નવી દિલ્હીઃ  IPL 2021: આઈપીએલ ફ્રેન્ચાઇઝી દિલ્હી કેપિટલ્સ (DC) ના સહમાલિક પાર્થ ઝિંદલ પ્રમાણે આ વર્ષે વિશ્વની સૌથી મોંઘી ક્રિકેટ લીગના શરૂઆતી સત્રના બધા મુકાબલા મુંબઈમાં રમાઈ શકે છે. ત્યારબાદ નોકઆઉટ સત્રની મેચનું આયોજન અમદાવાદમાં થઈ શકે છે. ઝિંદલે કહ્યુ કે, જો હું સાંભળી રહ્યો છું અને જોઈ રહ્યો છું તે પ્રમાણે જો ઈંગ્લેન્ડ પ્રવાસ પર આવી શકે છે. જો ઈન્ડિયન સુપર લીગનું આયોજન ગોવામાં થઈ શકે છે, જો વિજય હઝારે ટ્રોફી અને સૈદય મુશ્તાક અલી ટ્રોફી થઈ શકે છો મને નથી લાગતું કે આઈપીએલે ભારતની બહાર જવુ જોઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાર્થ ઝિંદલે કહ્યુ કે, મને લાગે છે કે મેનેજમેન્ટ આ વિશે વિચાર કરી રહ્યું છે કે લીગ સ્તરને એક શહેરમાં આયોજીત કરાવવામાં આવે અને પ્લેઓફનું આયોજન અન્ય મેદાન પર કરવામાં આવે. ચર્ચા તે વાતની છે કે બધી લીગ મેચ એક શહેર મુંબઈમાં રાવવામાં આવે કારણ કે ત્યાં ત્રણ મેદાન (વાનખેડે સ્ટેડિયમ, બ્રેબ્રોન સ્ટેડિયમ અને ડીવાય પાટીલ સ્ટેડિયમ) છે. આ સિવાય પ્રેક્ટિસ માટે ત્યાં તમામ સુવિધાઓ છે. નોકઆઉટ મેચનું આયોજન અમદાવાદમાં થઈ શકે છે. આ બધુ હજુ અસ્પષ્ટ છે પરંતુ હું તે કહી રહ્યો છું જે સાંભળી રહ્યો છું. ઝિંદલે તે પણ કહ્યુ કે, જો લીગ સ્તરની બધી મેચ મુંબઈમાં થાય તો દિલ્હીની ટીમને ફાયદો થશે. તેમી ટીમમાં કેપ્ટન શ્રેયસ અય્યર સિવાય રહાણે અને પૃથ્વી શો મુંબઈના છે. 


આ પણ વાંચોઃ IPL 2021: આઈપીએલની હરાજી બાદ કઈ ટીમમાં કયા ખેલાડી, જુઓ સંપૂર્ણ લિસ્ટ


તો સનરાઇઝર્સ હૈદરાબાદના મેન્ટર વીવીએસ લક્ષ્મણે કહ્યુ કે, આયોજન સ્થળને લઈને હજુ નક્કી નથી. કોલકત્તા નાઇટરાઇડર્સના મુખ્ય કાર્યકારી વેંકી મૈસૂરે લક્ષ્મણની વાત રિપીટ કરી હતી. પંજાબના મુખ્ય કોચ અનિલ કુંબલેએ કહ્યુ કે, તેમણે બધા મેદાનો અને પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખી ટીમની પસંદગી કરી છે. તમને જણાવી દઈએ કે આ સીઝન માટે 18 ફેબ્રુઆરીએ ચેન્નઈમાં હરાજીનું આયોજન થયું હતું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube