નવી દિલ્હી: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન વિરાટ કોહલીએ શુક્રવારના ઇન્ડિયન પ્રીમિયર લીગની મેચમાં પ્રવેશ્યા બાદ કહ્યું હતુંકે, ટેબલ ટોપર દિલ્હી કેપિટલ્સ સામેની જીત અવિશ્વસનીય છે જેમાં ગુમાવવાનું કંઈ નથી. RCB એ આ વર્ષે સતત બીજી વખત IPL પ્લેઓફમાં સ્થાન મેળ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભરત અને મેક્સવેલે કર્યો કમાલ
આરસીબીએ 165 રનના લક્ષ્યનો પીછો કરતા શ્રીકર ભરત અને ગ્લેન મેક્સવેલ ની શાનદાર અર્ધશતકીય ઇનિંગથી ત્રણ વિકેટ પર 166 રન બનાવી મેચ જીતી હતી. આ બંનેએ દિલ્હી કેપિટલ્સની ખરાબ ફિલ્ડિંગનો સંપૂર્ણ ફાયદો ઉઠાવી છેલ્લા બોલ પર ટીમને જીત અપાવી છે. મેચ બાદ કોહલીએ કહ્યું, અવિશ્વસનીય. આ એક એવી મેચ હતી જેમાં અમારી પાસે ગુમાવવા માટે કંઈપણ ન હતું તેમ છતાં શરૂઆતી વિકેટ ગુમાવ્યા બાદ ટેબલમાં ટોચ પર ચાલી રહેલી ટીમ વિરૂદ્ધ જીત નોંધાવી સારૂં છે. અમે તેમને આ સિઝનમાં બે વાર હરાવ્યા છે.


IPL 2021: Mumbai Indians પ્લેઓફની રેસમાંથી બહાર, તૂટી ગયું IPL જીતની હેટ્રિક સર્જવાનું સપનું


કોહલીએ ભરત અને મેક્સવેલની પ્રશંસા કરતા કહ્યું, જે રીતે એબી (ડી વિલિયર્સ) અને કેએસ (શ્રીકર ભરત) એ પહેલા બેટિંગ કરી તે સારી હતી અને પછી મેકસી (મેક્સવેલ) અને કેએસ વચ્ચે ભાગીદારી શાનદાર હતી.


પ્લેઓફ માટે મળ્યો આત્મવિશ્વાસ
ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લેતા કોહલીએ કહ્યું, ટાર્ગેટનો પીછો કરવાથી તમને પ્લેઓફમાં જવા માટે એક અલગ પ્રકારનો આત્મવિશ્વાસ મળે છે અને અમે ટુર્નામેન્ટમાં વધારે ટાર્ગેટનો પીછો કર્યો નથી તેથી બીજી ઇનિંગમાં સારી બેટિંગ કરવી પણ મહત્વની છે.


T20 World Cup માં ભારતનું 'ટ્રમ્પ કાર્ડ' બનશે ગુજરાતનો આ ખેલાડી! કોહલી પણ આ ક્રિકેટર પર છે ફિદા!


દિલ્હીની નબળી ફિલ્ડિંગ
ત્યારે દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંતે નબળી ફિલ્ડિંગ પર કહ્યું, અમે જાણીએ છીએ કે, ટી20 માં ફિલ્ડિંગ કેટલી મહત્વની છે. જો તમે આજની જેમ મદાનમાં ઉતરશો તો તમે હારવાના હકદાર છો. બેટિંગ કરતી વખતે અમે ઘણી વિકેટ ગુમાવી હતી. પરંતુ મને લાગે છે કે, આગામી વખતે આપણે વધુ સારી ફિલ્ડિંગ કરવી પડશે. મને લાગે છે કે, ઝાકળને કારણે ફાસ્ટ બોલરો માટે મુશ્કેલી ઉભી થતી હતી પરંતુ ફિલ્ડરોએ બોલિંગ યુનિટને ટેકો આપવો પડશે. અમે સારૂ અનુભવી રહ્યા નથી કારણ કે અમે આવી મેચ જીતવા માંગીએ છીએ.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube