IPL 2022: મેથ્યુ વેડને વિવાદાસ્પદ આઉટ આપતા થયો વિવાદ, હવે હાર્દિક પંડ્યાએ જાહેર કર્યું નિવેદન
હાર્દિકે મેચ પછી જણાવ્યું હતું કે, `મને લાગે છે કે અલ્ટ્રાએજમાં થોડોક સ્પાઈક હતો. મોટો પડદા પર આ દેખાતું નહોતું. તમે ભૂલ ના કરી શકો. જો ટેકનીક મદદ કરી રહી નથી, તો મને નથી ખબર કે પછી કોણ મદદ કરશે.
IPL 2022: આઈપીએલની 15મી સીઝન જોરશોરોથી ચાલી રહી છે અને હવે અંતિમ તબક્કામાં પ્રવેશી રહી છે. ગુજરાત ટાઈટન્સના વિકેટકીપર બેટર મૈથ્યૂ વેડ હાલમાં ખુબ જ ચર્ચામાં છે. વિવાદાસ્પદ રીતે LBW OUT આપ્યા બાદ મૈથ્યૂ વેડે ડ્રેસિંગ રૂમાં ઉન્માદ મચાવ્યો હતો. ગુજરાત ટાઈટન્સ અને રોયલ ચેલેંજર્સ બેંગ્લોરની વચ્ચે IPL મેચ દરમિયાન ગ્લેન મેક્સવેલના બોલ પર વેડને આઉટ આપ્યા બાદ વિવાદ શરૂ થઈ ગયો કારણ કે, અલ્ટ્રાએજ થી ખબર પડતી નહોતી કે બોલ બેટને અડીને ગયો છે, જ્યારે જોવામાં આવતું હતું કે બોલ બેટને સ્પર્શ કર્યો છે.
મૈથ્યૂ વેડને વિવાદાસ્પદ આઉટ આપ્યા બાદ વિવાદ
હાર્દિકે મેચ પછી જણાવ્યું હતું કે, 'મને લાગે છે કે અલ્ટ્રાએજમાં થોડોક સ્પાઈક હતો. મોટો પડદા પર આ દેખાતું નહોતું. તમે ભૂલ ના કરી શકો. જો ટેકનીક મદદ કરી રહી નથી, તો મને નથી ખબર કે પછી કોણ મદદ કરશે. વેડ આ નિર્ણયથી નારાજ હતો, કારણ કે તેણે ખબર હતી કે મેક્સવેલનો બોલ તેના બેટને અડીને પેડ સાથે અથડાયો છે. એટલા માટે આઉટ આપ્યા પછી પણ તેણે DRSની મદદ લીધી હતી.
હવે હાર્દિક પાંડ્યાએ જાહેર કર્યું નિવેદન
અલ્ટ્રાએજ માં જોકે એ સ્પષ્ટ ના થયું અને ત્રીજા અમ્યાપરે મેદાની અમ્પાયરના નિર્ણયને યથાવત રાખ્યો હતો. હાર્દિકે જણાવ્યું છે કે, દેખીતી રીતે તે કોઈના માટે પણ વ્યક્તિગત નથી, પરંતુ ટેકનીક ક્યારેક મદદ કરે છે અને ક્યારેક નહીં. આ વખતે ટેકનિકે મદદ કરી નહોતી, પરંતુ સૌથી વધુ અવસરો પર ટેકનિકે કામ કર્યું છે અને ખોટા નિર્ણયોને પલટ્યા છે. પ્લેઓફમાં પહેલા જ ટિકીટ કપાવી ચૂકેલી ગુજરાતને આ મેચમાં આરસીબી વિરુદ્ધ આઠ વિકેટથી હારનો સામનો કરવો પડ્યો. મોહમ્મદ શમી અને લોકી ફર્ગ્યુસનને ઓછી ઓવર આપવા પર હાર્દિકે જણાવ્યું હતું કે, અમે લોકીને મોકો આપવા માંગતા હતા, પરંતુ બોલ થોડો રોકાઈને આવી રહ્યો હતો, એટલા માટે અમે ધીમી ગતિના બોલરોને અજમાવ્યા.
પોઈન્ટ ટેબલમાં ટોપ પર હોવું સકારાત્મક
હાર્દિકે જણાવ્યું છે કે, પોઈન્ટ ટેબલમાં ટોપ પર હોવું તેમના માટે સકારાત્મક પાસું છે. તેમણે જણાવ્યું કે, અમે જે રીતે પ્રદર્શન કર્યું તેણે જોતા ટોપ બેમાં સ્થાન બનાવવું મહત્વપૂર્ણ છે, કારણ કે તેનાથી તમને ફાઈનલ પહોંચવામાં બે અવસર મળે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube