VIDEO: હેલ્મેટનો ઘા કર્યો...બેટ પછાડ્યું અને પછી...આઉટ થયા બાદ ડ્રેસિંગ રૂમમાં ગુસ્સો કાઢતો દેખાયો ગુજરાતનો મેથ્યુ વેડ

Matthew Wade Angry Video IPL 2022: રોયલ ચેલેંજર્સ બેંગ્લોર વિરુદ્ધ રમાયેલી મેચમાં મૈથ્યૂ વેડને અમ્યાયરે LBW આઉટ આપ્યો હતો, જેના કારણે વેડ ખુશ નહોતો, ત્યારબાદ તેણે ડ્રેસિંગ રૂમમાં જઈને તોડફોડ કરવાનું ચાલું કર્યું હતું. સૌથી પહેલા તો વેડ ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યા બાદ પોતાનું હેલ્મેટ પછાડ્યું હતું.

 VIDEO: હેલ્મેટનો ઘા કર્યો...બેટ પછાડ્યું અને પછી...આઉટ થયા બાદ ડ્રેસિંગ રૂમમાં ગુસ્સો કાઢતો દેખાયો ગુજરાતનો મેથ્યુ વેડ

GT vs RCB IPL 2022: આઈપીએલની 15મી સીઝન હવે રોમાચંક મૂકમાં પ્રવેશી ચૂકી છે. ગુજરાત અને લખનઉની ટીમ ક્વોલફાયર થઈ ચૂકી છે, ત્યારે હવે બાકીની ટીમો વચ્ચે ગળાકાપ સ્પર્ધા ચાલી રહી છે. પરંતુ આ તમામ વાતો વચ્ચે ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022ની સીઝનમાં ગુરુવારે રમાયેલી મેચમાં એક ઓસ્ટ્રેલિયન ખેલાડી આઉટ થયા બાદ પોતાના ગુસ્સા પર કાબૂ ગુમાવી બેઠો હતો અને તેણે ડ્રેસિંગ રૂમમાં તોડફોડ કરવાનું ભારે પડ્યું હતું. આ વાતથી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ નારાજ થયું અને આ ખેલાડીને બરાબરનો ઠપકો આપ્યો.

આ ખેલાડી બીજો કોઈ નહીં, પરંતુ ગુજરાત ટાઈટન્સનો મૈથ્યૂ વેડ છે, જે આઈપીએલની હાલની સીઝનમાં ગુજરાત ટાઈટન્સ માટે રમી રહ્યો છે. રોયલ ચેલેંજર્સ બેંગ્લોર વિરુદ્ધ રમાયેલી મેચમાં મૈથ્યૂ વેડને અમ્યાયરે LBW આઉટ આપ્યો હતો, જેના કારણે વેડ ખુશ નહોતો, ત્યારબાદ તેણે ડ્રેસિંગ રૂમમાં જઈને તોડફોડ કરવાનું ચાલું કર્યું હતું. સૌથી પહેલા તો વેડ ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યા બાદ પોતાનું હેલ્મેટ પછાડ્યું હતું. ત્યારબાદ પોતાના બેટને પછાડીને તોડી નાંખ્યું હતું.

— Ajay maurya (@Ajaymaurya619) May 19, 2022

આચાર સંહિતાના ઉલ્લંઘનમાં દોષી મૈથ્યૂ વેડને પડ્યો ફટકો
એવામાં મૈથ્યૂ વેડને IPLની આચાર સંહિતાના નિયમોમાં ઉલ્લંઘન કરવા બદલ દોષિત ઠેરવવામાં આવ્યો હતો. ભારતીય બોર્ડે બરાબરનો ઉધડો લીધો હતો. વેડને લેવલ-1 હેઠળ આચાર સંહિતાની આર્ટિકલ 2.5ના ઉલ્લંઘનમાં દોષિત માનવામાં આવ્યો. મૈથ્યૂ વેડે પણ પોતાની ભૂલનો સ્વીકાર કર્યો છે અને આને એક પ્રકારની વોર્નિંગ પણ માની શકો છો. એવામાં મૈથ્યૂ વેડ જો ફરીથી આવી ભૂલ કરશે તો મોટી કાર્યવાહી પણ થઈ શકે છે.

આ રીતે અમ્યાયરના નિર્ણયથી નારાજ મૈથ્યૂ વેડે કરી તોડફોડ
જોકે, ગુજરાતની ઈનિંગની છઠ્ઠી ઓવરમાં જ્યારે ગ્લેન મેક્સવેલ બોલિંગ કરવા આવ્યો ત્યારે બીજા બોલ પર મૈથ્યૂ વેડ LBW આઉટ થયો. વેડે અહીં રિવ્યૂ લીધો અને થર્ડ અમ્પાયરે રિપ્લે જોઈને પણ તેણે આઉટ જ ગણાવ્યો હતો. જેના કારણએ મૈથ્યૂ વેડ ગુસ્સે ભરાયા. પહેલા તેણે બોલર મેક્સવેલ સાથે વાત કરી, બાદમાં પેવેલિયન જતી વખતે તે વિરાટ કોહલી સાથે વાત કરતો દેખાયો હતો.

પરંતુ બબાલ ત્યારે થઈ, જ્યારે મૈથ્યૂ વેડ ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યો. અહીં ગુસ્સામાં તેણે હેલમેટ ફેંક્યું, ત્યારબાદ બેટને પણ જમીન પર પછાડ્યું હતું. આટલેથી મૈથ્યૂ વેડ અટકાયો નહોતો, તે બેટની મદદથી ઘણી ચીજોને તોડતો ડ્રેસિંગ રૂમમાં દેખાયો હતો. મૈથ્યૂ વેડનો આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, આ મેચમાં ગુજરાતની ટીમ ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા 5 વિકેટ ગુમાવીને 168 રન જ બનાવી શકી હતી. ટીમના કેપ્ટન હાર્દિક પાંડ્યાએ 4 બોલ પર 62 રનની ઈનિંગ રમી. આખરે રાશિદ ખાને 6 બોલ પર 19 રન બનાવ્યા હતા. તેના જવાબમાં બેંગ્લુરુની ટીમે 18.4 ઓવરોમાં જ 2 વિકેટ ગુમાવીને 170 રન બનાવીને 8 વિકેટથી મેચ પોતાના નામે કરી લીધી. વિરાટ કોહલીએ 54 બોલ પર 73 રનની ઈનિંગ રમી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news