IPL 2021: હરાજીમાં સામેલ થશે 292 ખેલાડીઓ, બીસીસીઆઈએ જાહેર કર્યું લિસ્ટ
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની હરાજી માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ખેલાડીઓની યાદી જાહેર કરી દીધી છે. જેમાં કુલ 292 પ્લેયરોને સામેલ કરવામાં આવ્યા છે.
નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 2021 સીઝનના ઓક્શન માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ખેલાડીઓની યાદી જાહેર કરી દીધી છે. હરાજીમાં કુલ 292 ખેલાડીઓ આવશે, જ્યારે 8 ટીમોને કુલ 61 પ્લેયરોની જરૂર છે. ખેલાડીઓની હરાજી 18 ફેબ્રુઆરીએ ચેન્નઈમાં થશે. આઈપીએલની આઠ ટીમોએ આ વખતે 139 ખેલાડીઓને રિટેન કર્યા છે, જ્યારે 57 ખેલાડીઓને પોતાની ટીમે રિલીઝ કરી દીધા છે. કુલ 196.6 કરોડ રૂપિયા દાવ પર હશે.
વધુમાં વધુ 61 ખેલાડીઓ દાવ પર
તમામ ફ્રેન્ચાઇઝી પોતાનો કોટો પૂરો કરવા ઈચ્છે છે અને તે માટે કુલ 61 ખેલાડીઓની જરૂર હશે. જો ફ્રેન્ચાઇઝી પોતાની ટીમમાં વધુ 25 ખેલાડીઓ હોય છે તો 61 ખેલાડીઓને લેવામાં આવશે (જેમાંથી 22 સુધી વિદેશી ખેલાડી હોય શકે છે).
આ પણ વાંચોઃ ENG vs IND T20: ટી20 સિરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, જાણો કેને મળી તક
રજીસ્ટ્રેડ થયેલા ખેલાડીઓની શ્રેણી આ પ્રકારે છે.
કેપ્ડ ભારતીય (21 ખેલાડી)
કેપ્ડ ઇન્ટરનેશનલ (186 ખેલાડી)
એસોસિએટ (27 ખેલાડી)
અનકેપ્ડ ભારતીય ખેલાડી જેણે ઓછામાં ઓછી 1 આઈપીએલ મેચ રમી છે- (50 ખેલાડી)
વિદેશી અનકેપ્ડ ખેલાડી જેણે ઓછામાં ઓછી 1 આઈપીએલ મેચ રમી છે- (2 ખેલાડી)
અનકેપ્ટ ભારતીય (743 ખેલાડી)
અનકેપ્ડ આંતરરાષ્ટ્રીય ખેલાડી (68 ખેલાડી).
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube