શેન વોર્ન તેના મૃત્યુ પહેલા શું કરી રહ્યો હતો? સીસીટીવી ફૂટેજમાં આ મોટું રહસ્ય બહાર આવ્યું છે

શેન વોર્નના મૃત્યુ સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. વોર્નના મૃત્યુના થોડા કલાકો પહેલાના કેટલાક CCTV ફૂટેજ સામે આવ્યા છે. જેમાં મોટો ખુલાસો થયો છે.

શેન વોર્ન તેના મૃત્યુ પહેલા શું કરી રહ્યો હતો? સીસીટીવી ફૂટેજમાં આ મોટું રહસ્ય બહાર આવ્યું છે

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાના મહાન લેગ સ્પિનર શેન વોર્નના નિધનના સમાચારે સમગ્ર ક્રિકેટ જગતને હચમચાવી દીધું છે. શેન વોર્ને શુક્રવારે થાઈલેન્ડમાં અંતિમ શ્વાસ લીધા હતા. વોર્ને હાર્ટ એટેકના કારણે 52 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહી દીધું. સોમવારે બહાર આવેલા એટોપ્સી રિપોર્ટમાં તેમના મૃત્યુનું કારણ બહાર આવ્યું હતું. થાઈલેન્ડ સત્તાવાળાઓ દ્વારા પુષ્ટિ કરાયેલ એટોપ્સી રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે તેમનું મૃત્યુ કુદરતી કારણોસર થયું હતું. દરમિયાન, મૃત્યુના થોડા કલાકો પહેલાના કેટલાક CCTV ફૂટેજ સામે આવ્યા છે અને શેન વોર્ને તેના અંતિમ સમયમાં શું કર્યું હતું તે બહાર આવ્યું છે.

CCTV ફૂટેજમાં શેન વોર્નના મૃત્યુનું રહસ્ય
ડેઈલીમેલના અહેવાલ મુજબ શેન વોર્નના મૃત્યુના થોડા કલાકો પહેલા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ ફૂટેજ પરથી જાણવા મળ્યું છે કે શેન વોર્ને ચાર મસાજ કરતી મહિલાઓને રિસોર્ટમાં બોલાવી હતી. શુક્રવારે બપોરે 1:53 કલાકે ચાર મહિલાઓ રિસોર્ટમાં આવી હતી. જેમાંથી બે શેન વોર્નના રૂમમાં ગઈ અને બાકીના બે તેના મિત્રો પાસે ગઈ. સીસીટીવી કેમેરા મુજબ તમામ મહિલાઓ બપોરે 2.58 વાગ્યે રિસોર્ટમાંથી નીકળી હતી. બે કલાક અને 17 મિનિટ પછી એટલે કે 5:15 મિનિટે શેન વોર્ન પહેલીવાર બેભાન જોવા મળ્યો, ત્યારબાદ તેને મૃત જાહેર કરવામાં આવ્યો.

પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં મોતનો ખુલાસો થયો
થાઈલેન્ડ પોલીસે સોમવારે કહ્યું કે ઓસ્ટ્રેલિયન ક્રિકેટર શેન વોર્નના પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર તેનું મૃત્યુ કુદરતી કારણોસર થયું છે. પોસ્ટમોર્ટમ કરનાર ડોક્ટરનો રિપોર્ટ વોર્નના પરિવાર અને ઓસ્ટ્રેલિયન એમ્બેસીને મોકલી દેવામાં આવ્યો છે, એમ નેશનલ પોલીસના ડેપ્યુટી પ્રવક્તા કિસાના પઠાનાચારોન દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, વોર્નના પરિવારને કોઈ શંકા નથી કે તેનું મૃત્યુ કુદરતી કારણોસર થયું છે.

મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં અંતિમ સંસ્કાર થશે
દિગ્ગજ સ્પિનર શેન વોર્નના મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે, જેમાં લગભગ એક લાખ લોકો એકઠા થવાની ધારણા છે. મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ વોર્નનું મનપસંદ મેદાન હતું. તેમણે 1994માં આ જ મેદાન પર ઈંગ્લેન્ડ વિરુદ્ધ બોક્સિંગ-ડે ટેસ્ટમાં હેટ્રિક લીધી હતી. MCG મેદાનની બહાર વોર્નની પ્રતિમા છે. એમસીજીના સધર્ન સ્ટેન્ડનું નામ એસકે વોર્ન સ્ટેન્ડ રાખવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.

ટેસ્ટમાં 700 વિકેટ લેનાર પ્રથમ બોલર
શેન વોર્ને તેની કારકિર્દી દરમિયાન 145 ટેસ્ટ મેચોમાં 708 વિકેટ લીધી હતી, જ્યારે 194 વનડેમાં 293 વિકેટ તેના ખાતામાં નોંધાઈ હતી. વોર્ને ટેસ્ટ ક્રિકેટમાં વિકેટ લેવાની બાબતમાં તેની પહેલા 700 વિકેટ પૂરી કરી હતી. બોલિંગના આ ઉચ્ચ શિખરને સ્પર્શનાર તે વિશ્વનો પ્રથમ બોલર બન્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news