ENG vs IND T20: ટી20 સિરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, જાણો કેને મળી તક
ભારત સામે 12 માર્ચથી શરૂ થનાર પાંચ મેચોની ટી20 સિરીઝ માટે ઈંગ્લેન્ડે પોતાની ટીમ જાહેર કરી દીધી છે. ટેસ્ટ કેપ્ટન જો રૂટ આ ટીમમાં નથી.
Trending Photos
નવી દિલ્હીઃ ભારત વિરુદ્ધ ટી20 આંતરરાષ્ટ્રીય સિરીઝ માટે ઈંગ્લેન્ડે ટીમની જાહેરાત કરી દીધી છે. ટેસ્ટ ટીમના કેપ્ટન જો રૂટ (joe root) ને ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી. 16 સભ્યોની ટીમમાં કરન બ્રધર્સ સિવાય બેન સ્ટોક્સ, જોફ્રા આર્ચર અને ડેવિડ મલાન જેવા ખેલાડી છે. મહત્વનું છે કે ઈંગ્લેન્ડે ભારતના પ્રવાસ પર એક ટેસ્ટ મેચ રમી છે, જેમાં રૂટની આગેવાનીમાં મોટી જીત મેળવી સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે.
બટલર ભારત વિરુદ્ધ પ્રથમ ટેસ્ટ મેચ બાદ સ્વદેશ પરત ફરી ગયો છે. ઈંગ્લેન્ડે આ મેચ 227 રને જીતી હતી. બેયરસ્ટોને ઈંગ્લેન્ડની રોટેશન નીતિને કારણે પ્રથમ બે ટેસ્ટમાં આરામ આપવામાં આવ્યો છે. ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસન અને સ્ટુઅર્ટ બ્રોડ સીમિત ઓવરોની ક્રિકેટ રમતા નથી પરંતુ જોફ્રા આર્ચર પાંચેય મેચ માટે ઉપલબ્ધ છે.
આ છે ટી20 સિરીઝનો કાર્યક્રમ
ઈંગ્લેન્ડ સામે ટી20 સિરીઝની પાંચેય મેચ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ અમદાવાદમાં રમાવાની છે. ટી20 સિરીઝની શરૂઆત 12 માર્ચથી થશે. ત્યારબાદ 14, 16, 18 અને 20 માર્ચે બાકી ટી20 મેચ રમાશે. ત્યારબાદ ત્રણ મેચોની વનડે સિરીઝ શરૂ થશે. જે પુણેમાં રમાશે.
ઈંગ્લેન્ડ ટીમઃ ઇયોન મોર્ગન (કેપ્ટન), મોઇન અલી, જોફ્રા આર્ચર, જોની બેયરસ્ટો, સેમ બિલિંગ્સ, જોસ બટલર, કેમ કરન, ટોમ કરન, ક્રિસ જોર્ડન, લિયામ લિવિંગસ્ટોન, ડેવિડ મલાન, આદિલ રશીદ, જેસન રોય, બેન સ્ટોક્સ, રીસ ઓપ્લે, માર્ક વુડ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે