નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયા  (Team India) ના બેટ્સમેન શ્રેયસ અય્યર (Shreyas Iyer) ને ઈંગ્લેન્ડ વિરુદ્ધ વનડે સિરીઝ  (ODI Series) માં ઈજા થઈ હતી ત્યારબાદ તે આઈપીએલ 2021 (IPL 2021) ની સીઝનમાંથી બહાર થઈ ગયો છે. હવે તેની સારવારને લઈને મોટા સમાચાર આવ્યા છે. ૉ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શ્રેયસના ખભાની સફળ સર્જરી
શ્રેયસ અય્યર  (Shreyas Iyer) એ હોસ્પિટલમાંથી પોતાની લેટેસ્ટ તસવીર શેર કરતા પોતાના ફેન્સને શાનદાર મેસેજ કર્યો છે. અય્યરે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લખ્યુ, સર્જરી સફળ રહી અને સિંહની જેમ દ્રઢ સંકપ્લની સાથે હું જલદી વાપસી કરીશ. તમારા બધા લોકોનો શુભકામનાઓ માટે આભાર.


ફીલ્ડિંગ સમયે થઈ હતી ઈજા
23 માર્ચે રમાયેલી વનડે મેચ દરમિયાન શ્રેયસ અય્યરના ખભાનું હાડકુ ખસી ગયું હતું. ઈંગ્લેન્ડની ઓવરની 8મી ઓવરમાં જ્યારે અય્યરે ફીલ્ડિંગ કરવા માટે ડાઇવ લગાવી ત્યારબાદ તે ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. 


આ પણ વાંચોઃ IPL 2021: શુક્રવારથી ઈન્ડિયન પ્રીમિયર લીગનો પ્રારંભ, પ્રથમ મેચમાં રોહિતની સામે વિરાટ


ઈજા છતાં મળશે પૂરો પગાર
આ વર્ષે આઈપીએલમાંથી અય્યર બહાર થઈ ગયો છે. પરંતુ દિલ્હી કેપિટલ્સ શ્રેયસ અય્યરને પૂરો પગાર આપશે. એક સીઝન માટે અય્યરને સાત કરોડ રૂપિયા મળે છે. ફ્રેન્ચાઇઝી તેને આ રકમ આપશે. તેને ખેલાડી વીમા યોજના હેઠળ રકમની ચુકવણી કરવામાં આવશે. 


રિષભ પંત દિલ્હીનો કેપ્ટન
દિલ્હી કેપિટલ્સે 2021ની આઈપીએલ સીઝન માટે અય્યરના સ્થાને રિષભ પંતને કેપ્ટન બનાવ્યો છે. પંત લાંબા સમયથી આ ટીમ સાથે આઈપીએલમાં રમી રહ્યો છે. 


આઈપીએલના અન્ય સમાચાર વાંચવા માટે ક્લિક કરો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube