાં આવી છે. આઇપીએલની 14મી સિઝનનું ઓક્શન (IPL Auction) 18 ફેબ્રુઆરીના ચેન્નાઈમાં (Chennai) યોજવામાં આવશે.
નવી દિલ્હી: આઇપીએલ 2021 માટે ખેલાડીઓની (IPL 2021) હરાજીની (Auction) તારીખની જાહેરાત કરવામાં આવી છે. આઇપીએલની 14મી સિઝનનું ઓક્શન (IPL Auction) 18 ફેબ્રુઆરીના ચેન્નાઈમાં (Chennai) યોજવામાં આવશે.
18 ફેબ્રુઆરીમાં થશે મિની ઓક્શન
આઇપીએલે ટ્વીટ કરી આ વાતની જાણકારી આપી છે. તેમમે ટ્વીટમાં લખ્યું, IPL ખેલાડીઓનું ઓક્શન 18 ફેબ્રુઆરીના રોજ ચેન્નાઈમાં થશે. આ વર્ષે IPL માં ખેલાડીઓના ઓક્શનને લઇને કેટલા રોમાંચિત છો તમે.
આ પણ વાંચો:- BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીની તબીયત ફરી ખરાબ, એપોલો હોસ્પિટલમાં દાખલ
ખેલાડીઓનું થઇ ગયું છે રિટેન્શન
20 જાન્યુઆરીના તમામ ટીમોમાંથી રિલીઝ અને રિલીઝ કરવામાં આવેલા ખેલાડીઓનું લિસ્ટ રજૂ કર્યું હતું. આ ખેલાડીઓમાં ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથ (Rajasthan Royals) અને ગ્લેન મેક્સવેલ (Kings XI Punjab) જેવા દિગ્ગજ પણ સામેલ છે. જેમને ટીમોએ બહારનો રસ્તો દેખાડ્યો છે. એવામાં આ વખતે ઈન પ્લેયર્સની મોટી બોલી લાગી શકે છે. ત્યારે મોટાભાગે ફ્રેન્ચાઈઝીએ પોતાના મહત્વના ખેલાડીઓને રિટેન કર્યા છે.
Virat Kohli થી Sourav Ganguly સુધી આ ક્રિકેટર્સે Startups માં લગાવ્યા કરોડો, જુઓ આ રહ્યું લિસ્ટ
આઇપીએલથી પહેલા ભારત સામે ઇગ્લેન્ડ
આગામી મહિનાથી ઇગ્લેન્ડની (England) સામે રમાતી ઘરેલુ સિરીઝનું આયોજન છે. બીજી ટેસ્ટ મેચ 13 થી 17 ફેબ્રુઆરી સુધી યોજાવાની છે. તેથી આઇપીએલના ઓક્શનની તારીખ 18 ફેબ્રુઆરી રાખવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube