IPL 2022 CSK vs SRH: ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે આઇપીએલની 46 મી મેચ રમાઈ હતી. આ મેચમાં એમએસ ધોની ચેન્નાઈની કેપ્ટનશીપ કરી રહ્યો હતો. જો કે સનરાઈઝર્સ હૈદરાબાદે પહેલા ટોસ જીતી બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ બેટિંગ કરવા મેદાનમાં ઉતરેલી સીએસકેની ટીમે વિરોધી ટીમને 203 રનનો ટાર્ગેટ આપ્યો આપ્યો હતો. ત્યારે ધોનીના કેપ્ટન બનતાની સાથે જ સીએસકેએ આ મેચ 13 રનથી જીતી લીધી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સનરાઈઝર્સ હૈદરાબાદ સામે ઋતુરાજ ગાયકવાડ આજે ફોમમાં દેખાઈ રહ્યો હતો. તેણે મેદાનમાં બધી બાજુએ શોટ માર્યા પરંતુ સદી પૂર્ણ કરવાથી ચૂકી ગયો. તેમે 99 રનની ઇનિંગ રમી. ડેવોન કોનવેએ 85 રનની ઇનિંગ રમી. જ્યારે કેપ્ટન ધોની 8 રન અને રવીન્દ્ર જાડેજા 1 રન બનાવી શક્યા. ઓપનિંગ જોડીના કારણે સીએસકેની ટીમ મોટો સ્કોર કરી શકી હતી. સીએસકે બે વિકેના નુકસાન પર 202 રન બનાવ્યા હતા. ત્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ માટે મુકેશ ચોધરીએ શાનદાર બોલિંગ કરી. તેણે ચાર ઓવરમાં માત્ર 46 રન આપી 4 વિકેટ ઝડપી હતી. જ્યારે ડવેન પ્રિટોરિયસ અને મિચેલ સેંટનરે 1-1 વિકેટ લીધી હતી.


IPL 2022 LSG vs DC: લખનઉ સામે દિલ્હીની ટીમ ઘુંટણીયે, સુપર જાયન્ટ્સે 6 રનથી જીતી મેચ


સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ પણ સારું પ્રદર્શન કરી રહી હતી. ટીમના કેપ્ટન કેન વિલિયમસને 47 રન બનાવ્યા. જ્યારે ઓપનર અભિષેક શર્માએ શરૂઆતમાં આક્રામક બેટિંગ કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ લાંબા સમય સુધી ટીક શક્યો નહીં. તે માત્ર 39 રન બનાવી આઉટ થઈ ગયો. રાહુલ ત્રિપાઠીએ તો ખાતુ પણ ખોલાવ્યું નહીં. એડમ માર્કરમે 17 રન અને શંશાક સિંહે 15 રન બનાવ્યા. જો કે, નિકોલસ પુરને શાનદાર અર્ધસદી ફટકારી પરંતુ તે પોતાની ટીમને જીતાડી શક્યો નહીં.


ચાલુ મેચમાં ચહેલ અને સૂર્યકુમાર વચ્ચે ક્રિએટ થયો આ સીન, સો. મીડિયામાં Video થયો વાયરલ


તો બીજી તરફ ચેન્નાઈની કેપ્ટનશીપ સંભાળતાની સાથે જ મહેન્દ્ર સિંહ ધોનીએ ટીમમાં બે મોટા ફેરફાર કર્યા હતા. એમએસ ધોનીએ શિવમ દુબે અને ડ્વેન બ્રાવોને બહારનો રસ્તો દેખાળ્યો હતો. ત્યારે દુબેની જગ્યાએ ડેવોન કોન્વે અને બ્રાવોની જગ્યાએ સિમરજીત સિંહને સામેલ કર્યો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube