ચેન્નઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2021) ની 9મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે શાનદાર પ્રદર્શન કરી સનરાઇઝર્સ હૈદરાબાદને 13 રને પરાજય આપી ટૂર્નામેન્ટમાં બીજી જીત મેળવી છે. એક સમયે હૈદરાબાદ મજબૂત સ્થિતિમાં હતું પરંતુ ફરી ટીમનો ધબડકો થયો હતો. ટીમે અંતિમ ઓવરોમાં વિકેટ ગુમાવવાની સાથે મેચ પણ ગુમાવી દીધી હતી. હૈદરાબાદનો ટૂર્નામેન્ટમાં આ સતત ત્રીજો પરાજય છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા મુંબઈએ 20 ઓવરમાં 5 વિકેટે 150 રન બનાવ્યા હતા. જેના જવાબમાં હૈદરાબાદની ટીમ 137 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હૈદરાબાદની ઈનિંગનો રોમાંચ
મુંબઈ વિરુદ્ધ હૈદરાબાદે આજે ડેવિડ વોર્નર અને જોની બેયરસ્ટોના રૂપમાં ઓપનિંગ જોડી ઉડારી હતી. બેયરસ્ટોએ ધમાકેદાર બેટિંગ કરતા પાવરપ્લેમાં 3 ચોગ્ગા અને ચાર છગ્ગા સાથે 41 રન બનાવ્યા હતા. ટીમે 6 ઓવરમાં 57 રન બનાવ્યા હતા. બેયરસ્ટો 22 બોલમાં 43 રન બનાવી કૃણાલ પંડ્યાના બોલ પર હિટ વિકેટ થયો હતો. ટીમને બીજો ઝટકો મનીષ પાંડેનાવ રૂપમાં લાગ્યો. તે રાહુલ ચહરની ઓવરમાં બે રન બનાવી આઉટ થયો હતો. 


કેપ્ટન ડેવિડ વોર્નર 36 રન બનાવી હર્દિક પંડ્યાના શાનદાર થ્રો પર રનઆઉટ થયો હતો. વોર્નરે પોતાની ઈનિંગમાં બે ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. ત્યારબાદ પોતાની પ્રથમ મેચ રમી રહેલ વિરાટ સિંહ 11 અને અભિષેક શર્મા 2 રન બનાવી આઉટ થયા હતા. આ બન્નેને રાહુલ ચહરે એક જ ઓવરમાં આઉટ કર્યા હતા.


T20 World Cup માટે India આવશે Pakistan ક્રિકેટ ટીમ, જાણો કેવી રીતે મળશે Visa


અબ્દુલ સમદ 7 રન બનાવી રનઆઉટ થયો હતો. રાશિદ ખાન (0)ને બોલ્ટે LBW આઉટ કરી મુંબઈને સાતમી સફળતા અપાવી હતી. વિજય શંકર 25 બોલમાં 2 છગ્ગા સાથે 28 રન બનાવી બુમરાહનો શિકાર બન્યો હતો. ભુવનેશ્વર કુમાર અને ખલીલ અહમદ એક-એક રન બનાવી આઉટ થયા હતા. આ બન્નેને ટ્રેન્ટ બોલ્ટે બોલ્ડ કર્યા હતા. 


મુંબઈ તરફથી રાહુલ ચાહર અને ટેન્ટ બોલ્ટે ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. આ સિવાય બુમરાહ અને કૃણાલ પંડ્યાને એક-એક સફળતા મળી હતી. 


મુંબઈની ઈનિંગનો રોમાંચ
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી મુંબઈ ઈન્ડિયન્સને કેપ્ટન રોહિત શર્મા અને ક્વિન્ટન ડિકોકે સારી શરૂઆત અપાવી હતી. બન્નેએ 6 ઓવરના પાવરપ્લેમાં 53 રન જોડ્યા હતા. રોહિત શર્મા સાતમી ઓવરમાં 25 બોલ પર 32 રન બનાવી વિજય શંકરના બોલ પર આઉટ થયો હતો. મુંબઈને બીજો ઝટકો સૂર્યકુમાર યાદવના રૂપમાં લાગ્યો, જે 10 રન બનાવી આઉટ થયો હતો. તેને પણ વિજય શંકરે પેવેલિયન પરત મોકલ્યો હતો. 


ત્રીજી વિકેટ મુંબઈની ડિ કોકના રૂપમાં પડી જે 39 બોલમાં 40 રન બનાવી મુઝીહ ઉર-રહમાનની ઓવરમાં આઉટ થયો હતો. ઈશાન કિશનના રૂપમાં હૈદરાબાદને ચોથી વિકેટ મળી હતી. હાર્દિક પંડ્યા 7 રન બનાવી આઉટ થયો હતો. પોલાર્ડે 22 બોલમાં અણનમ 35 રન બનાવ્યા હતા. તેણે ત્રણ સિક્સ ફટકારી હતી. કૃણાલ પંડ્યા 3 રન બનાવી અણનમ રહ્યો હતો. 


હૈદરાબાદ તરફથી વિજય શંકર અને મુઝીબ ઉર રહમાને બે-બે વિકેટ ઝડપી હતી. આ સિવાય ખલીલ અહમદને એક સફળતા મળી હતી. 


આઈપીએલના અન્ય સમાચાર વાંચવા માટે ક્લિક કરો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube