નવી દિલ્લી: ઈન્ડિયન પ્રીમિયર લીગ પહેલાં રોયલ ચેલેન્ઝર્સ બેંગ્લોરની ટીમ મોટી જાહેરાત કરવા જઈ રહી છે. 12 માર્ચે આરસીબી તરફથી નવા કેપ્ટનની જાહેરાત કરવામાં આવશે. વિરાટ કોહલીએ 2021ની આઈપીએલ પછી કેપ્ટનશીપ છોડી દીધી હતી અને હવે ટીમને નવા લીડરની જરૂરિયાત છે. તેની વચ્ચે સમાચાર છે કે સાઉથ આફ્રિકાના લેજન્ડ એબી ડિવિલિયર્સ આ સિઝનમાં રોયલ ચેલેન્ઝર્સ બેંગલોરના મેન્ટર બની શકે છે. ડિવિલિયર્સે આ વર્ષે જાહેરાત કરી શકે છે કે તે હવે લીગ ક્રિકેટ પણ નહીં રમે પરંતુ કોઈને કોઈ રીતે આરસીબીની સાથે જોડાયેલો રહેશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આરસીબીએ પોતાના ટ્વિટર હેન્ડલથી અનેક તસવીરો શેર કરી છે. જેમાં 12 માર્ચે થનારી અનબોક્સિંગ વિશે જણાવ્યું છે. તેમાં નવા કેપ્ટનનું નામ પણ જોડાયેલું છે. માનવામાં આવી રહ્યું છે કે સાઉથ આફ્રિકાના પૂર્વ કેપ્ટન ફાફ ડુપ્લેસીસને આરસીબી પોતાનું કેપ્ટન બનાવી શકે છે.


વિરાટ કોહલી બીજા કેપ્ટનના નેતૃત્વમાં રમશે:
વિરાટ કોહલીએ યૂએઈમાં રમાયેલ આઈપીએલ 2021ની બીજી લીગમાં જાહેરાત કરી દીધી હતી કે કેપ્ટન તરીકે તેની આ છેલ્લી સિઝન હશે. વિરાટ કોહલીએ તે સમયે ભારતીય ટીમની ટી-20 ફોર્મેટની કેપ્ટનશીપ છોડી દીધી હતી. હવે વિરાટ કોહલી એકપણ ફોર્મેટમાં ભારતીય ટીમનો કેપ્ટન નથી.


આ પણ વાંચોઃ શેન વોર્ન તેના મૃત્યુ પહેલા શું કરી રહ્યો હતો? સીસીટીવી ફૂટેજમાં આ મોટું રહસ્ય બહાર આવ્યું


કોણ-કોણ રહ્યું છે આરસીબીનું કેપ્ટન:
1. વિરાટ કોહલી - કુલ મેચ 140, જીત 64, હાર 69
2. અનિલ કુંબલે - કુલ મેચ 26, જીત 15, હાર 11
3. ડેનિયલ વેટોરી - કુલ મેચ 22, જીત 12, હાર 10
4. રાહુલ દ્રવિડ - કુલ મેચ 14, જીત 4, હાર 10
5. કેવિન પીટરસન - કુલ મેચ 6, જીત 2, હાર 4
6. શેન વોટ્સન - કુલ મેચ 3, જીત 1, હાર 2


કેવો છે ફાફ ડુપ્લેસીસનો રેકોર્ડ:
ઈન્ડિયન પ્રીમિયર લીગમાં જો ફાફ ડુપ્લેસીસનો રેકોર્ડ જોઈએ તો તેણે સૌથી વધારે સમય ચેન્નઈ સુપર કિંગ્સ સાથે પસાર કર્યો છે. આઈપીએલની કારકિર્દીમાં ફાફ ડુપ્લેસીસે કુલ 100 મેચ રમી છે. તેમાં તેના નામે 2935 રન છે. ફાફના નામે 22 અર્ધસદી છે. જ્યારે તેની એવરેજ 34.94ની રહી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube