IPL 2021: સનરાઇઝર્સ હૈદરાબાદને લાગ્યો મોટો ઝટકો, ઈજાને કારણે આ સ્ટાર ખેલાડી બહાર
આઈપીએલ 2021માં સનરાઇઝર્સને મોટો ફટકો પડ્યો છે. ઈજાને કારણે ટી નટરાજન ટૂર્નામેન્ટમાં આગળ રમી શકશે નહીં.
નવી દિલ્હીઃ આઈપીએલ 2021 (IPL 2021) માં સનરાઇઝર્સ હૈદરાબાદે (SRH) સતત ત્રણ પરાજય બાદ જીતનું ખાતુ ખોલ્યું છે. પરંતુ હવે ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ઈજાને કારણે સ્ટાર ફાસ્ટ બોલર ટી નટરાજન (T Natraja) ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે.
ટી નટરાજન થયો બહાર
હકીકતમાં ફાસ્ટ બોલર ટી નટરાજનને ઘુંટણમાં ઈજા થઈ છે. જે કારણે તે હવે ટૂર્નામેન્ટની બાકી મેચ રમી શકશે નહીં. ઈજાને કારણે તેને સલાહ આપવામાં આવી છે કે તે હવે બાકીની મેચ રમે નહીં.
મહત્વનું છે કે નટરાજને આ સિઝનમાં માત્ર બે મેચ રમી છે. તે કોલક્તા અને બેંગલોર સામે મેદાનમાં ઉતર્યો હતો. બાકી બે મેચમાં તેના સ્થાને ખલીલ અહમદને અંતિમ ઇલેવનમાં સ્થાન મળ્યું હતું.
IPL 2021: હરભજન સિંહને પગે લાગ્યો સુરેશ રૈના, આવુ હતુ ભજ્જીનું રિએક્શન, જુઓ Video
મહત્વનું છે કે હૈદરાબાદની ટીમે હજુ તેના રિપ્લેસમેન્ટની જાહેરાત કરી નથી. પરંતુ ટીમ પાસે રિપ્લેસમેન્ટનો વિકલ્પ હાજર છે.
બીસીસીઆઈ સાથે જોડાયેલા સૂત્રએ જણાવ્યું કે, તેને આઈપીએલથી સીધુ બેંગલુરૂ સ્થિત નેશનલ ક્રિકેટ એકેડમી (એનસીએ) જવાનું કહેવામાં આવી શકે છે. એનસીએના ફીઝિયો નટરાજનની ફિટનેસની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને તેણે બીસીસીઆઈને ઈજા વિશે જાણકારી આપી છે. ત્યારબાદ માનવામાં આવી રહ્યું છે કે ફ્રેન્ચાઇઝી તેને રિલીઝ કરી શકે છે.
આઈપીએલના અન્ય સમાચાર વાંચવા માટે ક્લિક કરો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube