IPL 2022 LSG vs DC: લખનઉ સામે દિલ્હીની ટીમ ઘુંટણીયે, સુપર જાયન્ટ્સે 6 રનથી જીતી મેચ

IPL 2022 LSG vs DC: લખનઉ સુપર જાયન્ટ્સનો કેપ્ટન કેએલ રાહુલ શાનદાર ફોર્મમાં જોવા મળ્યો હતો. કેએલ રાહુલે દિલ્હી કેપિટલ્સ સામે 51 બોલમાં 4 ચોક્કા અને 5 સિક્સની મદદથી 77 રન ફટકાર્યા હતા. જ્યારે દિપક હુડ્ડાએ 34 બોલમાં 52 રન અને માર્કસ સ્ટાઇનિસ નાબાદ 17 રન બનાવ્યા હતા

IPL 2022 LSG vs DC: લખનઉ સામે દિલ્હીની ટીમ ઘુંટણીયે, સુપર જાયન્ટ્સે 6 રનથી જીતી મેચ

IPL 2022 LSG vs DC: લખનઉ સુપર જાયન્ટ્સ અને દિલ્હી વચ્ચે આઇપીએલ 2022 સીઝનની 45 મી મેચ રમાઈ હતી. કેએલ રાહુલે ટોસ જીતી પહેલા બેટિંગનો નિર્ણય કર્યો હતો. લખનઉએ પ્રથમ બેટિંગમાં 3 વિકેટ ગુમાવી 195 રન બનાવ્યા હતા. તેની સામે દિલ્હી કેપિટલ્સ 20 ઓવરમાં 189 રન બનાવી શકી અને લખનઉ સુપર જાયન્ટ્સે 6 રનથી આ મેચ જીતી.

લખનઉ સુપર જાયન્ટ્સનો કેપ્ટન કેએલ રાહુલ શાનદાર ફોર્મમાં જોવા મળ્યો હતો. કેએલ રાહુલે દિલ્હી કેપિટલ્સ સામે 51 બોલમાં 4 ચોક્કા અને 5 સિક્સની મદદથી 77 રન ફટકાર્યા હતા. જ્યારે દિપક હુડ્ડાએ 34 બોલમાં 52 રન અને માર્કસ સ્ટાઇનિસ નાબાદ 17 રન બનાવ્યા હતા. જો કે, પ્લેઓફમાં સ્થાન મેળવવા માટે લખનઉની ટીમ આગળ વધી રહી છે. લખનઉ 10 માંથી 7 મેચ જીતી પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાન પર છે. કેએલ રાહુલે આ સીઝનમાં અત્યાર સુધી બે સદી અને બે અર્ધસદી ફટકારી છે.

દિલ્હી કેપિટલ્સનો બેટ્સમેન ડેવિડ વોર્નર સારા ફોર્મમાં દેખાઈ રહ્યો હતો પરંતુ ભાગીદાર ઓપનર બેટ્સમેન પૃથ્વી શો લાંબી ઇનિંગ રમી શક્યો નહીં. ટીમે ત્રીજા નંબર પર ઘણા બેટ્મેનોને ચાન્સ આપ્યો જેમાં કેપ્ટન પંત પણ સામેલ છે પરંતુ આ નંબર પર હજુ સુધી કોઈ બેટ્સમેને ફિટ બેસ્યો નથી. ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર મિશેલ માર્શ ક્વોરન્ટાઈન સમય પૂર્ણ કરી પરત ફર્યો છે પરંતુ આ બેટ્સમેન કોઈ કમાલ કરી શક્યો નહીં.

જો દિલ્હી કેપિટલ્સના બોલરોની વાત કરવામાં આવે તો દિલ્હીનો યુવા બોલર મોહસિન ખાન સૌથી સફળ રહ્યો છે. આ મેચમાં મોહસિન ખાને 4 વિકેટ ઝડપી પાડી હતી. મોહસિની આ પહેલી આઇપીએલ સીઝન છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news